બ્રેકઅપ થયા પછી શું તમે નવા સંબંધમાં જોડાવવા તૈયાર છો?

Posted By:
Subscribe to Oneindia News

તમે કેવી રીતે જાણશો કે તમે કોઈ સાથે સંબંધમાં જોડાવવા ઈચ્છો છો કે એકલા રહેવા ઈચ્છો છો? આ જાણવા માટેની ખાસ કોઈ રીત નથી. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમે બ્રેકઅપમાંથી પસાર થયા હોવ. સંબંધો તૂટ્યા બાદ સંબંધો પર ફરી વિશ્વાસ કરવો ઘણો અઘરો હોય છે. પરિણામે આપણે હંમેશા લાંબા સમય સુધી કોઈ સંબંધમાં બંધાવું પસંદ કરતા નથી. કેટલાક લોકો માટે બ્રેકઅપનો આ ગાળો એટલો તકલીફ દાયક હોય છે કે તેમાંથી બહાર આવવું તેમના માટે અઘરું હોય છે, જયારે કેટલાક લોકો એવા હોય છે કે એક સંબંધ તૂટ્યા બાદ તરત જ બીજા સાથે જોડાઈ આગળ વધી જાય છે.

Read also:જ્યોતિષ શું કહે છે? શું તેવું જે તમારામાં છે "ખાસ"

તમે કેવી રીતે જાણશો કે તમે કોઈ વ્યકિત સાથે સંબંધમાં બંધાવવા તૈયાર છો? કે પછી કેવો વ્યક્તિ તમારા જીવન માટે યોગ્ય છે. આ તમામ સવાલો જાણવામાં જ્યોતિષ તમારી કેવી રીતે મદદ કરી શકે છે તે અમે તમને જણાવશું. તમારી રાશિ કેટલાક સંકેતો અને ચિન્હો જણાવે છે કે, જેને આધારે તમે આ અંગે જાણી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર તમને કેટલીક મદદ પૂરી પાડે છે, જેને આધારે તમે તમારી રાશિને આધારે જાણી શકશો કે, તમે રીલેશનશીપમાં બંધાવા તૈયાર છો કે નહિં. અને કેવી રીતે બ્રેકઅપ બાદ તમારે નવા સંબંધો બનાવવા માટે તૈયાર થવાની જરૂર છે. વિગતવાર વાંચો અહીં.

મેષ

મેષ

તમે તમારી જાતે જ સંપૂર્ણ છો. તમારું જીવન પૂર્ણ છે અને તમે તમારા જીવનમાં ઘણા ખુશ છો. મજાની વાત તો એ છે કે, તમારા જીવનમાં મનોરંજન માટે પણ કોઈ કમી જણાતી નથી. તમને કોઈની જરૂર નથી. તમે કોઈના પર આધારિત રહેનારી વ્યકિત નથી. તમને ખુશ રહેવા માટે અન્ય કોઈના સાથની જરૂર નથી. તો ચિંતા નહીં કરો તેવા લોકો તમને શોધી લેશે જેને તમારી જરૂર છે.

વૃષભ

વૃષભ

તમે તમારું જીવન બીજા સાથે વહેંચવા સક્ષમ છો. એક વ્યકિત તમારું સંપૂર્ણ જીવન બની શકે છે. જેની સાથે તમે તમામ વસ્તુઓ વહેંચી શકો. તે માટે જરૂર છે કે તમે તમારા પાર્ટનરના મિત્રો, સંબંધિઓ, તેના વિચારો, પસંદ-નાપસંદ, રહેવાની રીત, ધાર્મિક આસ્થા વગેરેને સ્વીકારો. આ માટે જ્યારે તમારું મન તૈયાર થઈ જાય ત્યારે તમે નવા સંબંધમાં જોડાવા સક્ષમ છો.

મિથુન

મિથુન

તમે એવુ માનો છો કે, તમે નવા સંબંધોમાં જોડાવા કે વિચારવા માટે સક્ષમ છો, જો કે તમારી આ ધારણા તમારા માટે અનેક મુશ્કેલી ઉભી કરી શકે છે. જોખમ ભરેલા સંબંધોમાં પડવાથી બચજો. જ્યારે તમને લાગે કે સામે વાળી વ્યકિત તમારા માટે યોગ્ય છે, જે તમને સમજી શકે છે. ત્યારે માની લેવું કે તમે નવા સંબંધમાં જોડાવા તૈયાર છો.

