દિવાળી ટાણે મીણબત્તી પ્રગટાવી ચમકાવો તમારી કિસ્મતના સિતારા

Posted By:
Subscribe to Oneindia News

ફેંગશુઈમાં મીણબત્તીનુ ખાસ મહત્વ છે. તામારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે કેંડલ લાઈટનો માત્ર રોમાંસ માટે જ ઉપયોગ થતો નથી, પરંતુ કિસ્મત ચમકાવવા માટે પણ કેંડલનો ઉપયોગ કરવામાં આવે છે. મીણબત્તીનો ઉપયોગની ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પણ થાય છે. તહેવારોની સીઝન ચાલી રહી છે, જેમાં દિવાળીમાં દીપ પ્રગટાવવાની સાથે કેન્ડલનો ઉપયોગ કરી તમે તમારી કિસ્મત ચમકાવી શકો છો. વિવિધ રંગોની કેન્ડલ જલાવી તમે તમારા કિસ્મતના તારા ચમકાવી શકો છો.

લાલ રંગની મીણબત્તી : લાલ રંગની મીણબત્તી તમારી લવ-લાઈફને ખુબસુરત બનાવે છે. સંબંધોમાં મધુરતા આવે છે. અપરણિતોની લવ-લાઈફ અને પરિણિતોનો જીવનસાથે સાથેનો સંબંધ પ્રેમાળ બને છે.

પીળા રંગની મીણબત્તી :પીળા રંગની મીણબત્તી તમારી તરક્કીના દરવાજા ખોલે છે, પીળા રંગની કેન્ડલને તમે તમારા કામની જગ્યા કે સ્ટડી ટેબલ પર પ્રગટાવો.

લીલા રંગની મીણબત્તી : લીલા રંગની મીણબત્તી તમારા આત્મ-વિશ્વાસને વધારે છે. જેનાથી તમારુ મનોબળ મજબુત બને છે.

સફેદ રંગની મીણબત્તી : સફેદ રંગ નિરાશા દર્શાવે છે. સફેદ રંગની મીણબત્તીનો ઉપયોગ કરતા ટાળવુ, કારણકે સફેદ રંગની મીણબત્તી તમને નિરાશા તરફ ધકેલે છે.

feng shui

ગોલ્ડન રંગની મીણબત્તી : ગોલ્ડન રંગની મીણબત્તી તમને સકારાત્મક વિચારો તરફ ધકેલે છે.

feng shui

ગુલાબી રંગની મીણબત્તી : ગુલાબી રંગની મીણબત્તી હંમેશા તમારા મનને ખુશ રાખે છે, આ રંગની મીણબત્તીથી તમારી હેલ્થ સારી રહે છે.

feng shui

વાદળી રંગની મીણબત્તી : નોકરીમાં પ્રમોશન ઈચ્છતા હોવ કે, નવી નોકરીની ઈચ્છા ઘરાવતા હોવ તો વાદળી રંગની મીણબત્તીનો ઉપયોગ કરવો. જે તમને પ્રગતિ તરફ લઈ જા છે.

feng shui

મીણબત્તી પ્રટાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત:
મીણબત્તી પ્રગટાવતી વખતે ખાસ ધ્યાન રાખવુ કે તે સ્ટેન્ડમાં સીધી લગાવેલી હોય. કારણકે તો જ તમારી કિસ્મતના દરવાજા ખુલશે. મીણબત્તી મુકવા માટે તમે તમારી પસંદનુ સ્ટેન્ડ લઈ શકો છે.

feng shui
English summary
Candles are Feng Shui symbols of the Fire element that create warm and pleasant homes. Here are some tips.
Please Wait while comments are loading...