
જાણો, 11 મુખી રૂદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક લાભ
ભગવાન શંકરને અત્યંત પ્રિય રૂદ્રાક્ષમાં કેટલાય આયુર્વેદિક ગુણો આવેલા છે અને રુદ્રાક્ષ ઘણીબધી સમસ્યાઓનો નાશ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. હજારો વર્ષોની તપસ્યા બાદ ભગવાન શિવે જ્યારે આંખો ખોલી તો શિવજીની આંખોમાંથી આંસુ ધરતી પર પડ્યું ત્યારે તેમાંથી રૂદ્રાક્ષનો ઉદ્ભવ થયો હતો. 11 મુખી રૂદ્રાક્ષને સાક્ષાત રુદ્રદેવનો અવતાર માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ અગ્યાર મુખી રુદ્રાક્ષને ચોટલીમાં બાંધવાથી ચમત્કારિક લાભ મળે છે. હનુમાનની પૂજા કરનાર જાતકોએ આ રૂદ્રાક્ષ જરૂર પહેરવું જોઈએ. જેને વિધિ-વિધાન પૂર્વક પહેરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

અગ્યાર મુખી રૂદ્રાક્ષના ફાયદા
અગ્યાર મુખી રુદ્રાક્ષ દરેક પ્રકારની સમસ્યા, મુસિબત અને સંકટને દૂર કરી પરાક્રમ, સાહસ અને આત્મવિશ્વાસ વધારે છે. ઘરમાં કોઈપણ પ્રકારની મુસિબત હોય જેવી કે ભૂત-પ્રેત સંબંધી સમસ્યા કે શત્રુ ભય જેવી પરશાની હોય તો અગ્યાર મુખી રુદ્રાક્ષને તમારા પૂજા કક્ષમાં રાખીને નિયમિત પૂજા કરવાથી તુરંત લાભ મળશે. સંતાન પ્રાપ્તી માટે અગ્યાર મુખી રુદ્રાક્ષને ગળામાં ધારણ કરવાથી ચમત્કારિક લાભ મળે છે.

અગ્યાર મુખી રુદ્રાક્ષ પહેરવાથી રોગ-દોષ સામે રક્ષણ મળે
- અગ્યાર મુખી રુદ્રાક્ષને પહેરવાથી રોગ-દોષથી રક્ષણ મળે છે, આ રુદ્રાક્ષને વ્યવસાય સ્થળમાં રાખીને નિયમિત પૂજા કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે.
- વારંવાર નજર દોષ લાગવાના કારણે જે બાળકો વારંવાર બીમાર પડતાં હોય તેમને અગ્યાર મુખી રુદ્રાક્ષ લાલ દોરામાં પોરવીને ગળામાં પહેરાવવું, અત્યંત લાભ તશે.
- આ રુદ્રાક્ષને ધારણ કરવાથી ગણેશ અને લક્ષ્મી બંનેની કૃપા બની રહે છે. જેનાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.
- જો ઘરમાં ભૂત-પ્રેત કે અન્ય કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો અગ્યાર મુખી રૂદ્રાક્ષની વિધિ મુજબ પૂજા કરી એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમાં નાખી દો તથા સવારે-સાંજે એ જળને આખા ઘરમાં છાંટવાથી નકારાત્મક શક્તી ચાલી જાય છે.

વિધિ
અગ્યાર મુખી રૂદ્રાક્ષની અભિમંત્રણ ક્રિયા માત્ર સોમવારે, શુક્રવારે અથવા એકાદશીના દિવસે જ કરવી જોઈએ. એક ઘીનો દીવો પ્રગટાવી તેને ચોખા પર રાખવો. તેની સામે રૂદ્રાક્ષ રાખી દો. બાદમાં રૂદ્રાક્ષને ગંગાજળ અને દૂધથી પરિમાર્જિત કરો. રુદ્રાક્ષ પર રંગેલા ચોખા છાંટતી વખતે હનુમાનજીનું ધ્યાન ધરવું. ધ્યાન બાદ મંત્ર 'ઓમ હોં હસ્ફ્રે હસોં હસ્ખ્ફેર હસૌ નુમતે નમઃ' મંત્રનો જાપ કરતાં ચંદન, બિલીપાત્ર, દૂધ અને દીવાથી પૂજા કરવી. પૂજા બાદ ઉપરોક્ત મંત્રનો 11 વખત જાપ કરીને હવન કરવો. બાદમાં હવન અગ્નીની 11 વખત પરિક્રમા કરી રૂદ્રાક્ષને ગળામાં ધારણ કરી લેવું.