For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના એવા શહેરો જેમની ટ્રાન્સપોર્ટ સર્વિસ છે મોંઘી

|
Google Oneindia Gujarati News

આપણે કોઇ શહેરમાં જઇએ અને ત્યાની ટ્રાન્સપોર્ટેશન સર્વિસનો ઉપયોગ કરીએ, ત્યારે તુરંત જ આપણા મોઢામાંથી એક શબ્દ સરી પડે છે, ભાઇ અહી તો ટેક્સી, રિક્ષા અને બસ ભાડું ઘણું મોંઘુ છે. સામાન્ય રીતે શહેરમાં ટ્રાન્સપોર્ટેશન સર્વિસ અન્ય ગામોની સરખામણીએ થોડીક મોંઘી હોય છે, એટલું જ નહીં અન્ય શહેરની સરખામણીએ પણ બીજા શહેરમાં પણ ટ્રાન્સપોર્ટેશન સર્વિસમાં તફાવત જોવા મળે છે.

જોકે આજે અહી વાત ભારતના વિવિધ શહેરોની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ કેટલી મોંઘી છે તે અંગે નહીં પરંતુ વિશ્વના કેટલાક શહેરો એવા છેકે જે વિશ્વમાં પોતાની અનેક બાબતોના કારણે જાણીતા છે, પરંતુ આ શહેરો વિશ્વમાં પોતાની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ માટે પણ ખાસા જાણીતા છે, વિશ્વના આ શહેરોની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ અન્ય શહેરો કરતા ઘણી મોંઘી માનવામાં આવે છે, જેને રેડિફ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી આ કયા શહેરો છે અને તેમની ટ્રાન્સપોર્ટેશન સર્વિસનો ચાર્જ કેટલો છે તે જાણીએ.

સ્ટોકહોમ, સ્વીડન

સ્ટોકહોમ, સ્વીડન

સ્ટોકહોમએ સ્વીડનનું સુંદર સ્થળ છે, જેમાં 897,700 લોકો મ્યુનિસિપાલ્ટી, 1,372,565 અર્બન વિસ્તાર અને મેટ્રોપોલિટન વિસ્તારમાં કુલ વસ્તી 2,163,042 છે. અહી ટ્રાન્સપોર્ટેશન માટે સૌથી વધારે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. અહી સિંગલ ઝોનનો ચાર્જ $4.52થી શરૂ થાય છે.

જ્યુરિક, સ્વિત્ઝરલેન્ડ

જ્યુરિક, સ્વિત્ઝરલેન્ડ

જ્યુરિક એ સ્વિત્ઝરલેન્ડનું ફાયનાન્સિયલ કેપિટલ છે, ગ્લોબલ સિટી છે અને વિશ્વનું સૌથી મોટું ફાયનાન્સિયલ સેન્ટર છે. આ શહેરમાં ટ્રામ, ટ્રેન, બસ, કેબલ કાર અને બોટનો ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ ટ્રાવેલિંગ માટે ટ્રામ સૌથી સુખદ છે, જેની ટિકિટ વેન્ડિંગ મશિનમાંથી લેવી પડે છે. એક કલાકની ટિકિટનો ભાવ $4 છે.

લંડન, ઇંગ્લેન્ડ

લંડન, ઇંગ્લેન્ડ

લંડન વિશ્વનું સૌથી વિકસિત શહેર છે. તેમજ વિશ્વનું સૌથી મોટું અને વ્યસ્ત શહેર છે. અહી અનેક ઇન્ટરનલ પ્રાઇવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક છે, તેમજ નેશનલ રોડ અને રેલવે નેટવર્ક છે, અહી ઓછામાં ઓછી મુસાફરી માટે $3.70 ચૂકવવા પડે છે.

કોપહેગન, ડેનમાર્ક

કોપહેગન, ડેનમાર્ક

કોપહેગન એ ડેનમાર્કનું પાટનગર છે અને આ શહેરમાં તમે કોઇપણ કારના ઉપયોગ વગર પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ થકી મુસાફરી કરી શકો છો. અહી બેઝિક ટિકિટ કોસ્ટ સિંગલ ઝોન માટે $4.88 અને જો તમે એરપોર્ટથી જાઓ તો $6 ચાર્જ લાગે છે. દરેક ટિકિટ એક અથવા દોઢ કલાક માટે હોય છે. જોકે તેમે ડિસ્કાઉન્ટ 10 ટિકિટ કાર્ડ ખરીદી શકો છો.

ઓસલો, નોર્વે

ઓસલો, નોર્વે

ઓસલો નોર્વેનું પાટનગર છે, આ દેશનું સૌથી મોટું શહેર છે અને તેમાં અંદાજે 1.5 મિલિયન લોકો રહે છે. અહી સામાન્ય પણે બોટનો ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં મેટ્રો, ટ્રામવે અને કોમ્મુટર રેઇલનો પણ તમે ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગ કરી શકો છો. અહી સિંગલ ઝોન(અંદાજે 12 કિ.મી) માટે $5.12, ટેક્સી રાઇડ માટે $23.22 અને ટ્રેન ટિકિટ $48.58 ડોલર છે.

English summary
Here is the list of world's cities for costliest Public Transport Systems
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X