• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે જાણો છો ઘરમાં લગાવેલ છોડ બદલી શકે છે તમારુ ભાગ્ય?

By desk
|

વાસ્તુ શાસ્ત્ર દિશા, વસ્તુ અને ઘરમાં મુકાયેલી વસ્તુઓનું અત્યંત મહત્વ હોય છે. દરેક વસ્તુઓ વ્યક્તિના ભાગ્ય પર ઘણી અસર કરે છે. આ દરેક વસ્તુ જો સાચી દિશામાં મુકેલી હોય તો ભાગ્યના દરવાજા આપોઆપ ખૂલવા લાગે છે. પણ જો ખોટી દિશામાં મુકેલી હોય તો તે ઘરમાં રહેનારા લોકો હંમેશા કોઈને કોઈ મુશ્કેલીથી ઘેરાયેલા રહે છે.

વ્યક્તિ અને પ્રકૃતિનો સંબંધ

વ્યક્તિ અને પ્રકૃતિનો સંબંધ

વ્યક્તિનો પ્રકૃતિસાથેનો સંબંધ પૃથ્વીના જન્મ સમયથી રહ્યો છે. વિના પ્રકૃતિ અને પર્યાવરણ ઘરતી પર પ્રાણીઓનું જીવન સંભવ નથી. આજ કારણ છે કે ભગવાન વિશ્વકર્મા દ્વારા રચિત વાસ્તુ શાસ્ત્રમાં પણ ઝાડ અને મનુષ્યના સંબંધ વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્રમાં ઝાડ વાવવા વિશે અનેક નિયમો જણાવેલા છે, જેને ધ્યાનથી વાંચી તમે પણ તમારું જીવન ખુશ ખુશાલ બનાવી શકો છો.

ખોટી દિશામાં લગાવેલ ઝાડ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે

ખોટી દિશામાં લગાવેલ ઝાડ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે

ઘણી વાર આપણે સમજ્યા-વિચાર્યા વિના ઘરમાં કે આસપાસ એવા ઝાડ લગાવી દઈએ છીએ જે અશુભ ફળ આપે છે અને આપણને તે અંગે કંઈ જ ખબર નથી પડતી કે આવું કેમ થઈ રહ્યુ છે. વાસ્તવમાં આ ઝાડ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે, જેને કારણે કુટુંબના સભ્યોની ઉન્નતિ અટકી જાય છે.

આ વૃક્ષો ઘરમાં વાવવા

આ વૃક્ષો ઘરમાં વાવવા

 • ભારતીય વાસ્તુ શાસ્ત્ર ઉપરાંત ચીની ફેગશુઈમાં પણ મની પ્લાંટને ઘરમાં લગાવવું શુભ મનાય છે. મની પ્લાંટમાં શુક્રનો વાસ હોય છે. જેને લગાવવાથી લોકોમાં પ્રેમ જળવાઈ રહે છે અને ક્યારેય પૈસાની ખોટ આવતી નથી. મની પ્લાંટને અગ્નિખૂણામાં વાદળી કાંચની બોટલમાં પાણી ભરીને વાવવું જોઈએ અને નિયમિત તેનું પાણી બદલતા રહેવું જોઈએ.
 • ફેંગસુઈ પ્રમાણે વાંસ સુખ અને સમૃધ્ધિનું પ્રતિક મનાય છે. કાંચની જારમાં નાના આકારનું વાંસ લાલ દોરો બાંધી દુકાન કે ઘરના ઈશાન કે ઉત્તર દિશામાં રાખવાથી આર્થિક પ્રગતિ થાય છે.
 • તાજા પુષ્પો

  તાજા પુષ્પો

  • ઘર અને દુકાન કે ઓફિસમાં પોઝિટિવ એનર્જી વધારવા માટે કુંડામાં તાજા સુંદર ફુલો વાવવા જોઈએ. આ ફુલો સૌભાગ્યમાં વધારો કરે છે. સૂકાયેલા પાંદડા અને ફૂલો નેગેટીવ એનર્જી ઉત્પન્ન કરે છે. જો છોડ સુકાઈ જાય તો તેને દૂર કરી દેવું જોઈએ. બેડરૂમના નૈઋત્ય કોણમાં ટેરાકોટા કે ચીની માટીના કુંડામાં સુરજમુખીના ફુલો વાવવા જોઈએ.
  • તુલસી એક ચમત્કારી ઔષધિ છે. તેનો સ્પર્શ અને તેનાથી બનતી હવા અત્યંત લાભકારક હોય છે. તેને ઘરના મુખ્ય દરવાજે વાવવી જોઈએ. તુલસીનો છોડ પ્રાચીનકાળમાં ઘરના મધ્યે લગાવવામાં આવતો હતો, જો કે આજકાલ ઘર નાના થઈ જવાને કારણે તેની જગ્યા પણ બદલાઈ ગઈ છે. ઉંચા અને ઘટાદાર વૃક્ષો દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં ઘરની દિવાલથી દૂર વાવવા.
  • આ વૃક્ષો ક્યારેય ન વાવવા

   આ વૃક્ષો ક્યારેય ન વાવવા

   • ઘરમાં ક્યારેય કાંટાળા વૃક્ષો વાવવા નહિ. કાંટા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જો કે ગુલાબનો છોડ સુગંધિત હોવાથી તેને વાવી શકાય છે.
   • ભૂલથી પણ જો ઘરમાં પીપળો ઉગી નીકળે તો તેને પૂજા કરી કુંડામાં વાવી દેવો. પીપળો ગુરુ ગ્રહનો કારક મનાય છે. આ વૃક્ષ ઘરની બહાર વાવવું જોઈએ. બેડરૂમમાં કોઈ પણ પ્રકારનો છોડ ન રાખવો, તેનાથી દંપતિ વચ્ચે માનસિક તાણ રહે છે. ડાઈનીંગ અને ડ્રોઈંગ રૂમમાં કુંડા મુકી શકાય છે.
   • આજ કાલ બોનસાઈ પૂર ફેશનમાં છે. જો કે બોનસાઈ છોડ ક્યારેય ઘરમાં રાખવા નહિં. વાસ્તુ પ્રમાણે બોનસાઈ છોડ ઘરના સભ્યોનો વિકાસ રૂંધે છે.
   • સુંદર ખુશબુ વાળા ફૂલો જેવા કે ચંપો, રાતરાણી, નાગચંપા જેવા ફૂલો વાવી શકાય પણ તેને ઘરની બહાર જ વાવવા.
   • નકલી છોડ ઘરની શોભા વધારે છે, પણ તે અશુભ મનાય છે. જેથી તેને ઘરમાં રાખવા નહિં.જેના દવ્રા

English summary
In Astrology there are 12 Zodiac signs. These 12 trees represent each one of them. All these were mentioned in Varaha Mihiras Jyotisha sashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more