દિવાળી 2017:જાણો શુભ મુહૂર્ત અને રાશિ પ્રમાણે કરો મંત્રજાપ
અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારું પર્વ એટલે દિવાળી, જેમાં ગણેશ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. ગણેશ બુદ્ધિના દેવ છે અને લક્ષ્મી ધન, વૈભવની દેવી છે. ધન, વૈભવ મેળવવા માટે દરેક લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. આજે અમે તમને જણાવીશું કે, શુભ મુહૂર્તમાં રાશિ પ્રમાણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના કેટલાક એવા મંત્રો જેને વિધિ-વિધાનથી કરવાથી માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થશે.
દિવાળી શુભ મુહૂર્ત
લક્ષ્મી પૂજા મુહૂર્ત: 18:59 થી 20:02
પૂજાનો સમય: 1 કલાક 02 મિનિટ
પ્રદોષ કાળ: 17:30 થી 20:02
વૃષભ કાળ: 18:59 થી 20:56
મહાનિશિતા કાળ
લક્ષ્મી પૂજા મુહૂર્ત: 23:25 થી 24:16
પૂજાનો સમય : 50 મિનિટ
મહાનિશિતા કાળ : 25:29 થી 27:44
ચોઘડિયા કાળ
લક્ષ્મી પૂજા મુહૂર્ત(સવારે)= 06:12 - 07:37
લક્ષ્મી પૂજા મુહૂર્ત (સાંજે)= 16:06 - 20:41
લક્ષ્મી પૂજા મુહૂર્ત (રાત્રે)23:51 - 24:41
રાશિ પ્રમાણે મંત્રજાપ
મેષ- ऊॅ श्रीं ह्री ऐं महालक्ष्म्यै कमलाधारिणयै सिंहवाहिन्यैै स्वाहा। આ મંત્રની ઓછામાં ઓછી 1 માળા કરવી જોઈએ.
વૃષભ- यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्य समृद्धिं मे देहि दापय स्वाहा। આ મંત્રની ઓછામાં ઓછી 2 માળાનો જાપ કરવો જોઈએ.
મિથુન-ऊॅ ऐं श्रीं महालक्ष्म्यै कमल धारिण्यै गरूणवाहिन्यै श्रीं ऐं नमः। આ મંત્રની ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરવો જોઈએ.
કર્ક- ऐं श्रीं ह्रीं क्लीं। આ મંત્રની ઓછામાં ઓછી 1 માળા કરવી.
સિંહ- ओं ह्रीं हूं हां ग्रें क्षों क्रों नमः। આ મંત્રની ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરવો.
કન્યા- निम्न मन्त्र की ऊॅ नमः कमलवासिन्यै स्वाहा આ મંત્રની ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરવો
તુલા- આ રાશિના લોકોએ मन्त्र ऐं ह्रीं श्रीं क्लीं सौं जगत्प्रसूत्यै नमः આ મંત્રની ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરવો જોઈએ.
વૃશ્ચિક- ऊॅ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः।। આ મંત્રની ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરવો
ધન- श्रीं ह्रीं क्लीं श्रीं सिद्धलक्ष्म्यै नमः આ મંત્રની ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરવો.
મકર- આ રાશિના જાતકો એ ऐं ह्रीं श्रीं आद्यलक्ष्मि स्वयंभुवे ह्रीं ज्येष्ठायै नमः આ મંત્રની ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરવો
કુંભ- श्रीं मन्त्र ની આ રાશિના જાતકોએ ઓછામાં ઓછી 1 માળા કરવી.
મીન- श्रीं धं धनदे रतिप्रिये स्वाहा આ મંત્રની ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરવો