For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં ઘઉંનુ ઉત્પાદન ગયા વર્ષના મુકાબલે 3% ઘટ્યુ, 2014 પછી પહેલી વાર ઘટાડો, જાણો કેમ?

આ વર્ષે ઘઉંનુ ઉત્પાદન લગભગ 3 ટકા ઘટીને 106 મિલિયન ટન થઈ જશે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય કૃષિ મંત્રાલયના ગુરુવાર(19 મે)ના રોજ જાહેર કરેલ ખાદ્ય ઉત્પાદનના ત્રીજા અગ્રિમ અનુમાનથી જાણવા મળે છે કે આ વર્ષે ઘઉંનુ ઉત્પાદન લગભગ 3 ટકા ઘટીને 106 મિલિયન ટન થઈ જશે. દેશમાં ઘઉંના ઉત્પાદનમાં 2014-15 બાદ પહેલો ઘટાડો જોવા મળશે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કહ્યુ કે ગયા વર્ષના 109.59 મિલિયન ટનના ઉત્પાદનની સરખામણીમાં આ વર્ષે ભારતનુ ઘઉંનુ ઉત્પાદન ત્રણ ટકા ઘટીને 106.41 મિલિયન ટન થવાની સંભાવના છે. વર્ષ 2020-21માં ઘઉંનુ ઉત્પાદન રેકૉર્ડ 109 મિલિયન ટન થયુ હતુ.

આખરે કેમ ઘઉંના ઉત્પાદનમાં થયો ઘટાડો

આખરે કેમ ઘઉંના ઉત્પાદનમાં થયો ઘટાડો

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ઘઉંના ઉત્પાદમાં થયેલા ઘટાડા પાછળ હવામાન અને વધતી ગરમીને જવાબદાર ગણાવી છે. સરકારે કહ્યુ, ઘણા ઘઉં ઉગાડતા રાજ્યોમાં ધોમધખતી ગરમીએ ઉત્પાદનમાં 20 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.જેનાથી સરકારને સતત પાંચ વર્ષના રેકૉર્ડ પાક પબાદ ઠંડીઓના પોતાના અનુમાનોને ઘટાડવાની સંભાવના છે.સરકારના ચાર ત્રિમાસિક અંદાજમાંથી ત્રીજામાં ઘઉંનુ ઉત્પાદન આ મહિનાની શરૂઆતમાં સરકારના 105 મિલિયન ટનના કામચલાઉ અંદાજ કરતાં 1.41 મિલિયન ટન વધુ હોવાનુ દર્શાવવામાં આવ્યુ છે. બીજી તરફ ગુરુવારના ડેટા દર્શાવે છે કે ઉત્પાદન હજુ પણ ફેબ્રુઆરીના 111.32 મિલિયન ટનના અંદાજ કરતાં લગભગ 5% ઓછુ રહેશે.

ભારતે હાલમાં જ ઘઉંની નિકાસ પર લગાવ્યો હતો પ્રતિબંધ

ભારતે હાલમાં જ ઘઉંની નિકાસ પર લગાવ્યો હતો પ્રતિબંધ

ભારતે તાજેતરમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે 13 મેના રોજ કહ્યુ હતુ કે, 'તે તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિદેશી સરકારની વિનંતી પર સરકાર દ્વારા મંજૂર કરાયેલા અનાજ સિવાયના તમામ ખાદ્ય અનાજના વિદેશી વેચાણને સ્થગિત કરી રહ્યુ છે.' યુક્રેન યુદ્ધને કારણે સર્જાયેલી અછતને કારણે વિશ્વ શિપમેન્ટ માટે ભારત પર નિર્ભર હતુ. વિશ્વની કુલ ઘઉંની નિકાસમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો લગભગ ત્રીજા ભાગનો છે.

દેશમાં ચોખાનુ કેટલુ થશે ઉત્પાદન

દેશમાં ચોખાનુ કેટલુ થશે ઉત્પાદન

ચોખાનું ઉત્પાદન 2021-22 પાક વર્ષ (જૂન થી જુલાઈ) માં 4.2% વધીને 129.66 મિલિયન ટન થવાનો અંદાજ છે. જે અગાઉના વર્ષમાં 124.37 મિલિયન ટન હતુ. ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં 2021-22માં દેશનુ કુલ અનાજ ઉત્પાદન 314.51 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. જે ગત વર્ષ કરતા લગભગ 5 ટકા વધુ છે. ગયા વર્ષે પાક 310.74 મિલિયન ટન હતો જે એક રેકોર્ડ છે.

દાળોનુ કેવુ રહેશે ઉત્પાદન

દાળોનુ કેવુ રહેશે ઉત્પાદન

એક અન્ય મુખ્ય વસ્તુ દાળો,ગયા વર્ષના 25.46 મિલિયન ટનના ઉત્પાદનની સામે 8% વધીને 27.75 મિલિયન ટન થવાનો અંદાજ છે જો કે, અનાજ એક વર્ષ અગાઉના સમયગાળામાં 51.32 મિલિયન ટનથી નજીવો ઘટીને 50.70 મિલિયન ટન થવાની ધારણા છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે બિન-ખાદ્ય પાકોમાં કપાસનુ ઉત્પાદન 31.54 મિલિયન ગાંસડી (દરેક 170 કિગ્રા) થવાનો અંદાજ છે. જે ગયા વર્ષના 35.24 મિલિયન ગાંસડી કરતા ઓછુ છે.

English summary
India wheat production: Centre says Wheat output to dip 3% over last year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X