10 દિવસ રહેશે ચતુર્ગ્રહી યોગ, જાણો શું કરવું અને શું નહિં

Posted By:
Subscribe to Oneindia News

ગતિમાન રહેવું એ ગ્રહોની નિયતી છે. તેમના ગતિમાન રહેવાથી માત્ર મનુષ્યો જ નહિં બલ્કે પ્રકૃતિના કણ-કણને તેની અસર થાય છે. પોતાની ગતિને કારણે ઘણી વાર રાશિચક્રની કોઈ એક જ રાશિમાં એકથી વધુ ગ્રહો ભેગા થઈ જાય છે. જેને કારણે શુભ કે અશુભ પ્રભાવ દરેક મનુષ્ય, પ્રાણી અને પંચ મહાભૂતો પર પડે છે. એકથી વધુ ગ્રહોની યુતીનું પરિણામ કે અસર એ ગ્રહોની પોતાની મૈત્રી અને શત્રુતા પર આધાર રાખે છે. જો સાથે ભેગા થનારા ગ્રહો એક-બીજાના મિત્ર છે તો સારુ પરિણામ આવે છે, પણ જો અલગ-અલગ સ્વભાવના ગ્રહ સાથે આવે તો તેની તમામ રાશિઓ પર ખરાબ અસર પડે છે.

28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ચતુર્ગ્રહી યોગ

28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ચતુર્ગ્રહી યોગ

આ મહિને ચાર ગ્રહ એક જ રાશિમાં ભેગા થઈ રહ્યા છે. આ ચાર ગ્રહો છે સૂર્ય, બુધ, શુક્ર અને કેતુ. આ પ્રકાર એ ચારે ગ્રહ મકર રાશિમાં યુતિ કરી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગ કેટલી રાશિઓ માટે શુભ રહેશે, પણ કેટલીક રાશિઓ માટે તે ખરાબ રહેશે. આ ચતુર્ગ્રહી યોગ 28 જાન્યુઆરીએ બુધની મકર રાશિમાં પ્રવેશની સાથે પ્રારંભ થશે અને 6 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. એટલે કે 10 દિવસો સુધી આ યોગ તમામ રાશિઓને અસર કરશે.

10 દિવસ કરશે અસર

10 દિવસ કરશે અસર

કેતુ પહેલાથી જ મકર રાશિમાં ચાલી રહ્યો છે. ત્યારબાદ 13 જાન્યુઆરીએ શુક્ર મકરમાં પ્રવેશ કરશે અને 14 જાન્યુઆરીએ સૂર્યનું મકર રાશિમાં ગોચર થશે. ત્યારબાદ જ્યારે 27 જાન્યુઆરીની રાત્રે 3. 03 વાગ્યે જેમ બુધ મકર રાશિમાં આવશે, ચતુર્ગ્રહી યોગ શરૂ થઈ જશે. યોગની સમાપ્તિ 6 ફેબ્રુઆરીએ શુક્રની મકરથી નીકળી કુંભમાં જવાની સાથે આ રીતે 10 દિવસ આ યોગની અસર રહેશે.

સિંહ, મિથુન, કન્યા, તુલા અને વૃષભ રહે સાવધાન

સિંહ, મિથુન, કન્યા, તુલા અને વૃષભ રહે સાવધાન

સૂર્ય, બુધ, શુક્ર અને કેતુની મકર રાશિમાં યુતિને કારણે આ ગ્રહો સાથે જોડાયેલા લોકોને વધુ અસર થશે. તેમાં સૂર્યની રાશિ સિંહ, બુધની રાશિ મિથુન અને કન્યા, શુકની રાશિ તુલા અને વૃષભ. આ પાંચે રાશિના જાતકો માટે આ 10 દિવસ કેટલાક મુદ્દાઓમાં સાચવીને રહેવાની જરૂર છે. ખાસ કરીને જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેઓ આ 10 દિવસ દરમિયાન કોઈ પણ મોટુ રોકાણ અને કાર્યનો વિસ્તાર કરવાથી બચે.

આ યોગની આડ અસરો

આ યોગની આડ અસરો

તુલા અને વૃષભ રાશિનો સ્વામી શુક્ર ચતુર્ગ્રહી યોગમાં શામેલ છે, પરિણામે આ દરમિયાન આ રાશિના લોકોએ કામ-વાસના પર નિયંત્રણ રાખવું. સામાજીક અને કૌટુંબિક રીતે અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડશે. સૂર્યની અસરને કારણે માન-સન્માન ઘટશે. આળસ વધશે. આંખ અને હાડકાને લગતા રોગો થઈ શકે છે.

મકર રાશિને શું ફળ મળશે

મકર રાશિને શું ફળ મળશે

જો કે મકર રાશિમાં આ ચાર ગ્રહોની યુતી થઈ રહી છે તો સ્વાભાવિક છે કે આ રાશિના જાતક તેનાથી પ્રભાવિત થશે, પણ સારી વાત એ છે કે આ રાશિ પર કોઈ ખરાબ પરિણામ દેખાતુ નથી. જો કે સૂર્યથી સન્માન, બુધથી બૌદ્ધિક કૌશલ અને શુક્રથી ધનલાભનો સંકેત મળી રહ્યો છે. મકર રાશિના જાતકો આ 10 દિવસમાં કોઈ શુભ સમાચાર મેળવશે. આર્થિક સંપન્નતાના માર્ગે આગળ વધશો. અન્ય રાશિના જાતકો માટે મિશ્રિત અસરો થશે. તેમની માટે આ ચતુર્ગ્રહી યોગ સામાન્ય રહેશે.

ઉપાય

તમામ રાશિના જાતકોએ ચતુર્ગ્રહી યોગ દરમિયાન સૂર્ય, ગણેશ અને લક્ષ્મીની આરાધના કરવી જોઈએ.

English summary
In 2018, Mars will transit in the house of income on January 28, Due to the fast speed of the Moon, it takes approximately 2 and half days to transit a sign. The moon will keep on moving with this speed through Aries to Pisces throughout the year.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.