For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગતના તાત માટે ખાસ સમાચાર, ખેડૂતોને લોન આપવા માટે હવે સેટેલાઈટનો ઉપયોગ થશે

જગતના તાત માટે ખાસ સમાચાર, ખેડૂતોને લોન આપવા માટે હવે સેટેલાઈટનો ઉપયોગ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ખેડૂતોને તરત લોન આપવા માટે હવે સેટેલાઈટનો ઉપયોગ થઈ રહ્યો છે. ચોથા નંબરની સૌથી મોટી બેંક આઈસીઆઈસીઆઈ બેંકે હવે ખેડૂતોને લોન આપવા માટે ટેક્નોલોજીનો સહારો લીધો છે. બેંક હવે ખેતરની તસવીર લઈ ખેડૂતોને લોન આપી રહી છે.

ખેતરેથી સેટેલાઈટથી લેવામાં આવેલી તસવીરોની મદદથી તેની નાણાકીય સ્થિતિનો પતો લગાવવામાં આવી રહ્યો છે. બેંકનું કહેવું છે કે આ પગલાથી તેને ખર્ચ ઘટાડવામાં મદદ મળી છે. આ ઉપરાંત લોનની મંજૂરીમાં પણ ઓછો સમય લાગી રહ્યો છે. ભારતમાં આવા પ્રકારની પહેલ કરતા આઈસીઆઈસીઆઈ બેંક પહેલી બેંક છે. વૈશ્વિક સ્તરે પણ અમુક જ બેંકો ખેડૂતોને લોન આપવા માટે આા પ્રકારની સુવિધાનો ઉપયોગ કરી રહી છે.

500થી વધુ ગામમાં સેટેલાઈટ ડેટાનો ઉપયોગ શરૂ થયો

500થી વધુ ગામમાં સેટેલાઈટ ડેટાનો ઉપયોગ શરૂ થયો

icici બેંકે પોતાના નિવેદનમા કહ્યું કે ખેડૂતોની લોન પાત્રતાનું આંકલન કરવા માટે બેંક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટની મદદથી સેટેલાઈટ ડેટા ઈમેજરીનો ઉપયોગ કરશે. આ ડેટાથી ભૂમિ, સિંચાઈ, પાક પદ્ધતિ સાથે જોડાયેલા પેરામીટર્સનું આંકલન કરી શકાશે. આની સાથે જ ખેડૂતોને લોન આપવાનો ફેસલો જલદી કરવા માટે ડેમોગ્રાફિક અને ફાઈનાન્શિયલ પેરામીટર્સના કોમ્બિનેશનમાં ઉપયોગ કરવામા આવી શકે છે. બેંકે કહ્યું કે સેટેલાઈટ ડેટાથી ખેડૂતોના ક્રેડિટ અસેસમેન્ટ અમુક દિવસોમાં જ કરી શકાશે, જેમાં મહત્તમ 15 દિવસ લાગે છે. એમ પણ કહ્યું કે બેંક પાછલા કેટલાક મહિનાથી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના 500થી વધુ ગામમાં સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંકની યોજના આ પહેલને જલદી જ દેશના 63000થી વધુ ગામમાં વિસ્તારિત કરવાની છે.

લોન લેનારા ખેડૂતની ક્ષમતા જાણી શકાશે

લોન લેનારા ખેડૂતની ક્ષમતા જાણી શકાશે

આ ઈનોવેટિવ ટેક્નોલોજીથી એવા ખેડૂતોને પોતાની પાત્રતા વધારવામાં મદદ મળશે જેમણે પહેલેથી જ લોન લઈ રાખી છે, જ્યારે નવી લોન લેનારા ખેડૂતોને લોન સુધી પહોચવું સરળ રહેશે. એટલું જ નહિ આ પહેલ માટે બેંકે એગ્રી ફિનટેક કપનીઓ સાથે હાથ મિલાવ્યો છે, જેનું સ્પેસ ટેક્નોલોજી અને વેધર ઈન્ફોર્મેશનના કોમર્શિયલ ઉપયોગમા સ્પેશિયલાઈઝેશન છે. સેટેલાઈટ ઈમેજરીથી કૃષિ ભૂમિથી જોડાયેલ વિવધ ડિટેલ્સને કોન્ટેક્ટલેસ રીતે ટ્રેક કરી શકાશે. સામાન્ય રીતે આના માટે ગ્રાહક અથવા બેંકના પ્રતિનિધિએ ખુદ જઈ જમીનની લોકેશન, સિંચાઈનું સ્તર, પાકની ગુણવત્તાની પેટર્ન વગેરે પેરામીટર્સનું આંકલન કરવા માટે ખુદ જવું પડે છે, ત્યારે છેક ખેડૂતના ભવિષ્યની આવકનું અનુમાન લાગે છે. આ ટેક્નોલોજીમાં લોન આપવા માટે ખેડૂતની ક્ષમતાનો પતો લગાવી શકાય છે.

જલદી જ લોનની મંજૂરી મળશે

જલદી જ લોનની મંજૂરી મળશે

આઈસીઆઈસીઆઈ બેંકના કાર્યકારી ડાયરેક્ટરે કહ્યું કે સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરવાથી બેંકના ખર્ચમાં ઘટાડો થશે. આની સાથે જ લોનની મંજૂરીમાં લાગતા સમયમાં પણ ઘટાડો આવશે. તેમણે કહ્યું કે આ ટેક્નોલોજીના ઉપયોગથી થોડા દિવસોમાં જ લોન મજૂરી થઈ રહી છે. સામાન્ય રીતે લોન મંજૂર થવામાં 15 દિવસનો સમય લાગી જાય છે. બેંક તરફથી ઉપયોગ કરાઈ રહેલ પ્રમુખ સેટેલાઈટ ડેટામાં પાછલા વર્ષના વરસાદના તાપમાનના ડેટા, પાછલા વર્ષની માટીમાં નમીનું સ્તર, જળસ્તરની ઉપલબ્ધતા, પાક લણણીના ટ્રેન્ડ વગેરે સામેલ છે. આ ઉપરાંત પાકનું સ્વાસ્થ્ય અને ઉત્પાદન, કૃષિ ભૂમિની લોકશન, જમીનની બાઉન્ડ્રી, નજીકના ગોડાઉન અને મંડીને પણ સેટેલાઈટ ઈમેજરીથી મોનિટર કરવામાં આવી રહી છે.

IPL 2020: 5મી વાર ખિતાબ જીતી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, આ રહ્યા 4 મુખ્ય કારણIPL 2020: 5મી વાર ખિતાબ જીતી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, આ રહ્યા 4 મુખ્ય કારણ

English summary
ICICI bank started using satellite imagery to provide loan to farmer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X