For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ 5 શ્રેષ્ઠ અભયારણ્ય જોયા કે નહીં?

|
Google Oneindia Gujarati News

અત્યાર સુધી તમે તમારા બાળકોને લઇને હિલ સ્ટેશન અને સમુદ્ર કિનારે ગયા હશો. વધુમાં કોઇ હિસ્ટ્રોરિકલ શહેર પર પણ લઇ ગયા હશો. પણ શું તમે કદી તમારી ફૈમલી સાથે વન્યજીવ અભ્યારણમાં ગયા છો? નથી ગયા તો પછી વાર શાની? આ વેકેશનનો ફાયદો લો અને આ વર્ષે બાળકોને લઇ જાવ સફારી પર.

ખરેખરમાં વન્ય પશુ પક્ષીઓને પ્રત્યક્ષ જોવાની મઝા કંઇક બીજી છે. અને આ રોમાંચ નાના મોટા દરેક અનુભવે છે. અને હા જો તમે ગીર અભયારણ્ય જઇ આવ્યા હોવ તો તમે સમજી શકો છે કે સફારી પર નીકળવાની શું મઝા હોય છે.

તો ચલો આજે અમે તમને ભારતના 5 શ્રેષ્ઠ અભયારણ્યની તસવીરો અને તેને લગતી માહિતી આપીએ. જેથી તમે યોગ્ય રીતે તમારો આ પ્રવાસ પ્લાન કરી શકો. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર...

કૉર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ

કૉર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ

કૉર્બેટ નેશનલ પાર્ક વન્યજીવ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. હિમાલયની તળેટીમાં આવેલ આ પાર્ક, વાધ, ચિત્તો, હાથી, હરણ, સાંબર, બાર્કિંગ હરણ, રીંછ અને રેસલ વાંદરાઓનું ઘર છે. વધુમાં અહીં 600થી વધુ પ્રજાતિના પક્ષીઓ રહે છે.

કાજીરંગા રાષ્ટ્રિય ઉદ્યાન, આસામ

કાજીરંગા રાષ્ટ્રિય ઉદ્યાન, આસામ

કાજીરંગા રાષ્ટ્રિય ઉદ્યાન, મધ્ય આસામનું હદય મનાય છે. આ પાર્ક એક સિંગ વાળા ગેંડાનું ઘર છે. વધુમાં ભારતીય ભેંસ, હાથી, રીંછ, વાધ, જંગલી બિલાડી, વરુ અને હોગ બૈજર જેવા પ્રાણીઓ પણ તમને અહીં જોવા મળશે.

બાંદીપુર નેશનલ પાર્ક

બાંદીપુર નેશનલ પાર્ક

બાંદીપુર નેશનલ પાર્ક, 800 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ પાર્કમાં તમે વાધ, ચાર શિંગવાળા હરણ, મોટી ખિસકોલી, હાથી, હાર્નબિલ, જંગલી કૂતરા, ચિત્તા, રીંછ અને વિવિધ રંગબેરંગી પક્ષીઓ જોવા મળશે.

બાંધવગઢ રાષ્ટ્રિય ઉદ્યાન, મધ્યપ્રદેશ

બાંધવગઢ રાષ્ટ્રિય ઉદ્યાન, મધ્યપ્રદેશ

448 ક્ષેત્રફળમાં ફેલાયેલા આ પાર્કમાં અનેક નાના નાના પહાડો આવેલા છે. અહીં તમે સફેદ વાધ, ધારીદાર હરણ, શિયાળ, રીંછ, દિપડા જેવા વન્ય પશુઓ જોઇ શકો છો. વધુમાં તમે અહીં 250 અલગ અલગ પક્ષીઓની જાતિને પણ જોઇ શકો છો.

રણથંભોર રાષ્ટ્રિય અભ્યારણ, રાજસ્થાન

રણથંભોર રાષ્ટ્રિય અભ્યારણ, રાજસ્થાન

રાજસ્થાનના માધોપુરમાં આવેલું આ અભયારણ્ય એક સાહસિક અને આકર્ષક પર્યટન સ્થળ છે. જ્યાં મોટી સંખ્યા પ્રવાસીઓ વાધ, શિયાળ, ચિત્તા, મગર, હરણને જોવા માટે આવે છે. વાધનું ઘર ગણાતા આ પાર્ક નાના મોટા દરેકને ખૂબ જ પ્રિય છે.

English summary
These sancturies is home to some of the best wildlife in India and boasts of an eco-friendly environment. Explore the beauty of these places with your children this vacation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X