For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mystery: તમે માનશો જ નહીં દુનિયામાં આવી જગ્યાઓ પણ છે!

|
Google Oneindia Gujarati News

તમે ક્યારેક કોઇ તેવી જગ્યા જોઇ છે જેની ખૂબસૂરતીને જોઇને તમે થાય કે આટલી અદ્ઘભૂત જગ્યા વિષે કેમ હજી સુધી કોઇને ખબર નથી અને કેમ આ જગ્યાને દુનિયાની સાતની સાત અજાયબીમાં નથી લેવામાં આવી. ત્યારે આજે અમે તમને કેટલીક તેવી જગ્યાઓ વિષે જણાવાના છીએ જેને જોઇને તમને થશે કે યાર, આ તો સાત જગ્યાઓને તો ખરેખરમાં દુનિયાની સાત અજાયબીમાં સામેલ કરવી જ રહી.

જો તમને નવી નવી જગ્યાઓ વિષે જાણવાનું અને ફરવાનું ગમતું હોય તો તમારે તો આ આર્ટીકલ જરૂરથી તમારા કામમાં આવી શકે છે કારણ કે આજે અમે તમને દુનિયાની કેટલીક તેવી જગ્યાઓ વિષે જણાવવાના છીએ જે છે દુનિયાથી અછૂતી. પણ આ તમામ જગ્યાઓ એટલી અદ્ધભૂત, રમણીય અને સુંદર છે કે તેને જોઇને મન થઇ જાય કે બસ અહીં જ એક ઘર બનાવીને રહી જઇએ. તો જાણો દુનિયાની સાત જગ્યાઓ વિષે જેને જોઇને તમને થશે કે ખરેખરમાં આ જગ્યાઓ છે આ દુનિયામાં...

ગ્રેટ બ્લયુ હોલ

ગ્રેટ બ્લયુ હોલ

આ જગ્યા બેલીઝથી 60 માઇલ્સ દૂર આવેલી છે. આ જીયોલોજીકલ વન્ડર સુંદર ગોળાકાર ધરાવે છે જે 480 ફીટ ઊંડો છે. અને તેની નીચે આવેલી બલ્યુ વેલી તેના આ ડાર્ક સુંદર બલ્યુ રંગ આપે છે. અને માટે જ તેનું નામ ગ્રેટ બલ્યુ હોલ પાડવામાં આવ્યું છે.

વેવ

વેવ

આ શ્વાસથંભાવી દે તેવી જગ્યા એરિઝોના અને ઉતાહની વચ્ચે આવેલી છે. આ અદ્ધભૂત જગ્યા પથ્થરો અને પવનના ધર્ષણના કારણે બની છે. જે ખરેખરમાં દુનિયાનો એક કરિશ્મા સમાન જ છે.

બલ્યુ લેક ગુફા

બલ્યુ લેક ગુફા

બ્રાઝિલમાં આવેલી આ ગુફા અદ્ધભૂત અંડરગ્રાઉન્ડ લેકના લીધે બની છે. સ્ટાલાગ્ટિ્સ નામની રાસાયણિક પ્રક્રિયા જે બરફ અને પાણીના લીધે થાય છે તેના લીધે આ ગુફા આટલી સુંદર બની છે.

વિશાળ કોઝવે

વિશાળ કોઝવે

પ્રાચીન જ્વાળામુખીના ફાટવાના કારણે આ જગ્યા આવી ચોરસ પથ્થરો જેવી બની છે. આમાંથી મોટા ભાગના પથ્થરો ષટકોણ આકાર ધરાવે છે જે આ જગ્યાની ખાસિયત છે. આ જગ્યા નોર્ધન આર્યલેન્ડના નોર્થ ઇસ્ટ દરિયા કિનારે આવી છે.

નરકનો દરવાજો

નરકનો દરવાજો

આ જગ્યા તુર્કમેનિસ્તાનમાં આવેલી છે. અને તે નરકના દરવાજા તરીકે પ્રખ્યાત છે. આ આગથી બળતી ખાણને જીઓલોજીસ્ટ દ્વારા શોધવામાં આવી હતી. જે દિવસથી તેની શોધ થઇ છે ત્યારથી આજ દિવસ સુધી તે સતત દિવસ રાત બળી રહી છે.

વેવ રોક

વેવ રોક

પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેલી આ વેવ રોક વેલી પ્રાકૃતિક રીતે બનેલી છે. આ પથ્થર 15 ફીટ ઊંચા અને 110 મીટર લાંબા છે. અને તેમાં પાણી પણ ભરાય છે.

ચોકલેટ હિલ્સ

ચોકલેટ હિલ્સ

ફિલિપાઇન્સના બોહોલમાં આવેલા આ નાની નાની ટેકરીઓ લગભગ 50 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. અને તેના બ્રાઉન રંગના કારણે તેને ચોકલેટ હિલ્સ નામ આપવામાં આવ્યું છે. આ ટેકરીઓ શાની છે અને કેમ આ જ વિસ્તારમાં આવી રીતે ફેલાયેલી છે તે વિષે હજી શોધ ચાલુ છે.

English summary
There are many monuments in this world that are recognised by many. Yet there are a few that can make your heart skip a beat and force you to wonder as to how they've not been listed as the top wonders of the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X