જ્યોતિષ મુજબ જાણો ગર્ભધારણ માટે યોગ્ય સમય

Posted By:
Subscribe to Oneindia News

જે ઘરમાં બાળકની કિલકારીઓ ન હોય તે ઘર સુનું મનાય છે. ઘર હંમેશા હર્યુ ભર્યુ રહે તે માટે દરેક દંપતિને બાળકની ઈચ્છા હોય છે. આજે જાણીશું કે, ગર્ભ ઉપનિષદમાં જે પ્રમાણે ઉલ્લે કર્યો છે તે મુજબ સંતાનના જન્મ માટે કયા દિવસે ગર્ભધારણ કરવું શુભ મનાય છે અને કયા દિવસે ગર્ભ ધારણ અશુભ મનાય છે.ગર્ભ સંસ્કાર પ્રમાણે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ ચારેય ગર્ભ ધારણ કરવા માટે શુભ મનાય છે. રવિવાર, મંગળવાર અને શનિવાર આ ત્રણે દિવસોમાં પતિ-પત્નીએ ગર્ભ ધારણ કરવા માટે શારીરિક સંબંધ બાધવો નહિં. કારણકે સૂર્ય, મંગળ અને શનિ ગ્રહ જ્યોતિષ શાસ્ત્રમાં પાપી ગ્રહ મનાય છે. આ દિવસોમાં ગર્ભધારણથી પ્રાપ્ત થતી સંતાન શુભ નથી મનાતી.

pregnant


સોમવાર: સોમવારનો માલિક ચંદ્ર છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચંદ્ર શુભ મનાય છે. મન અને લાગણીઓ બંને સાથે જોડાયેલી દરેક ચીજો પર ચંદ્રનો અધિકાર ગણાય છે. સોમવાર ભગવાન શંકરનો દિવસ મનાય છે. જેનાથી બાળક માનસિક રીતે મજબૂત, શાંત અને પ્રતિભાશાળી જન્મે છે.

મંગળવારઃ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ પાપી ગ્રહ મનાય છે. મંગળ અગ્નિ તત્વ ધરાવે છે. જે ગુસ્સાનું સ્વરૂપ દર્શાવે છે. આ દવસે ગર્ભ ધારણ કરવાથી બાળક ક્રોધી, ઘમંડી, કોઈની સાથે વાત ન કરનારું અને હિંસક સ્વભાવનું જન્મે છે.

બુધવાર: બુધ ગ્રહ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુભ મનાય છે. જો કોઈ બાળકોની બૌધ્ધિક ક્ષમતા સારી છે તો તે બધાને પોતાના તરફ આકર્ષિ શકે છે. પણ જો બાળક માનસિક રીતે નબળુ હોય તો તે લોકોમાં પ્રિય થઈ શકતુ નથી. જો તમે ઈચ્છતા હોવ કે તમારું બાળક બૌધ્ધિક અને પ્રતિભાશાળી હોય તો બુધવારના દિવસે ગર્ભધારણ કરવું.

ગુરુવાર: ગુરુવાર શુભ દિવસોની શ્રેણીમાં આવે છે. ગુરુ બધાને શિક્ષા અને જ્ઞાન આપે છે, બીજાની મદદ કરે છે. આ ગ્રહ સંવેદનાઓથી ભરપૂર ગ્રહ છે. જો તમે ઈચ્છો કે તમારું બાળક માતા-પિતાની સેવા કરે, બધાની લાગણીઓને સમજે અને તેમને માન આપે. તો ગુરુવારે ગર્ભ ધારણ કરવું.

શુક્રવાર: શુક્ર ભૌતિક સુખ-સંપદા અપાવનારો ગ્રહ છે. આ ગ્રહ શુભ ગ્રહની શ્રેણીમાં આવે છે. શુક્રવારના દિવસે ગર્ભ ધારણ કરવું ઉત્તમ મનાય છે. શુક્રવારના દિવસે જન્મનારી સંતાનો પોતાના જીવનમાં નામ કમાય છે. ફિલ્મી દુનિયા, ગાયક, નાટ્ય, કલા વગેરે ક્ષેત્રે આ બાળક ઉંચા મુકામ હાંસલ કરે છે. આવા બાળકો સ્ત્રીઓના પ્રિય મનાય છે અને કુટુંબને સાથે રાખીને ચાલે છે.

શનિવાર: શનિવારે ભૂલીને પણ ગર્ભ ધારણ કરવું નહિં. જ્યોતિષ પ્રમાણે આ ગ્રહ પાપી ગ્રહ મનાય છે. આ દિવસે ગર્ભ ધારણ કરવાથી સંતાન રોગી અને નકારાત્મક વિચારો વાળી જન્મે છે. તેમના દરેક કામોમાં અડચણો આવે છે. શિક્ષણ, નોકરી, છોકરી, લગ્ન અને ભૌતિક સુખ બધુ મોડેથી જ મળે છે.

રવિવાર: રવિવાર સૂર્ય ભગવાનનો દિવસ છે. સૂર્યથી જ પૃથ્વીના તમામ જીવનોનું અસ્તિત્વ છે. યોગ્ય સંતાન પ્રાપ્તિ માટે રવિવાર શુભ ગણાય છે. પરંતુ રવિવારે ગર્ભ ધારણ કરવું શુભ નથી. જ્યોતિષ પ્રમાણે સૂર્ય એક પાપી ગ્રહની શ્રેણીમાં આવે છે. આ દિવસે ગર્ભ ધારણ કરેલી સંતાન ઈર્ષાળુ, ક્રોધી અને ઝગડાળું જન્મે છે. તેના સ્વભાવમાં હંમેશા ઉગ્રતા રહે છે. સ્વભાવે જીદ્દી હોય છે. પરિણામે પતિ-પત્નીઆ આ દિવસે ગર્ભ ધારણ ન કરવું.

English summary
According to Vedic Astrology in a woman’s horoscope fifth house and its lord is consider for child birth and pregnancy. Read more about it here.
Please Wait while comments are loading...