For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandra Grahan 2022 : હવે આ તારીખે થશે ચંદ્ર ગ્રહણ, બે ગ્રહણથી પડશે અશુભ પ્રભાવ

આજે વર્ષનું અંતિમ સુર્ય ગ્રહણ હતું. જેના 15 દિવસ બાદ એટલે કે કારતક સુદ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે એટલે કે 8 નવેમ્બપના રોજ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આ ચંદ્ર ગ્રહણને ભારતમાં જોઇ શકાશે. આ ગ્રહણ સાડા પાંચ કલાકે શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

Chandra Grahan 2022 : આજે વર્ષનું અંતિમ સુર્ય ગ્રહણ હતું. જેના 15 દિવસ બાદ એટલે કે કારતક સુદ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે એટલે કે 8 નવેમ્બપના રોજ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આ ચંદ્ર ગ્રહણને ભારતમાં જોઇ શકાશે.

Chandra Grahan 2022

આ ગ્રહણ સાડા પાંચ કલાકે શરૂ થશે અને 6 કલાક અને 19 મીનીટ સુધી આ ગ્રહણ ચાલશે. અંદાજે દોઢ કલાક આ ગ્રહણને ભારતમાં જોઇ શકાશે. ભારત ઉપરાંત ઉતર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને પ્રશાંત તેમજ હિંદ મહાસાગરમાં પણ જોઇ શકાશે.

બે ગ્રહણથી થશે અશુભ અસર

જ્યોતિષીઓના મતે, 15 દિવસમાં બે ગ્રહણની વિશ્વ પર અસર થવાની ખાતરી છે. કુદરતી આફતો આવી શકે છે અથવા હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. દેશો વચ્ચે તણાવ વધી શકે છે, બે દેશો વચ્ચે સરહદી વિવાદો ઉભા થઈ શકે છે, વિકાસની ગતિ ધીમી પડી શકે છે, વેપારી વર્ગમાં પણ ચિંતા વધી શકે છે.

ચંદ્રગ્રહણ વખતે રાખો આ સાવચેતી

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણને એક અશુભ ઘટના માનવામાં આવે છે, જેની આપણા જીવન પર નકારાત્મક અસર પડે છે. તેથી, ગ્રહણની અશુભ અસરોથી બચવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવે છે. ગ્રહણના સમયગાળા દરમિયાન મંદિરોના દરવાજા બંધ રાખવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઈએ. ગ્રહણના થોડા સમય પહેલા કુશ અથવા તુલસીના પાનને ખાવાની વસ્તુઓમાં મૂકવા જોઈએ અને ગ્રહણ પૂર્ણ થયા બાદ તેને ઘરની બહાર ફેંકી દો. ચંદ્રગ્રહણ બાદ પહેલા સ્નાન કરો અને પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.

English summary
Chandra Grahan 2022 : there will be a lunar eclipse on 8 november, two eclipses will have an inauspicious effect
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X