આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ છે આ 5 ચમત્કારી પથ્થર

Posted By:
Subscribe to Oneindia News

આત્મવિશ્વાસ એ કહેવા માટે તો માત્ર એક શબ્દ છે, પણ તેને જીવનનો આધાર કહીશું તો તેમાં કોઈ જ નવાઈ નથી. વિના આત્મવિશ્વાસે જીવનમાં કંઈ પણ કરવું શક્ય નથી. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસઓછો છે તે પોતાના જીવનમાં ઉન્નતિ સાધી શકતો નથી અને પોતાના જીવનના સુખોનો આનંદ ઉઠાવી શકતો નથી.

આત્મવિશ્વાસ ધરાવનાર વ્યક્તિ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઝડપથી ઉગરી જાય છે. આત્મવિશ્વાસવાળી વ્યક્તિ માટે જીવનમાં કંઈ પણ કરવું, કોઈ પણ કામમાં સફળ થવું મુશ્કેલ નથી. તે જે પણ કામમાં હાથ નાખે છે તેમાં સફળતા મેળવે છે. આત્મવિશ્વાસ વધારવા માટે ઘણા લોકો પુસ્તકોનો સહારો લે છે. કેટલાક લોકો આધ્યાત્મક ગુરુનું માર્ગદર્શન લે છે. જ્યારે કેટલાક લોકો યોગ અને ધ્યાન તરફ વળે છે. પણ શું તમે જાણો છો કે રત્ન વિજ્ઞાન આત્મવિશ્વાસને વધારવા માટે અનેક રસ્તા જણાવે છે. જેમસ્ટોન ધારણ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને સફળતા તેની પાછળ પાછળ આવવા લાગે છે. આજે આવા જ કેટલાક સ્ટોન વિશે અમે તમને કેટલીક જાણકારી આપીશું, જેના ચમત્કારથી વ્યક્તિમાં આત્મવિશ્વાસની આપો આપ વૃધ્ધિ થવા લાગશે.

સનસ્ટોન

સનસ્ટોન

સૂર્યની જેમ લાલ-પીળી ચળકાટવાળી આભા વાળા આ સ્ટોનની અસર વ્યક્તિના હદય અને મગજ પર થાય છે અને તેને ધારણ કરતાના થોડા જ સમયમાં ફેરફારો જણાવા લાગે છે. જે લોકો કોઈ કામ કરતી વખતે નુકશાન કે અસફળતાથી ડરતા હોય તેવા લોકો એ આ સનસ્ટોન ધારણ કરવો જોઈએ. તેની મદદથી વ્યક્તિમાં છૂપાયેલી પ્રતિભા બહાર આવે છે.

સિટરિન

સિટરિન

પીળી-નારંગી, સ્વર્ણ આભા વાળો આ સ્ટોન ગજબ આત્મવિશ્વાસ વધારે છે. તેને ધારણ કરતા વ્યક્તિમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. વ્યક્તિમાં દરેક કામો કરવાની ઈચ્છા જાગે છે. તેને સક્સેસ સ્ટોન પણ કહે છે, કારણ કે તેને ધારણ કરવાથી સફળ થવાની શક્યતા વધી જાય છે

ગોલ્ડન બેરિલ

ગોલ્ડન બેરિલ

લીબું જેવો પીળો રંગ ધરાવનાર આ સ્ટોન પારદર્શી હોય છે. આ સ્ટોનમાં નેતૃત્વ ક્ષમતા વધારવાના ગુણો છે. નોકરીમાં પ્રમોશન કે ઈન્ટરવ્યુ આપવાનો હોય ત્યારે ગોલ્ડન બેરિલ સૌથી ઉત્તમ સ્ટોન છે. તેનાથી વ્યક્તિનો પ્રભાવ વધે છે અને તેનાથી સંપર્કમાં આવનારી દરેક વ્યક્તિ આકર્ષાય છે. જેથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને તે સફળતા મેળવે છે.

હેમેટાઈટ

હેમેટાઈટ

કાળા કોલસા જેવા રંગનો આ પથ્થર હોય છે. નકારાત્મક ઉર્જાને બ્લોક કરવા માટેનો આ ઉત્તમ સ્ટોન છે. આ તમેની માટે ફાયદાકારક છે, જેને હંમેશા લોકો નીચો દેખાડવાનો પ્રયત્ન કરતા હોય. ધ્યાન કેન્દ્રિત કરવા અને એકાગ્રતા માટે હેમેટાઈટ ધારણ કરવો શુભ છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય તેવા લોકો એ તેને જરૂર ધારણ કરવો.

મૂન સ્ટોન

મૂન સ્ટોન

સફેદ રંગનો આ સુંદર પત્થર છે. પોતાના નામ પ્રમાણે તેનામાં ચંદ્ર જેવી ચળકાટ હોય છે. તેને ધારણ કરવાથી મનનો ડર કે ફોબિયા નીકળી જાય છે. અસફળતાનો ડર મનમાંથી નીકળી જાય છે. વધુ લાગણીશીલ લોકો એ આ સ્ટોન ધારણ કરવો જોઈએ. જે લોકોને સંબંધમાં દગો થયો હોય અને જીવવામાં મુશ્કેલી લાગતી હોય તેમણે આ સ્ટોન ધારણ કરવો જોઈએ.

નોંધ- આ દરેક સ્ટોન ચાંદીની વીંટી કે પેન્ડન્ટમાં ધારણ કરવો જોઈએ. તેને કોઈ પણ દિવસે પહેરી શકાય છે, પણ ધ્યાન રાખજો કે જ્યારે તેને ધારણ કરો તેના એક અઠવાડિયા પહેલા તેનું શુધ્ધિકરણ કરી લો. શુધ્ધિકરણ માટે તમારા પૂજા સ્થાને સવારે સ્નાન પતાવી બેસી તેને ગંગાજળ અથવા પીવાના પાણીથી ધોવો અને તમારા ઈષ્ટ દેવ અને ગુરુનું ધ્યાન કર્યા બાદ ધારણ કરો.

English summary
"Gemstones have a special significance in Vedic astrology. Gemstones are used from ages of ages to liberate the problems cussed by planets.
Please Wait while comments are loading...