સુખમય દાંપત્યજીવન માટે અપનાવો આ ફેંગશુઈ ટિપ્સ
[ટિપ્સ] આપણે ત્યાં સામાન્ય રીતે પતિ-પત્નીના જોક્સ વધારે ફેમશ છે. કારણ કે પતિ-પત્નીના સંબંધોમાં તકરાર વધારે જોવા મળે છે અને આ વાત સર્વ સામાન્ય પણ છે.
લગ્ન બાદ એવું કોઇ કપલ નથી કે તેના જીવનમાં એક પણ તકરાર ના થઇ હોય કે તેમની વચ્ચે સામાન્ય નોંકજોક ના થઇ હોય. કહેવાય છે કે જે ઘરમાં બે વાસણ હોય તે ખખડવાના જ.
પરંતુ આજે અમે આપના માટે આ લેખમાં એવી ફેંગશુઇ ટિપ્સ લઇને આવ્યા છીએ જેને અમલમાં મૂકતા આપના અને આપના પાર્ટનર વચ્ચે ઝઘડા નહીં પરંતુ પ્રેમમાં વધારો થશે.
અપનાવો આ ફેંગશુઇ ટિપ્સ જેનાથી આપનું લગ્નજીવન બનશે સુખમય...

1
ઘરમાંથી નકામી અને કામમાં ના આવનારી ચીજ-વસ્તુઓને બહાર કરી દો. આવી ચીજવસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્ઝા પેદા કરે છે.

2
જ્યાં આપનો ડાઇનિંગ રૂમ હોય ત્યાં ટીવી ના રાખવું જોઇએ, અથવા જ્યાં ટીવી હોય ત્યાં ડાઇનિંગ રૂમ ના રાખવું જોઇએ.

3
આપના ઘરના મુખ્ય દ્વાર પર હંમેશા એક મધ્યમ પ્રકાશ રાખો.

4
ઘરનો દરવાજો ખુલતા જ સૌથી પહેલા આપની સામે લાફિંગ બુદ્ધાની મૂર્તિ હોવી જોઇએ. જે આપના ઘરમાં ખુશહાલી ભરી દેશે.

5
આપના ઘરના કોઇપણ ખૂણામાં આપ રેડ-રોજ અથવા વાઇલ લિલી ફ્લાવરનો ગુલદસ્તો રાખવાની કોશિશ કરો.

6
એક વાતનું તો ચોક્કસ ધ્યાન રાખવું જોઇએ કે ઘરમાં કોઇપણ ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત હાલતમાં ના રહેવી જોઇએ.

7
ઘણા કપલ્સની આદત હોય છે કે તેઓ પોતાનો સામાન ફેલાવીને રાખવામાં માને છે પરંતુ એવું કરવાથી ઘરમાં ખુશીઓ નથી આવતી.

8
લિવિંગ રૂમમાં અથવા ડ્રોઇંગ રૂમમાં ઘોડાની તસવીરો ચોક્કસ લગાવો.

9
હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે કાચના ગ્લાસમાં જ પાણી પીવો.

10
ક્યારેય પણ કાચ અને પ્લાસ્ટિકના વાસણોને સાથે રાખો નહીં.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
