For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી ક્રૂર ગ્રહ છે મંગળ, આપી શકે આવી તકલીફો

સૌથી ક્રૂર ગ્રહ મંગળથી બચવા માટે અપનાવો આ તરકીબો

|
Google Oneindia Gujarati News

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૌરમંડળના નવગ્રહોમાં મંગળ એક ક્રૂર ગ્રહ છે. મંગળ સીધો અને સાચી રીતે ચાલતો ગ્રહ છે, આ લાલ ગોળો એક પુરુષ ગ્રહ છે અને દક્ષિણ દિશાનો સ્વામી છે. પિત્ત પ્રકૃતિનો આ ગ્રહ અગ્નિ તત્વ પ્રધાન છે. જેનો પ્રભાવ શરીરના નાભિક્ષેત્ર પર થાય છે. મંગળ એ ધીરજ, સાહસ અને વીરત્વના ગુણોનો સ્વામી છે. આ ગ્રહ અનૈતિક પ્રેમનું પ્રતિનિધિત્વ પણ કરે છે.

આ ગ્રહ મધ્યમ ન રહી શકે

આ ગ્રહ મધ્યમ ન રહી શકે

આ ગ્રહની મુખ્ય વિશેષતા એ છે કે આ ગ્રહ મધ્યમ ન રહી શકે. આ ગ્રહની અશુભતા અને શુભતા ઉચ્ચ કોટીની હોય છે. વાસ્તવમાં મંગળ ક્રૂર પણ નથી અને સૌમ્ય પણ નથી, પરંતુ મંગળ સારો કે ખરાબ હવો કુંડલીના સ્વરૂપ પર નિર્ભર કરે છે. તો આવો જાણીએ કુંડલીમાં મંગળથી બનતા શુભ અને અશુભ યોગ આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે.

મંગળ અને ભવન યોગ

મંગળ અને ભવન યોગ

  • લગ્નેશ ચતુર્થ ભાવમાં સ્થિત હોય અને ચતુર્થેશ લગ્નમાં સ્થિત હોય તથા મંગળ બળવાન હોય તો ભવન યોગ બને છે.
  • જો ચતુર્થેશ કોઈ શુભ ગ્રહોની સાથે યુતિ કરી કેન્દ્ર કે ત્રિકોણ ભાવમાં સ્થિત હોય તથા મંગળ સ્વગ્રહી ઉચ્ચ રાશિસ્થ મિત્ર ગ્રહ હોય તો આ યોગ બને છે. એવામાં જાતકોએ પોતાના પરિશ્રમથી નિર્મિત ભવન ઉત્તમ હોય છે અને ભવનમાં સમસ્ત પ્રકારની સુખ સુવિધાઓ હોય છે.
  • ચતુર્થ ભાવમાં જો ચન્દ્રમા અને શુક્ર સ્થિત હોય અથવા ચતુર્થ ભાવમાં કોઈ ઉચ્ચ રાશિગત ગ્રહ સ્થિત હોય તથા મંગળ બળવાન હોય તો એવામાં જાતક મોટા બંગલા કે મહેલોનો એકમાત્ર સ્વમી હોય છે.
  • જો ચતુર્થ કેન્દ્ર કે ત્રિકોણમાં સ્થિત હોય તથા મંગળ પૂર્ણ બળવાન હોય તો ભવન યોગ પ્રબળ થઈ જાય છે.
  • જો સુખેશ, દશમેશની સાથે કેન્દ્ર કે ત્રિકોણ ભાવમાં સ્થિત હોય તથા મંગળ સ્વગ્રહી અને ઉચ્ચ રાશિસ્થ હોય તો જાતકની પાસે ઉત્તમ શ્રેણીનો ભવન હોય છે.
  • જો ચતુર્થ અને લગ્નેશ બંને ચતુર્થ ભાવમાં સ્થિત હોય તો એવા જાતકોને અચાનક ભવનની પ્રાપ્તિ થાય છે.
  • નપુંસક યોગ

