ધનતેરસ પર મહુર્ત અને રાશિ પ્રમાણે કરો ખરીદી અને બનો માલામાલ

Posted By:
Subscribe to Oneindia News

ધનતેરસથી દિવાળીના પાંચ દિવસના તહેવારની શરુઆત થઈ જાય છે. માન્યતા છે કે, ધનતેરસના દિવસે નવા સામાનની ખરીદી કરવાથી આખા વર્ષ દરમિયાન હર્ષ ઉલ્લાસ જળવાઈ રહે છે. સિંધુ અને સકન્દ પુરાણમાં કરેલા ઉલ્લેખ મુજબ ત્રયોદશીના દિવસે સંધ્યા કાળે ઘરના મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવવાથી અકાળ-મુત્યુ દોષમાંથી મુક્તિ મળે છે.

ધનતેરસના દિવસે ખરીદી કરવાનુ શુભ મુહૂર્ત

આ વર્ષે ધનતેરસ 28 ઓક્ટોબરના શુક્રવાર 2016 એ આવે છે. 27 ઓક્ટોબર સાંજે 4 વાગ્યાને 17 મિનિટે ત્રયોદશી તિથિ શરુ થશે. જે 28 ઓક્ટોબર સાંજે 6 વાગ્યાને 30 મિનિટ સુધી રહેશે.

પ્રથમ મુહુર્ત-સાંજે 05 વાગ્યાને 40 મિનિટ થી રાત્રે 08 વાગ્યાને 35 મિનિટ સુધી ખરીદી માટે શુભ મુહુર્ત છે.

બીજુ મુહુર્ત- સાજે 06 વાગ્યાને 37 મિનિટ થી રાત્રે 10 વાગ્યાને 38 મિનિટ સુધી રહેશે. નવો વ્યવસાય શરુ કરવા માટે સવારે 09 વાગ્યાને 05 મિનિટ થી સાંજે 04 વાગ્યાને 15 મિનિટ સુધી રહેશે. ત્યારે રાશિ મુજબ કેવો લાભ મળશે તે વિષે વધુ વાંચો અહીં....

મેષ

મેષ

આ રાશિનો સ્વામી મંગળ છે, જેથી ધનતેરસના દિવસે કોઈપણ ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરવી સારી ગણાય. આ રાશિના લોકો જમીન કે મકાનમાં પણ રોકાણ કરી શકે છે.

વૃષભ

વૃષભ

આ રાશિનો સ્વામી શુક્ર છે, જેથી આ રાશિના જાતકોને વાસણ, કિચનના સામાનની ખરીદી કરવી સારી છે.

મિથુન

મિથુન

આ રાશિના જાતકો પર્સ, બેગ, ટ્રોલી બેગ, કે પ્રવાસ દરમિયાન ઉપયોગમાં આવતા સાધનોની ખરીદી કરી શકે છે.

કર્ક

કર્ક

કર્કનો સ્વામી ચંદ્ર છે, જેથી આ રાશિના જાતકો માટે કોઈ ચાંદી, ચાંદીના વાસણ કે તેમાંથી બનેલા ઘરેણા ખરીદવા શુભ રહેશે.આર્થિક સ્થિતિ સારી ન હોય તો ચાંદીનો નાનો ચોરસ ટુકડો પણ ખરીદી શકો છો.

સિંંહ

સિંંહ

સૂર્ય સોનાનો કારક છે. પરિણામે આ રાશિના જાતકો સોનાની કોઈ વસ્તુ ખરીદી શકે છે. જે લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા લોકો પીતળના વાસણો કે તેનાથી બનેલી કોઈ વસ્તુ ખરીદી શકે છે.

કન્યા

કન્યા

આ રાશિની સ્ત્રીઓએ કાનમાં પહેવાની કોઈ વસ્તુ અને પુરુષ વર્ગ કોઈ પુસ્તક કે પેનની ખરીદી કરી શકે છે.

તુલા

તુલા

શુક્રની બીજી રાશિ તુલા છે, માટે વેપારી વર્ગ ત્રાજવો ખરીદે અને અન્ય લોકો પથારીમાં વપરાતી કોઈ વસ્તુ જેવી કે ગાદલા, તકિયા, બેડશીટ વગેરે ખરીદી શકે છે. ઉપરાંત બાળકોના કપડા અથવા તેમના રમકડા ખરીદી શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના લોકો ટીવી, લેપટોપ, ટેબલ લેમ્પ વગેરે ખરીદી શકે છે. જે લોકોને નાણાની અછત હોય તેવા લોકો તાંબાનુ કોઈ વાસણ ખરીદી શકે છે.

ધનુર

ધનુર

ધન રાશિના લોકો સોનાની કે પીતળની ધાતુની કોઈ વસ્તુ કે ઘર સજાવટનો કોઈ સામાન ખરીદી શકે છે.

મકર

મકર

લોખંડથી બનેલી કોઈ વસ્તુ કે વાહનની ખરીદી કરવી આ રાશિના લોકો માટે સારી છે.

કુંભ

કુંભ

લોખંડની બનેલી કોઈ વસ્તુ ખરીદવી આ રાશિના લોકો માટે સારી છે. પરિણામે હાથ ઘડિયાળ, દિવાલ ઘડિયાળ ખરીદવી સારી છે. વાસણ ખરીદવાના ઈચ્છુકો તવો, કડાઈ કે કોઈ કાળા કે વાદળી રંગની વસ્તુઓ ખરીદી શકે છે.

મીન

મીન

આ રાશિનો સ્વામી સોનુ કે કાપડનો કારક છે. પરિણામે આ રાશિના જાતકો એ સોનાની કોઈ વસ્તુ કે પહેરવાના વસ્ત્રોની ખરીદી શકે છે.

English summary
Dhanteras is the first day of five days long Diwali festivities. On the day of Dhantrayodashi, Goddess Lakshmi came out of the ocean during the churning of the Milky Sea.here isAstro Tips For Money .
Please Wait while comments are loading...