World Liver Day 2023 : જાણો યકૃતના રોગના લક્ષણો, આ રીતે રહો સુરક્ષિત

World Liver Day 2023 : વર્લ્ડ લીવર ડે એટલે કે વિશ્વ યકૃત દિવસની ઉજવણી દર વર્ષે 19 એપ્રીલના રોજ કરવામાં આવે છે. તેનો હેતુ આપણા શરીરમાં લીવરના મહત્વ વિશે આપણને જાગૃત કરવાનો છે.

શરીરના જે અંગો સ્થૂળતા અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીથી પ્રભાવિત થાય છે, તેમાં સૌથી મહત્વનું અંગે લીવર છે. ડાયાબિટીસ, હાઈપરટેન્શન, થાઈરોઈડ અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD)નું જોખમ વધારે છે.

World Liver Day

વાયરલ હેપેટાઇટિસ એ યકૃત રોગનું ખૂબ સામાન્ય કારણ છે. હેપેટાઈટીસ-બી અને હેપેટાઈટીસ-સી વાયરસ લીવર ફેલ થવાનું કારણ બને છે. શરૂઆતમાં લીવર રોગના કોઈ ચોક્કસ લક્ષણો જણાતા નથી. આ સાથે નિયમિત બ્લડ ટેસ્ટમાં પણ ઘણી વખત તે અંગે જાણી શકાતું નથી. આવા કિસ્સામાં અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જરૂરી બની જાય છે.

હેપેટાઇટિસ-બી સમગ્ર વિશ્વમાં સૌથી સામાન્ય સમસ્યા છે. એવું જોવામાં આવ્યું છે કે, આપણા દેશમાં આ રોગ માતા દ્વારા તેના બાળકમાં ફેલાય છે. હેપેટાઇટિસ-બી લાંબા સમય સુધી શરીરમાં રહે છે.

રક્ત પરીક્ષણ અથવા રક્તદાન અથવા ગર્ભાવસ્થા પરિક્ષણ દર્શાવે છે કે, હેપેટાઇટિસ-બી પોઝિટિવ છે. જ્યાં સુધી તેના સ્પષ્ટ લક્ષણો દેખાવા લાગે છે, ત્યાં સુધીમાં આ રોગ એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગયો હોય છે.

આવી સ્થિતિમાં શરૂઆતમાં જ તેનું નિદાન થવું જરૂરી છે. બીજી તરફ હેપેટાઇટિસ-સી સામાન્ય રીતે ઇન્જેક્શનના વારંવાર ઉપયોગને કારણે થાય છે. જો ચેપગ્રસ્ત વ્યક્તિએ લોહી ચઢાવ્યું હોય અથવા તેની પહેલાં સર્જરી થઈ હોય, તો જોખમ ઊંચું રહે છે. જોકે, હવે તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

યકૃત રોગના કેટલાક મહત્વપૂર્ણ લક્ષણો

  • જો લીવરનું કામકાજ ખોરવાઈ રહ્યું હોય, તો નબળાઈ અને થાકનો અનુભવ થાય છે
  • પેટના ઉપરના ભાગમાં દુઃખાવો અને તણાવ થઈ શકે છે
  • કેટલાક લોકોને ગેસની સમસ્યા વધી જાય છે
  • જો પેટ બહાર છે અથવા ગરદન કાળી પડી રહી છે, તો તે લીવર રોગનો પ્રારંભિક સંકેત હોય શકે છે.

યકૃત રોગમાં જોવા મળી શકે છે આ સમસ્યાઓ

  • ખાધા પછી પેટમાં ભારેપણું અનુભવવું
  • સીધા હાથમાં ભારેપણાની લાગણી
  • થાક, નબળાઈ સાથે એકાગ્રતામાં સમસ્યા આવવી

યકૃત રોગના રોગની સારવાર - હેપેટાઇટિસ-બી અને હેપેટાઇટિસ-સી બંને માટે સારવાર ઉપલબ્ધ છે, જોકે, પ્રારંભિક તબક્કે રોગનું નિદાન કરવું જરૂરી છે. જો તે એડવાન્સ સ્ટેજમાં જોવા મળે, તો પણ કેટલાક જરૂરી પગલાં લઈ શકાય છે. કેટલીક હિપેટાઇટિસ સી દવાઓ રોગને મટાડવા માટે સક્ષમ છે, પરંતુ હિપેટાઇટિસ બી હાલમાં ફક્ત નિયંત્રિત છે. આવનારા કેટલાક વર્ષોમાં તેની સંપૂર્ણ સારવાર પણ શક્ય બનશે.

આ રીતે સુરક્ષિત રાખો લીવર

  • દારૂને સંપૂર્ણપણે ના કહો
  • ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દો
  • સ્નાયુઓને મજબૂત બનાવો, તેનાથી લીવર સ્વસ્થ રહેશે
  • દિનચર્યામાં ઝડપી ચાલનો સમાવેશ કરો (લાંભી ફલાંગે ચાલો)
  • હેપેટાઇટિસ સી માટે નિયમિતપણે તમારી જાતની તપાસ કરાવો (રેગ્યુલર બોડી ચેકઆઉટ કરાવો)
  • વજનમાં વધારો ન થવા દો

જમતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

  • ખાંડવાળા અને ચીકણા ખોરાક અને પીણાંથી દૂર રહો
  • ફ્રી શુગર બિલકુલ ન લો
  • ખોરાકમાં થોડી હળદરનો ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરો
  • બ્લેક કોફીનો ઉપયોગ કરવો વધુ સારો વિકલ્પ છે
  • મોસમી ફળો અને શાકભાજી ખાવાનો આગ્રહ રાખો

આ રીતે રાખો લીવરનું ખાસ ધ્યાન - લીવર એ આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. મગજ પછી તે બીજું સૌથી જટિલ અંગ છે, કારણ કે તે રોગપ્રતિકારક શક્તિ, પાચન અને ચયાપચય સહિત શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરે છે. હેપેટાઈટીસ બી અને હેપેટાઈટીસ સી અને અન્ય ઘણા કારણોસર લીવર ખરાબ રીતે પ્રભાવિત થાય છે.

યકૃતના સારા સ્વાસ્થ્ય માટે શું કરવું? - શરીરને હાઇડ્રેટેડ રાખો, નિયમિત સમયાંતરે પાણી પીતા રહો, તે કુદરતી ડિટોક્સિફાઇંગ એજન્ટ તરીકે કામ કરે છે અને લીવરને શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે

ખરાબ કોલેસ્ટ્રોલવાળા ખોરાકને છોડીને તંદુરસ્ત ચરબીવાળો ખોરાક ખાવાનું શરૂ કરો. અખરોટ, એવોકાડો અને ઓલિવ ઓઈલનું સેવન કરો લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી લીવરનું સ્વાસ્થ્ય સારું રહે છે. તમારા રોજિંદા આહારમાં પાલક, બ્રોકોલી ખાવાથી આ અંગ કુદરતી રીતે સાફ થઈ જાય છે

તમારા રોજિંદા આહારમાં ફળોના સેવનની માત્રામાં વધારો કરો, વિટામિનથી ભરપૂર ફળો ખાઓ, તો તે વધુ હિતાવહ રહેશે નિયમિત કસરત કરવાથી લીવરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X