For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળીની ઉજવણી કરવાના છે અનેક કારણો, જાણો તેની કથા

દિવાળીના તહેવારની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે, આ દિવસની ઉજવણી કરવા પાછળ આપણા પુરાણોમાં અનેક દંતકથાઓ છે. તો એ દંતા કથાઓ શું છે તે વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

19 ઓક્ટોબરે હિંદુઓનો મુખ્ય તહેવાર દિવાળી ઉજવાશે. લોકોના ઘરમાં અત્યારથી જ આ તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કપડાંની ખરીદી, વાહનની ખરીદી, ઘર સજાવટનો સામાન, લાઈટો, ફૂલો ફરસાણ, મિઠાઈઓ વગેરે વગેરે.. પણ શું તમે જાણો છો દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? આ તહેવારનું શું મહત્વ છે, જો તમારો જવાબ ના હોય તો આવો જાણો આ પર્વ ઉજવવા માટેના અનેક કારણો અને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો, જે અગાઉ તમે ભાગ્યેજ જાણી હશે.

દિવાળી એટલે 'દીપકોની શ્રૃંખલા'

દિવાળી એટલે 'દીપકોની શ્રૃંખલા'

'દિવાળી' સંસ્કૃતના બે શબ્દો ભેળવી બનેલો શબ્દ છે. જેમાં એક શબ્દ છે 'દીપ' એટલે કે 'દીપક' અને 'આવલી' એટલે કે 'લાઈન ' અથવા 'શ્રૃંખલા' જેનો અર્થ થાય છે 'દીપકોની શ્રૃંખલા' દીપકને સંકન્દ પુરાણમાં સૂર્યના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરનારુ માનવામાં આવ્યુ છે.

યમ અને નચિકેતા

યમ અને નચિકેતા

દેશના કેટલાક હિસ્સાઓમાં હિંદુ દિવાળીને યમ અને નચિકેતાની કથા સાથે જોડીને પણ જોવામાં આવે છે. 7મી શતાબ્દીના સંસ્કૃત નાટક નાગનંદમાં રાજા હર્ષે તેને દીપ પ્રતિપાદુત્સવઃ કહ્યુ છે. જેમાં દીવા પ્રગટાવામાં આવે છે અને નવ પરણિત પતિ-પત્નીને ભેંટ આપવામાં આવે છે.

મહાવીર મોક્ષ દિવસ

મહાવીર મોક્ષ દિવસ

ફારસી યાત્રી અને ઈતિહાસકાર અલી બરુનીએ 11 મી સદીના સંસ્મરણમાં દિવાળીને કારતક મહિનામાં નવા ચંદ્રના દિવસે હિંદુઓ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર કહ્યું છે. જૈન ધર્મના લોકો તેને મહાવીરના મોક્ષ દિવસના રૂપે ઉજવે છે અને શીખ સમુદાય તેને બંદી છોડ દિવસના રૂપે ઉજવે છે.

રામ-સીતા અને લક્ષ્મણ પાછા ફર્યા

રામ-સીતા અને લક્ષ્મણ પાછા ફર્યા

દિવાળીનો તહેવાર નેપાળમાં પણ ઉજવાય છે. નેપાલીઓ માટે આ તહેવાર એ કારણથી મહાન છે કારણ કે, આ દિવસે નેપાલ સંવતમાં નવું વર્ષ શરૂ થાય છે. અનેક લોકો દિવાળીમાં 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ અને પત્ની સીતા અને તેમના ભાઈ લક્ષ્મણના પરત થવાના માનરૂપે ઉજવે છે.

લક્ષ્મી અને વિષ્ણુ મેળાપ

લક્ષ્મી અને વિષ્ણુ મેળાપ

પ્રાચીન હિંદુ મહાકાવ્ય મહાભારત પ્રમાણે દિવાળીને 12 વર્ષના વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસ બાદ પાંડવોના પરત આવવાના પ્રતિક રૂપે પણ ઉજવાતો તહેવાર કહેવાયું છે. કેટલાક હિંદુઓ દિવાળીને ભગવાન વિષ્ણુની પત્ની, ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી સાથે જોડીને તેને ઉજવે છે. દિવાળીનો દિવસ એ દિવસ છે જ્યારે લક્ષ્મીએ પોતાના પતિના રૂપે વિષ્ણને પસંદ કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા.

વિષ્ણુ વૈકુંઠમાં પાછા ફરે છે

વિષ્ણુ વૈકુંઠમાં પાછા ફરે છે

કેટલાક લોકો આ દિવસે લક્ષ્મીની સાથે સાથે ભક્તોની મુશ્કેલી દૂર કરનારના પ્રતિક ગણપતિ, સંગીત, સાહિત્યની પ્રતિક સરસ્વતી અને ધનના પ્રતિક કુબેરને પ્રસાદ અર્પિત કરે છે. કેટલાક હિંદુઓ દિવાળીને વિષ્ણુના વૈકુંઠમાં પરત થવાના દિવસના રૂપે તેને ઉજવે છે. એવું મનાય છે કે, આ દિવસે લક્ષ્મી પ્રસન્ન રહે છે અને જે લોકો આ દિવસે તેની પૂજા કરે છે તે આવનારા વર્ષે માનસિક, શારીરિક દુઃખોથી દૂર રહી સુખી જીવન પ્રાપ્તિ કરે છે.

English summary
why we celebrate diwali in gujarati. Read more details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X