
લગ્નજીવન સુખી રહે તે માટે અપનાવો આ ટિપ્સ
લગ્નજીવનમાં ભાવિ વર-વધુની જન્મકુંડળી મેળવવાની પ્રથા હિંદુ સમાજમાં સદીઓથી ચાલી આવે છે. તેનો ઉદેશ્ય એ હોય છે કે બે અજાણ્યા લોકોના વિવાહ થઈ રહ્યા છો તે બંને માત્ર જોડાય જ નહિં પણ તેમનું લગ્નજીવન સુખી રહે. સાથે જ આ વિવાહ બંનેના પરિવાર માટે પણ સુખદ રહે. જો કે ઘણા ઓછા કિસ્સામાં જોવા મળ્યુ છે કે જન્મકુંડળી સારી રીતે મળી હોય છતાં પતિ-પત્ની વચ્ચે લડાઈ-ઝગડા, અનબન, વિવાદ, કે કૌટુંબિક વિવાદ ન થયો હોય. ઘણી વાર તો છૂટાછેડા સુધીની નોબત આવી જાય છે.
કુંડળીમાં દરેક ગ્રહ સારી રીતે મળવા જોઈએ
આવું ત્યારે બને છે જ્યારે કુંડળીના પ્રત્યેક ગ્રહોનુ સારી રીતે વિશ્લેષણ ન કરાયુ હોય અથવા બંનેનો મેળાપ જ એવો હોય કે તેઓ લગ્નજીવનમાં સુખી રહી જ ન શકે. કારણ ભલે કોઈ પણ હોય પણ વૈદિક જ્યોતિષમાં દરેક સમસ્યાનું સમાધાન છે. આવો જાણીએ જન્મ લગ્નને આધારે વિવાહમાં આવતી મુશ્કેલીઓથી કેવી રીતે છૂટકારો મેળવવો...

મેષ લગ્ન
પતિ કે પત્નીમાંથી જેનું પણ લગ્ન મેષ હોય તેમના દાંપત્યજીવનનો સુખ કારક ગ્રહ શુક્ર હોય છે. શુક્ર ખુશ અને સકારાત્મક રહેશે તો લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી નહિં આવે. સ્ત્રીઓ માતા પાર્વતીને સમર્પિત સિંદૂરથી પોતાની પાથી પૂરે. તેનાથી લગ્નજીવન સુખયમ બનશે.

વૃષભ લગ્ન
vઆ લગ્નમાં સ્ત્રી-પુરુષ માટે દાંપત્ય સુખનો કારક ગ્રહ મંગળ હોય છે. જેથી દાંપત્યજીવન સુખ-શાંતિ અને સામંજસ્યથી વિતે તે માટે વૃષભ લગ્નના સ્ત્રી પુરુષ લાલ કપડામાં વરિયાળી બાંધી બેડરૂમમાં રાખો અને દર અઠવાડિયાના મંગળવારે તેને બદલતા રહો. જૂની વરિયાળીને જળમાં પ્રવાહિત કરી દો.

મિથુન લગ્ન
મિથુન લગ્નના જાતકો માટે દાંપત્યજીવનના સુખનો કારક ગ્રહ ગુરુ હોય છે. જો લગ્નજીવનમાં અનબન ચાલી રહી છે તો ગુરુવારનું વ્રત કરો અને આ દિવસે એક ટાણું જમો. શિવલિંગ પર ચણાની દાળ અર્પણ કરવાથી સંકટ ટળે છે.

કર્ક લગ્ન
કર્ક લગ્નની કુંડળી વાળાને દાંપત્ય સુખનો કારક ગ્રહ શનિ હોય છે. કર્ક લગ્ન વાળા જાતકોના લગ્નજીવનમાં સતત મુશ્કેલી આવે છે. જેથી શનિવાર અને મંગળવારની સાંજે દંપતિ સાથે હનુમાનજીના દર્શન કરો. સાથે જ પતિએ હનુમાન ચાલિસાના પાઠ કરવા.

સિંહ
જે લોકોની કુંડળીમાં સિંહ લગ્ન છે, તેમનો લગ્નજીવન સુખ કારક ગ્રહ શનિ હોય છે. જેથી તેમનું લગ્નજીવન પણ સંકટભર્યુ રહે છે. વારંવાર ઝગડા થાય છે તો શનિ-પુષ્ય નક્ષત્રમાં નાવડીની ખીલ્લીથી બનેલ વીંટી આંગળીમાં ધારણ કરો. પતિ કે પત્નીમાંથી જેનો સિંહ લગ્ન તે જ તેને ધારણ કરે.

કન્યા
કન્યા લગ્ન વાળા જાતકોને દાંપત્ય સુખનો કારક ગ્રહ ગુરુ હોય છે. આ લગ્નના જાતકો કૌટુંબિક સુખ માટે ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરે. દર ગુરુવારે કેળાના ઝાડને જળ અર્પણ કરો. એકાદશીનું નિયમિત વ્રત કરો.

તુલા
આ લગ્નના જાતકો દાંપત્યસુખ માટે મંગળ ગ્રહને સુખ કરે. આ માટે નિયમિત મંગળવારનું વ્રત કરો. દરેક મંગળવારે એક ટાણું ભોજન કરો અને ભોજનમાં કોઈ ગળી વસ્તુ જરૂર શામેલ કરો. આ દિવસે શિવલિંગ પર લાલ ચંદન પાવડરનો લેપ કરી લાલ ફૂલ અર્પણ કરો.

વૃશ્ચિક લગ્ન
વૃશ્ચિક લગ્નની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગ્રહ શુક્ર હોય છે. જેથી શુક્રને ખુશ કરવા માટે એવી જગ્યાએ જાવ જ્યાં માછલી હોય અને આ માછલીને ગળ્યા ભાત ખવડાવો.

ધન લગ્ન
ધન લગ્નના દંપતિઓના જીવનમાં હંમેશા કોઈને કોઈ મુશ્કેલી આવી રહી છે. ધન લગ્ન માટે દાંપત્ય સુખનો કારક ગ્રહ બુધ છે. જેથી બુધવારને દિવસે ગણપતિને દુર્વા અર્પિત કરો. ગણપતિને ચણાના લોટમાંથી બનેલી મિઠાઈ ખવડાવો.

મકર લગ્ન
મકર લગ્નના જાતકો માટે દાંપત્ય સુખનો કારક ગ્રહ ચંદ્ર હોય છે. જો તમારુ લગ્નજીવન સુખી ન હોય તો ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરો. ચાંદીનું ચંદ્ર યંત્ર બનાવી ઘરના પૂજા સ્થાને મુકો અને દર પૂનમે તેને ગંગાજળનો અભિષેક કરો.

કુંભ લગ્ન
કુંભ લગ્ન માટે દાંપત્ય સુખનો કારક ગ્રહ સૂર્ય હોય છે. સૂર્યને ખુશ કરી લગ્નજીવનને સુખી બનાવી શકાય છે. જેની માટે નિયમિત ઉગતા સૂર્યને તાંબાના લોટાથી જળ અર્પણ કરો.

મીન
મીન લગ્નના સ્ત્રી-પુરુષોને દાંપત્ય સુખનો કારક ગ્રહ બુધ હોય છે. આ લોકોએ દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પૂજન બાદ ગાયને લીલું ઘાસ ખવડાવો.
આ પણ વાંચો: રાશિ મુજબ જાણો કોની સાથે થશે તમારી પાક્કી દોસ્તી