કર્ક

કર્ક

જૂના સંબંધોમાં થયેલા બ્રેકઅપ બાદ તમે કોઈને પણ ભૂલી શકવા સમર્થ છો. તમારી રાશિ પ્રમાણે તમે જલ્દી જ કોઈ નવા સંબંધને અપનાવી શકો છો. તેમ છતાં તમે તમારી જૂની યાદોને વળગી રહેશો તો તમારા જીવનમાં કોઈ માટે જગ્યા રહેશે નહિં. ભૂતકાળમાંથી બહાર નીકળી નવા સંબંધ માટે પોતાને તૈયાર કરવું તમારા માટે ઘણે અંશે આસાન છે.

સિંહ

સિંહ

તમે વિના શર્તનો પ્રેમ મેળવવા ઝંખી રહ્યા છો. એ વાત સાચી કે તમે સારુ મેળવવાના હકદાર છો. શર્તો દ્વારા પ્રેમ કરનારા માટે તમારા જીવનમાં જગ્યા નથી. મનને મારી પ્રેમ કરવાનો કોઈ અર્થ નથી. સમય આવતા જે હશે તમારી સામે આવી જશે, તે માટે તમારે પ્રયત્નો કરવાની જરૂર નથી.

કન્યા

કન્યા

તમને એક આદર્શ સાથીની શોધ છે. તમે જાણો છો કે તે શક્ય નથી. તમારી અપેક્ષાઓ બધી જ શક્યતાઓની આડે આવી રહી છે. મન મોટુ રાખો અને જે રસ્તો સારો જણાય તેના પર ચાલવાનું શરૂ કરી દો.

તુલા

તુલા

તમે કોઈને પ્રેમ કરી શકો તો તે તમારી પોતાની જાત છે. રિલેશનશીપમાં જોડાવા માટે અનેક સમઝોતા કરવા પડે છે અને અનેક ગણી ધીરજ ધરવી પડે છે. જો તમે તમારી લાગણીઓને વહેંચવા તૈયાર હોવ ત્યારે માની લેવું કે તમે નવા સંબંધમાં જોડાઈ શકો છો.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમે તમારા દાયરામાં આરામદાયક જીવન જીવી રહ્યા છો. તમને તમારી જાત સાથે ઘણો પ્રેમ છે. તમે તમારા જીવનમાં અન્ય કોઈને સ્વીકારવા માટે પણ તૈયાર છો. જ્યારે તમને લાગે કે તમને મળનારી વ્યકિત તમારા માટે યોગ્ય છે, તે સમયે તે વ્યકિતને અપનાવવામાં તમને ઓછી મુશ્કેલી આવશે. તદ્દન જુદુ વ્યકિતત્વ ધરાવનારી વ્યકિત તમને જલ્દી ગમશે.

ધન

ધન

તમામ શક્યતાઓ માટે તમે તૈયાર છો, તેમ છતાં નવી શોધને માટે તમારામાં ખાસ ઉત્સુકતા નથી. સમય આવેને કોઈ મળે તેની રાહ જોઈને બેઠા છો. જો તમને કોઈ વ્યકિત માટે ખાસ લાગણી હોય તો આગળ વધો.

મકર

મકર

તમે જાણો છો કે, તમારા માટે કોણ મહત્વનું છે. તેમછતાં તમારા સ્વભાવને કારણે તમે ઝુકવા કે સમાધાન કરવા સક્ષમ નથી. તમે માનો છો કે તમે વધુ આકર્ષક છો. જ્યારે તમે વધુ પડતી અપેક્ષાઓ સાથે પાર્ટનરની શોધ પૂરી કરી શકો ત્યારે માનજો કે તમે એક મજબૂત સંબંધ માટે તૈયાર છો.

કુંભ

કુંભ

તમારી અપેક્ષાઓ બહું મોટી નથી. તમે તમારા સંબંધો માટે તમામ વાતોની જલ્દી હામી ભરી દો છો. એકલા રહેવા કરતા આગળ વધો. રિલેશનશીપ માટે ઘણું મોડું થઈ ગયું છે. વધુ વિચારવાનું છોડો અને કંઈ કરો.

મીન

મીન

તમને ખુશ રહેવા માટે બીજા કોઈની જરૂર નથી, તમે જાતે જ ખુશ રહી શકો છો. તમને એકલા રહેવાનો ડર નથી. તમે રચનાત્મક છો, તમારી કલ્પનાઓ સુંદર છે, તમે કળાનો ભંડાર છો, તેમ છતાં તમે તમારા જીવનમાં કોઈ અન્ય વ્યકિતને સામેલ કરવા માટે પોતાની જાતને તૈયાર કરી શકતા નથી.

English summary
Are you ready for relationship? Read here according to astrology
Please Wait while comments are loading...