For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Feng Shui vastu tips: ફેંગશુઈ ઘંટડી દૂર કરશે ઘરનો વાસ્તુ દોષ, જાણો કેવી રીતે?

ફેંગશુઈ બે શબ્દોથી બનેલો છે, એક ફેંગ અને બીજું સુઈ. ફેંગનો અર્થ થાય વાયુ અને શુઈનો અર્થ જળ થાય છે. આજ વિદ્યાની એક વસ્તુ છે ઘંટડી.આ અંગે વધુ વાંચો અહીં

By Desk
|
Google Oneindia Gujarati News

ફેંગશુઈ એક ચીની વાસ્તુ શાસ્ત્ર છે, જેમાં વિભિન્ન પ્રકારની વસ્તુઓ દ્વારા વાસ્તુ અને અન્ય સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. ફેંગશુઈ બે શબ્દોથી બનેલો છે, એક ફેંગ અને બીજું સુઈ. ફેંગનો અર્થ થાય વાયુ અને શુઈનો અર્થ જળ થાય છે. આજ વિદ્યાની એક વસ્તુ છે ઘંટડી, જેનો ઉપયોગ વાસ્તુ દોષ નિવારણ માટે ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ કે આ ચીની ઘંટડીઓ કેવી રીતે તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર કરી જીવનમાં ખુશાલી લાવવાનું કામ કરે છે.

ઈશાન કોણ

ઈશાન કોણ

જો તમારા ઘરના ઈશાન કોણમાં ક્યાંય પણ વાસ્તુ દોષ છે તો વ્યક્તિ આર્થિક તંગીથી પિડાયા કરે છે. વેપારમાં પ્રગતિ આવતી નથી. મકાનમાં ઈશાન કોણમાં ધ્વનિ કે મધૂર ઝણકાર કરનારી ઘંટડીઓનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે તથા મન અને શરીર સ્વસ્થ થાય છે અને તમારા સુખમાં વધારો થાય છે. ઈશાન કોણનો વાસ્તુ દોષ દૂર કરવા માટે શિવની આરાધના કરો અને ઈશાન ખૂણાને સાફ-સુથરો રાખો.

ઘરનો વાસ્તુ દોષ

ઘરનો વાસ્તુ દોષ

ઘંટડીના ઉપયોગથી વાસ્તુમાં વિભિન્ન પ્રકારની ઊર્જાને પવિત્ર કરી, શુભ ઊર્જાને ઘરની અંદર લાવી, અશુભ ઊર્જાને ઘરની બહાર કાઢવા માટે કરવામાં આવે છે. ઘરમાં કોઈ દોષ હોય તો વિંડચાર્મનો ઉપયોગ ખૂબ જ લાભકારી મનાય છે. તેનાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે. ઘંટડીનો અવાજ જેટલો મધૂર હોય છે, તેટલું જ ઘરમાં સુકુન અને શાંતિ ફેલાય છે. ઘંટડીને ઘરમાં એવા સ્થાને લગાવી જોઈએ જ્યાંથી તેનો અવાજ આખા ઘરમાં સંભળાય. હવા ચાલતા, દરવાજો ખોલતા કે બંધ કરતા કે પછી આવતા-જતા ઘંટડી જેટલી વધુ વાર વાગે, તેટલી જ શાંતિ અને સમૃદ્ધિ ઘરમાં જળવાઈ રહે છે.

મુખ્ય દ્વારમાં દોષ

મુખ્ય દ્વારમાં દોષ

જો તમારા મુખ્ય દ્વારમાં કોઈ વાસ્તુ દોષ છે તો ચોરીનો ભય, સંતાનને હાની, કુટુંબના કોઈ સભ્યને મોટા રોગ વગેરે રહ્યા કરે છે. આવા સમયે ઘરના મુખ્ય દ્વાર અને બારીઓમાં ઘંટડીનું ઝુમખુ લગાવાથી ઘરની નકારાત્મક ઊર્જા નીકળી જાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. મકાનની સામે જો કોઈ પ્રકારનો દ્વાર વેધ છે તો આ દોષ મનાય છે. તેના નિવારણ અર્થે દરવાજા પર ઘંટડી લગાવો. ઘંટડીની ધ્વનિ દ્વારા દ્વાર વેધનો દોષ સમાપ્ત થઈ જશે.

સીડીઓનો દોષ

સીડીઓનો દોષ

જો સીડીઓ મકાનના મધ્ય અથવા મુખ્ય દ્વારની સામે હોય તો તે દોષકારક મનાય છે. સીડીઓ પ્રગતિની સૂચક હોય છે અને જો સીડીઓ ખોટી દિશામાં હોય તો તે તમારી પ્રગતિ સામે અડચણો ઉત્પન્ન કરે છે. આ દોષને દૂર કરવા માટે સીડીઓની મધ્યમાં ઘંટડીનું ઝુમખુ લગાવાથી આ દોષ ખતમ થાય છે.

ઉત્તર દિશામાં દોષ

ઉત્તર દિશામાં દોષ

જો તમારા ઘરની ઉત્તર દિશામાં દોષ છે તો ઘરમાં ક્લેશ થયા કરે છે અને આર્થિક સ્થિતિ ડામાડોળ રહે છે. ઉત્તર દિશાને મજબૂત કરવા માટે ઉત્તર દિશામાં જ બુધ યંત્ર સ્થાપિત કરો અને ઘંટડી લગાવો. તેનાથી આ દોષ ખતમ થઈ સારુ ફળ આપવા લાગે છે.

English summary
Bells are essential tools in Feng Shui as the other forms of enhancer and cure. They are used as symbols of great fortune. Bells have sacred meanings in Feng Shui.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X