    નપુંસક યોગ

    • જો મંગળ વિષમ રાશિ તથા સૂર્ય સમાન રાશિમાં સ્થિત હોય અને પરસ્પર દ્રષ્ટ યુક્ત હોય તો નપુંસક યોગ બને છે.
    • જો ચંદ્ર સમ અને બુધ કોઈ વિષમ રાશિમાં સ્થિત હોય અને મંગળની બંને પર દ્રષ્ટિ હોય તો નપુંસક યોગ બને છે.
    • જો ચન્દ્રમા શનિની સાથે અને મંગળ ચતુર્થ કે દશમ ભાવમાં સ્થિત હોય તો પણ જાતક સંભોગમાં સ્ત્રીને સંતુષ્ટ નથી કરી શકતો.
    • જો તુલા રાશિના ચન્દ્રને મંગળ, સૂર્ય કે શનિ પૂર્ણ દ્રષ્ટિથી જુએ છે તો નપુંસક યોગ બને છે.
    • જો શનિ મિથુન કે કન્યા રાશિનો ષષ્ટેશ થઈને મંગળની સાથે સ્થિત હોય તો જાતક નપુંસક હોય છે પરંતુ જો સ્ત્રીની કુંડલીમાં આ યોગ હોય તો સ્ત્રી નપુંસક નથી હોતી.
    • મંગળ અને મૃત્યુ તુલ્ય યોગ

      મંગળ અને મૃત્યુ તુલ્ય યોગ

      • જો ચતુર્થ ભાવમાં સૂર્ય અને મંગળ સ્થિત હોય, શનિ દશમા ભાવમાં સ્થિત હોય તો અપેન્ડિક્સથી મૃત્યુ થઈ શકે છે.
      • જો દ્વિતીય સ્થાનમાં શનિ, ચતુર્થ સ્થાનમાં ચન્દ્રમા અને દશમા સ્થાનમાં મંગળ સ્થિત હોય તો જાતકને ઘાવ કે ઈજા પહોંચે છે જે જાતકના મૃત્યુનું કારણ બની શકે છે.
      • જો દશમા ભાવમાં ચન્દ્રમા, સાતમા ભાવમાં સૂર્ય તથા ચોથા ભાવમાં મંગળ સ્થિત હોય તો અપવિત્ર સ્થાનમાં મૃત્યુ થાય છે.
      • જો દશમા ભાવમાં સૂર્ય તથા ચોથા સ્થાનમાં મંગળ સ્થિત હોય તો જાતકનું મૃત્યુ વાહન કે હથિયરથી થઈ શકે છ.
      • નિર્વંશીના વિભિન્ન યોગ

        નિર્વંશીના વિભિન્ન યોગ

        • જો લગ્નમાં મંગળ આઠમા સ્થાનમાં શનિ સ્થિત હોય તથા પાંચમા ભાવમાં સૂર્ય સ્થિત હોય તો એવા જાતકોની વંશ વૃદ્ધિ નથી થતી.
        • લગ્નેશથી યુક્ત મંગળ આઠમા સ્થાનમાં સ્થિત હોય અને પંચમેશ ક્રૂર ગ્રહના ષષ્ઠાંગમાં સ્થિત હોય તો નિર્વંશી યોગ બને છે.
        • જો કોઈ સ્ત્રીની કુંડલીમાં શનિ-મંગળ છઠ્ઠા ભાવમાં અથવા ચોથા ભાવમાં સ્થિત હોય તો આવી સ્ત્રી ગર્ભ ધારણ કરવા યોગ્ય નથી હોતી.
        • સર્પ યોગ

          સર્પ યોગ

          • જો જાતકની કુંડલીમાં લગ્નેશ રાહુથી યુત હોય તથા પંચમેશ મંગળથી યુત હોય, કારક ગુરુ રાહુથી યુત હોય તો સર્પ શ્રાપથી સંતાનને હાની પોહંચે છે.
          • જો જન્મકુંડલીમાં મંગળના અંશમાં મંગળથી યુથ પંચમેશ બુધ હોય અને લગ્નમાં રાહુ હોય તો સર્પના શ્રાપથી સંતાનને નુકસાન પહોંચી છે.
          • પાંચમા ભાવમાં સૂર્ય, શનિ, મંગળ, રાહુ, બુધ સ્થિત હોય અને પંમેશ તથા લગ્નેશ નિર્બળ હોય તો સર્પના શ્રાપથી સંતાનને નુકસાન પહોંચે છે. આ પણ વાંચો-મંગળ હોય નબળો તો કરો આ ઉપાય

English summary
The aggressive planet of Mars is ruled by Fire, and is also called as the Agni Soochak. In many references in Vedic Astrology, Mars is also addressed as the Bhoomi Putra – the son of the mother Earth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X