For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2022 : દિવાળીએ સુર્ય ગ્રહણ અને દેવ દિવાળી પર ચંદ્ર ગ્રહણ, આ રાશિ પર થશે અસર

હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે કારતક માસ ખાસ રહેવાનો છે. કારતક માસમાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે અને તે પછી કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે કારતક માસ ખાસ રહેવાનો છે. કારતક માસમાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે અને તે પછી કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આ વખતે બન્ને પર્વ પર ગ્રહણનો પડછાયો રહેશે. આ દિવાળી પર સુર્ય ગ્રહણ લાગશે અને દેવ દિવાળીના રોજ ચંદ્ર ગ્રહણ લાગશે. ફક્ત 15 દિવસમાં 2 ગ્રહણ દરેક રાશિ પર પડશે.

સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની તારીખ

સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની તારીખ

આસો મહિનાની અમાસના રોજ દિવાળી મનાવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિપકના અજવાળા અનેસજાવટ દ્વારા ઘરનો દરેક ખુણો દિપી ઉઠે છે. આ વર્ષે આસો માસની અમાસ તિથિ 24 ઓકટોબરની સાંજે શરૂ થશે ને આ દિવસે દિવાળીઉજવવામાં આવશે.

સુતક કાલ 24 ઓકટોબરની મધ્ય રાત્રિથી શરૂ થઇ

સુતક કાલ 24 ઓકટોબરની મધ્ય રાત્રિથી શરૂ થઇ

આ સાથે એના પછીના દિવસે 25 ઓકટોબરની સાંજે 04 કલાક અને 23 મિનિટથી સુર્ય ગ્રહણ શરૂ થશે, જે સાંજે 6 કલાકઅને 25 મિનિટ સુધી રહેશે. જેનો સુતક કાલ 24 ઓકટોબરની મધ્ય રાત્રિથી શરૂ થઇ જશે. જોકે, ભારતમાં સુર્ય ગ્રહણ દેખાશે તેથી તે માન્યગણાશે નહીં.

વિદ્વાનોએ એક દિવસ પહેલા જ દેવ દિવાળી ઉજવવાનો નિર્ણય

વિદ્વાનોએ એક દિવસ પહેલા જ દેવ દિવાળી ઉજવવાનો નિર્ણય

આ સાથે કારતક પૂર્ણિમાના રોજ આવતી દેવ દિવાળી 8 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. જોકે, 8 નવેમ્બરના રોજ ચંદ્ર ગ્રહણ થવાનેકારણે આ વખતે દેવ દિવાળીના એક દિવસ પહેલા 7 નવેમ્બરના રોજ ઉજવી લેવામાં આવશે.

તેનો સુતક કાળ પણ માન્ય રહેશે

તેનો સુતક કાળ પણ માન્ય રહેશે

આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે અને તેનો સુતક કાળ પણ માન્ય રહેશે, જેથી વિદ્વાનોએ એક દિવસ પહેલા જ દેવ દિવાળી ઉજવવાનો નિર્ણય કર્યો છે.

સૂર્યગ્રહણની રાશિ પર થશે આવી અસર

સૂર્યગ્રહણની રાશિ પર થશે આવી અસર

સૂર્યગ્રહણ 4 રાશિઓ માટે સારું સાબિત થશે નહીં. વૃષભ, મિથુન, કન્યા અને તુલા રાશિના લોકોએ દિવાળીના પર્વ પર આવતા સૂર્યગ્રહણદરમિયાન થોડા વધુ સાવધાન રહેવાની જરૂર છે.

વૃષભ -

વૃષભ -

આ સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે તણાવ આપનારૂ બની શકે છે.

મિથુન -

મિથુન -

મિથુન રાશિના જાતકો માટે નોકરી-ધંધામાં વિવિધ સમસ્યાઓ લાવી શકે છે.

કન્યા -

કન્યા -

સુર્ય ગ્રહણના કારણે કન્યા રાશિના જાતકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

તુલા -

તુલા -

તુલા રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર આ સૂર્યગ્રહણને કારણે માઠી અસર થઇ શકે છે.

સાધના અને મંત્રોના જાપ ખૂબ જ ફાયદાકારક

સાધના અને મંત્રોના જાપ ખૂબ જ ફાયદાકારક

દિવાળીની પૂજા તો થશે, પરંતુ આ વર્ષે દિવાળીની રાત્રે મહાનિષઠના સમયમાં સાધના કરવા માટે ઓછો સમય રહેશે. આ વર્ષે, દિવાળી પર મહાનિષિત કાલનો સમય 3 કલાક બાદ 24 ઓક્ટોબરની રાત્રે 10:55 વાગ્યાથી 01:53 વાગ્યા સુધી એક જ રહેશે. આ દરમિયાન દેવી લક્ષ્મીની આધ્યાત્મિક સાધના અને મંત્રોના જાપ ખૂબ જ ફાયદાકારક છે

English summary
Diwali 2022 : Solar eclipse on Diwali and Lunar eclipse on Dev Diwali will affect this Rashi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X