For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કયા ભગવાનને ચઢાવવાં કેવાં ફૂલ? થશે અપાર કૃપા

જાણો, કયા ભગવાનને ચઢાવવાં કેવાં ફૂલ? થશે અપાર કૃપા

|
Google Oneindia Gujarati News

લખનઉઃ સુંઘેલું, અંગ સાથે લગાવેલું કે પછી જે ફૂલની પંખુડી તૂટી ગઈ હોય, વસી ઉગ્ર ગંધવાળા ફૂલ દેવી-દેવતાઓને ન ચઢાવવાં. માળીના ઘરમાં રાખેલ ફૂલને વાસી માનવામાં આવતાં નથી. જો તમે સ્વયં ફૂલ તોડી રહ્યા હોવ તો વિધિ-વિધાનથી ફૂલ તોડવાં જોઈએ. સ્નાન કર્યા બાદ જ ભગવાનને ફૂલ ચઢાવવાં જોઈએ. વિવિધ દેવતાઓને વિવિધ ફૂલ ચઢાવવાં જોઈએ. શાસ્ત્રો મુજબ દેવતાઓને મનફાવે તેવાં ફૂલ ન ચઢાવવાં જોઈએ, નિષિદ્ધ ફળ ચઢાવવાથી દેવતા નારાજ થાય છે.

દેવતાઓને ચઢાવવામાં આવે છે આવાં ફૂલ

દેવતાઓને ચઢાવવામાં આવે છે આવાં ફૂલ

જો તમે કોઈ પૂજા, જાપ અથવા અન્ય ઉપાય કરી શકો તો ઈષ્ટ દેવને તો હંમેશા પ્રિય પુષ્પ જ ચઢાવવાં, આનાથી દેવતા પ્રસન્ન થાય છે.

શિવને પ્રસન્ન કરવાના ફૂલ-આંકડો, શંખપુષ્પી નાગકેસર, કનેર, ચમેલી, વગેરે છે.

નિષિદ્ધ ફૂલ- કદંબ, કેસુડો, દાડમ, કેતકી, જૂહી, કપાસ, શિરીષ વગેરે ફૂલ-ફળ છે.

દુર્ગાને પ્રસન્ન કરવા માટે

દુર્ગાને પ્રસન્ન કરવા માટે

ભગવાન શિવને ચઢાવવામાં આવે છે તે તમામ ફૂલ મા દુર્ગાને પણ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત બેલ, કેવડો, અશોક, લેધ વગેરે જેવાં ફલ ચઢવી શકાય છે.

નિષિદ્ધ ફૂલ- દરો ઘાસ, તમાલ વગેરે ફૂલ-છોડ દેવી દુર્ગાને ચઢાવવાં નહિ.

વિષ્ણુજીને ચઢાવવામાં આવતાં ફૂલ

વિષ્ણુજીને ચઢાવવામાં આવતાં ફૂલ

ભગવાન વષ્ણુને કમળનું ફૂલ અતિ પ્રિય છે. માલતી, મૌલશ્રી, અશોક, ચંપ, જૂહી, કદંબ, ચમેલી, બસંતી, કેસુડો, પારિજાત, તુલસી, વગેરે ફૂલ ચઢાવવામાં આવે છે. કાર્તક માસમાં કેતકી પુષ્પમાં વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થાય છે.

આકડો, ધતૂરો, શિરીષ, શાલ્મલી, કચનાર વગેરે જેવાં ફૂલ ભગવાન વિષ્ણુને ચઢાવવાં નહિ. નહિંતો વિષ્ણુ ભગવાન ક્રોધિત થઈ શકે છે.

ગણેશજીને ચઢાવવામાં આવતાં ફૂલ

ગણેશજીને ચઢાવવામાં આવતાં ફૂલ

ગણેશજીને લીલું દરો ઘાંસ બહુ પસંદ હોય છે. તેમના પર બધાં પુષ્પ ચઢાવી શકાય છે. ગણેશજીને લાલપુષ્પ ચઢાવવાથી તેઓ અત્યંત ખુશ થાય છે.

નિષિધ ફૂલ- ગણેશજીને તુલસીનાં પાન ન ચઢાવવાં. જે ફૂલ અન્ય દેવી-દેવતાઓ માટે નિષેધ છે તે ગણેશજીને ન ચઢાવવાં

વર્જિત- વિષ્ણુજીની પૂજામાં ધતૂરો, મદાર અને કનેર ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ અને શિવજીની પૂજામાં તુલસી મંજરી ન ચઢાવવી જોઈએ.

પ્રિય- મા સરસ્વતીને શ્વેત પુષ્પ પ્રિય છે. મા બગુલામુખી દેવીને પીળા ફૂલ અત્યંત પ્રિય છે.

મેષ રાશિના પુરુષે કઈ રાશિની સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ?મેષ રાશિના પુરુષે કઈ રાશિની સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ?

English summary
Certain specific flowers are sacred to a particular Hindu gods. The rituals followed while worshiping a particular god are not complete without offering the god's favorite flower.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X