Year Ender 2024 : 2024 માં ભારતીયોને ખાસ પસંદ આવ્યા આ ટ્રાવેલ ડેસ્ટિનેશન, જાણો સૌથી પસંદની જગ્યા કઈ?
Year Ender 2024 : કોવિડ સંપુર્ણ રીતે પુરો થયો બાદ ભારતીયોમાં 2024 માં ફરવાનો જોરદાર ક્રેઝ જોવા મળ્યો. આ વર્ષે ભારતીયોએ દેશના વિવિધ ટ્રાવેલ ડેસ્ટિનેશન સાથે સાથે વિદેશ પ્રવાસો પણ ખુબ કર્યા.
ઓનલાઈન ટ્રેન્ડ અને સર્ચ ડેટા અનુસાર, કેટલીક ખાસ જગ્યાઓએ ભારતીય પ્રવાસીઓના દિલ જીતી લીધા. આજે આપણે ભારતીયો દ્વારા સૌથી વધુ Google દ્વારા કરાયેલા ટોપ-5 પ્રવાસ સ્થળો વિશે જાવાના છીએ.

અઝરબૈજાન
અઝરબૈજાને આ વર્ષે ભારતીય પ્રવાસીઓમાં ઘણી લોકપ્રિયતા મેળવી. લેન્ડ ઓફ ફાયર તરીકે ઓળખાતો આ દેશ તેના ઐતિહાસિક શહેરો, સુંદર પર્વતો અને આધુનિક સ્થાપત્ય માટે જાણીતો છે. રાજધાની બાકુમાં કેસ્પિયન સમુદ્રના કિનારાની ધમાલ અને જૂના શહેરની શેરીઓ લોકોને વિશેષ આકર્ષે છે.
બાલી
ઈન્ડોનેશિયાનો આ ટાપુ ભારતીયોના મનપસંદ પ્રવાસ સ્થળોની યાદીમાં સામેલ રહ્યો છે. આ વર્ષે પણ બાલી તેના સફેદ રેતીના દરિયાકિનારા, લીલાછમ જંગલો અને વિશ્વ પ્રસિદ્ધ મંદિરોને કારણે આકર્ષણનું કેન્દ્ર રહ્યું. કપલ્સ અને ફેમિલી ટ્રીપ માટે આ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
મનાલી
મનાલીનું નામ ન લેવાય એ અસંભવ છે. આ વર્ષે પણ હિમાચલ પ્રદેશનું આ હિલ સ્ટેશન ભારતીય પ્રવાસીઓનું પ્રિય રહ્યું છે. મનાલી તેની બરફીલી ખીણો, એડવેન્ચર સ્પોર્ટ્સ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે.
કઝાકિસ્તાન
કઝાકિસ્તાન ભારતીયો માટે 2024ની નવી શોધ સાબિત. અહીંના વિશાળ મેદાનો, સુંદર તળાવો અને આધુનિક શહેરો ભારતીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અલ્માટી શહેર અને તેની ઉત્તમ નાઇટલાઇફ લોકોનું વિશેષ ધ્યાન આકર્ષિત કરે છે.
જયપુર
ગુલાબી શહેર જયપુર તેના ઐતિહાસિક વારસા અને ભવ્ય મહેલો માટે વિશ્વભર વિખ્યાત છે. આ વર્ષે ભારતીયોની સાથે વિદેશી પ્રવાસીઓએ પણ અહીંના કિલ્લાઓ, બજારો અને શાહી સંસ્કૃતિની વિશેષ મુલાકાત કરી.












Click it and Unblock the Notifications
