આજથી ચૈત્ર નવરાત્રીનો આરંભ, જાણો કઈ રાશિઓ પર રહેશે માતાની ખાસ કૃપા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

18 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે નવરાત્રી રવિવારથી શરૂ થઈ રહી છે. જેથી માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. જે એક સારો સંયોગ છે.ઘટસ્થાપનાના દિવસ પ્રમાણે માતાની સવારી બદલાઈ જતી હોય છે. દરેક વર્ષે માતાનું વાહન જુદુ જુદુ હોય છે. આ વર્ષે માતાનું આગમન હાથી પર થઈ રહ્યુ છે. જે ધર્મ પ્રમાણે સારુ કહેવાય છે. આ વર્ષે નવરાત્રી કેટલીક રાશિઓ માટે ઘણી સારી છે, તેમના પર માતાની ખાસ કૃપા રહેશે, જેથી તેમને ક્યારેય ધનની કમી રહેશે નહિં.

astrology

મેષ

તમારા માટે આ વર્ષની નવરાત્રી ઘણી સારી રહેશે, તમને ધન લાભ થવાની શક્યતા છે જેથી આ વર્ષે માતા દુર્ગાની ખાસ પૂજા કરજો.

વૃષભ

વૃષભ રાશિના જાતકોને પણ ધનલાભ થવાની શક્યતા છે.તેમનું દેવું ઉતરી જશે અને પદ-પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.

મિથુન

પ્રેમ પ્રત્યે વધુ ઝુકાવ તમારા માટે સારો નથી. સ્ત્રીઓનું આરોગ્ય સારુ રહેશે, આ સમયે તેઓ ખુશ રહેશે. ધનલાભ થઈ શકે છે.

કર્ક

તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધાર્મિક યાત્રા કે કોઈ મનોરંજનના ઉદેશ્યથી યાત્રાનો યોગ બની રહ્યો છે. અટકેલા કામો આ સમયે પૂરાં થશે.

સિંહ

માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, રાજનીતિથી લાભ થશે. સરકારી કાર્યો પૂરાં થશે, પૈસા આવશે પણ ખર્ચ પણ થઈ જશે.

કન્યા

કુટુંબમાં મોટા વડિલોનું આરોગ્ય બગડી શકે છે. ધનનું આગમન રહેશે.

તુલા

તુલા રાશિના જાતકોને પદ-પ્રતિષ્ઠાથી લાભ થશે. નોકરી કરનારા જાતકોની પ્રતિષ્ઠા વધશે. કોઈ બગડેલું કામ થઈ જશે. શિક્ષણ અને સ્પર્ધામાં સફળતા મળશે.

વૃશ્ચિક

સ્ત્રીઓ આ સમયે પોતાની જવાબદારીને સમજે. ધન આગમન થશે પણ પાર્ટીઓમાં ખર્ચા વધુ થશે.

ધન

પ્રેમ સંબંધોમાં તમારી વાત મજબૂતાઈથી રજૂ કરી શકશો. સમારંભોમાં સન્માન મેળવશો. ધનની પ્રાપ્તિ થશે.

મકર

સંબંધિ દ્વારા તમને હાની થઈ શકે છે. તમને ધનલાભ પણ થશે.

કુંભ

ધન આવશે પણ ઝડપથી ખર્ચાઈ જશે. આરોગ્ય સારુ રહેશે. પ્રેમ બાબતે મદદની જરૂર પડશે.

મીન

નોકરીમાં ઉન્નતિ આવશે. કોઈને કોઈ નવા કાર્યની શરૂઆત કરશો. ધાર્મિક યાત્રા થઈ શકે છે. સરકારી કાર્યો પૂરાં થશે. ધનનું આગમન થશે.

English summary
Arrival of Maa Durga on Elephant in Chaitra Navratri 2018. Its Good For Aries, Libra and Pisces.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.