નવરાત્રીઃ રાશિ મુજબ આવી રીતે કરો દુર્ગા શપ્તશતીનો પાઠ
મા દુર્ગાએ જે કંઈપણ શસ્ત્ર ધારણ કર્યાં છે તેનો પોતાનો જ પ્રતીકાત્મક અર્થ હોય છે. દેવી-દેવતા આપણા હ્રદયમાં જ રહે છે, તેઓ આપણું જ પ્રતિબિમ્બ છે. સંદર અને વાત્સલ્યમયી દેવી દુર્ગા સિંહની સવારી કરે છે. આખરે એવું કેમ? મા દુર્ગા શક્તિ અને મહાશક્તિનું પ્રતિકાત્મક સ્વરૂપ છે. આ વખતે નવરાત્રી પૂરા નવ દિવસની રહેશે. 10 ઓક્ટોબરે પ્રથમ નોરતા છે અને 18મી ક્ટોબરે મહાનવમી છે.

ઘટ સ્થાપના મુહૂર્ત
વૃશ્ચિક લગ્ન એક સ્થિર લગ્ન છે અને માટે જ વૃશ્ચિક લગ્નમાં કળશ સ્થાપિત કરવો વધુ શુભ રહેશે. વૃશ્ચિક લગ્ન સવારે 9 વાગ્યેથી 11.10 વાગ્યા સુધી રહેશે. આ શુભ કાર્યકાળમાં કળશ સ્થાપના કરવી વધારે લાભદાયી માનવામાં આવે છે. અહીં જણાવીશું કે રાશિ મુજબ કઈ રીતે દુર્ગા શપ્તશતીનો પાઠ કરવો.
આ પાંચ રાશિની છોકરીઓ નથી હોતી પ્રેમમાં વિશ્વાસને પાત્ર

મેષ
તમે મંગળ પ્રધાન વ્યક્તિ હોવાથી તમને ક્રોધ વધુ આવતો હશે. તમારે દુર્ગા શપ્તશતીના પહેલા અધ્યાયનો પાઠ કરવો જેનાથી ટેન્શન અને ક્રોધમાં કમી આવશે.

વૃષભ
તમે શુક્ર પ્રધાન જાતક છો. ભાવનાઓમાં વહીને હંમેશા તમે ભૂલ કરી બેસતા હોવ છો. બાદમાં પછતાવો પણ થતો હોય છે. દુર્ગા શપ્તશીના બીજા અધ્યાયનો પાઠ નિયમિત નવ દિવસ સુધી કરવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળશે.

મિથુન
તમે બુધ પ્રધાન વ્યક્તિ છો. વાણીના તમે ધની છો અને મહત્વકાંક્ષા તમારા લોહીમાં સમાયેલી છે. તમારા બૉસ સંતુષ્ટ નહિ રહેતા હોય. જીવનસાથી સાથે અણબન પણ રહેતી હશે. દુર્ગા શપ્તશતીના સાતમા અધ્યાયનો પાઠ કરવાથી તમને વિશેષ લાભ થશે.

કર્ક
તમે ચંદ્ર પ્રધાન વ્યક્તિ છો. ભાવનાત્મક આવેગ પર કાબુ મેળવીને તમે જીવનમાં સફળ થઈ શકો છો. દુર્ગા શપ્તશીના પાંચમા અધ્યાયનો નવ દિવસ સુધી વિધિવત કાઠ કરીને જીવનમાં સફળ થઈ શકો છો.

સિંહ
તમે સૂર્ય પ્રધાન વ્યક્તિ છો. તમારા પર બુધનો પણ સારો પ્રભાવ રહેશે. અનિર્ણયની સ્થિતિ તમારા કાર્યોમાં મુશ્કેલી પેદા કરી શકે છે. માટે દુર્ગા શપ્તશતીના તૃતીય અધ્યાયના નવ દિવસ સુધી વિધિવત પાઠ કરવાથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો.

કન્યા
તમે બુધ પ્રધાન જાતક છો. તમે બુદ્ધિમાન છો, તેજ છો પરંતુ મોટા નિર્ણય લેવાથી ડરો છો. દુર્ગા શપ્તશતીના દસમા અધ્યાયનો નવ દિવસ સુધી વિધિવત પાઠ કરીને તમે ચિંતા મુક્ત અને ભય મુક્ત થઈને એક સારું જીવન વ્યતિત કરી શકો છો.

તુલા
તમે શુક્ર પ્રધાન વ્યક્તિ છો. તમારા આત્મ વિશ્વાસ અને સાહસમાં જો કમી રહેતી હોય તો તમે દુર્ગા શપ્તશતીના છઠ્ઠા અધ્યાયનો નવ દિવસ સુધી વિધિવત પાઠ કરીને લાભ મેળવી શકો છો.

વૃશ્ચિક
તમે મંગળ પ્રધાન વ્યક્તિ છો. તમારા જીવનમાં મંગળનો વિશેષ રોલ રહેશે. તમે તમારા સ્વભાવ, વ્યવહારમાં શીલનતા અને મધુરતા લાવીને જીવનને સુખમયી બનાવી શકો છો.

ધન
તમારી રાશિનો સ્વામી ગુરુ છે. જો તમારી કુંડલીમાં પણ ગ્રહ પાપી થઈને તમને પીડિત કરી રહ્યો હોય તો તમે દુર્ગા શપ્તશતીના અગ્યારમા અધ્યાયના નવમા દિવસે વિધિવત પાઠ કરવાથી પીડિત ગ્રહ તમને શુભ લાભ આપવા લાગશે.

કુંભ
તમારા પર શનિનો વિશેષ પ્રભાવ રહેશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તમારે દુર્ગા શપ્તશતીના ચોથા અધ્યાયનો નવ દિવસ સુધી વિધિવત પાઠ કરવો.

મીન
તમે ગુરુ પ્રધાન વ્યક્તિ છો. વેપાર અને વિવાહમાં આવી રહેલ અડચણો દૂર કરવા માટે તમારે દુર્ગા શપ્તશતીના નવમા અધ્યનો 9 દિવસ સુધી વિધિવક પાઠ કરવો, આનાથી તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે.