શ્રાદ્ધપક્ષમાં ભૂલથી પણ આ કામ ન કરો

Posted By:
Subscribe to Oneindia News

આ વર્ષે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને હિંદુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ જ આદરથી પોતાના પૂર્વજોને ખુશ કરવા મનાવવામાં આવે છે. શ્રાદ્ધનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું મનાય છે કે પિતૃપક્ષ દરમિયાન પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ દિવસો દરમિયાન એવા કામો કરવાથી બચો, જેનાથી તમારા પિતૃઓ નારાજ થાય અને તેનું પરિણામ તમારે ભોગવવું પડે.

પ્રાણીઓ અને પક્ષીઓને મારશો નહિં

પ્રાણીઓ અને પક્ષીઓને મારશો નહિં

14 દિવસ સુધી ચાલતા શ્રાદ્ધપક્ષ દરમિયાન ઘરની આસપાસ આવનારા જનાવરો અને પક્ષીઓને મારવાથી બચો. કારણ કે આપણે જાણતા નથી કે આપણા પિતૃઓ કયા રૂપે આપણને આશિર્વાદ આપવા આવશે. પરિણામે આ સમયે ઘરની આસપાસ આવનાર જાનવર કે પક્ષીને ભગાડવું કે મારવું નહિં.

શુભ કામ ન કરવા

શુભ કામ ન કરવા

શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ શુભ કામ કરવું નહિં. જેમકે કોઈ નવી વસ્તુની ખરીદી કે માંગલિક કામો કરવા નહિં. પિતૃપક્ષમાં આખો સમય પોતાના પિતૃઓને યાદ કરવા જોઈએ અને તેમનુ શ્રાદ્ધ કરવું જોઈએ. ઘણા લોકોને આ વિશે ખબર હોતી નથી અને તેઓ પોતાના ઘરમાં નવી વસ્તુઓ લઈ આવે છે, જે યોગ્ય નથી.

ધાબા પર રાખો પાણી ભરેલું વાસણ

ધાબા પર રાખો પાણી ભરેલું વાસણ

આમ તો તમારે દરરોજ ધાબા પર જમવાનું અને પાણી મુકવું જોઈએ. પણ જો તમે તેમ ન કરી શકો તો શ્રાદ્ધ દમિયાન જરૂર કરો. જેથી તમારા પૂર્વજો અને પક્ષીઓની ભૂખ અને તરસ છીપાય. કારણ કે એવું કહેવાય છે કે આ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપે તમારી પાસે આવે છે.

કાળા તલનો ઉપયોગ

કાળા તલનો ઉપયોગ

શ્રાદ્ધપક્ષમાં હિંદુ સમાજના લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે, જે શુભ મનાય છે. પિતૃપક્ષ દરમિયાન માત્ર કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ દરમિયાન કાળા તલથી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે.

આ ચીજો ખાવી નહિં

આ ચીજો ખાવી નહિં

પિતૃપક્ષ દરમિયાન આ ચીજો ખાવી નહિં જેવી કે, સરસવનું સાક, જીરુ, કાળુ મીઠુ, દૂધી, ખીરા વગેરે. આ દરમિયાન આ ચીજો ખાવી અશુભ છે અને આ દરમિયાન માંસ પણ ખાવુ નહિં. તેનાથી તમારા ઘરમાં અશાંતિ આવે છે.

English summary
During the pitru paksha home you should avoid hitting the birds which are supposed to come around the house.it is believed that there should be no auspicious work at home and no new thing should be bought during the pitra paksha at home, during the pitru paksha period use only black sesame Use it

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.