ગુરૂ પૂર્ણિમા: જાણો કેટલા પ્રકારની હોય છે ગુરૂ દીક્ષા?

Written By:
Subscribe to Oneindia News

ભારતમાં ગુરૂ પૂર્ણિમાનો પર્વ અત્યંત શ્રદ્ધા અને ધૂમધામથી ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી જ આપણા ત્યાં ગુરૂને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરૂ શબ્દ બે શબ્દોનો બનેલો છે-'ગુ' નો અર્થ થાય છે 'અંધકાર' અને 'રૂ'નો અર્થ થાય છે 'પ્રકાશ'. એટલે કે, તમને અંધકારથી પ્રકાશ તરફ દોરી જાય તે સાચો ગુરૂ છે.

guru purnima

વર્ષાઋતુની શરૂઆતમાં આવતી અષાઢ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા કહે છે. આ દિવસે ચાર વેદોના અને મહાભારતના રચયિતા, સંસ્કૃતના પરમ વિદ્વાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીનો જન્મ દિવસ પણ ઉજવાય છે. આ દિવસે સંત ઘીનાદાસનો જન્મ પણ થયો હતો. આ ગુરૂના માન-સન્માનની પૂર્ણિમા છે. આ દિવસે બંગાળી સાધુ પોતાનું માથુ મુંડાવી ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. ગુરૂ પૂર્ણિમાને વ્રજમાં મુડિયા પૂને કહેવાય છે.

ગુરૂનું મહત્વ

ગુરૂર્બ્રહ્મા, ગુરૂર્વિષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વરઃ
ગુરૂર્સાક્ષાત્ પરમબ્રર્હ્મા તસ્મૈ શ્રી ગુરૂવેઃ મનઃ

ગુરૂ દીક્ષા કેટલા પ્રકારની હોય છે?

સમય દીક્ષા: જ્યારે તમે સાધના કરો છો તો સૌથી પહેલા તમારા વિચારો શુદ્ધ થવા જરૂરી છે. આ સાધના માર્ગનું સૌથી પહેલું સુત્ર છે.

માર્ગ દીક્ષા: આ દીક્ષામાં ગુરૂ શિષ્યને એક બીજ મંત્ર આપે છે, જે મંત્રનો શિષ્ય નિરંતર જાપ કરે છે.

જ્ઞાન દીક્ષા: આ દીક્ષામાં સાધકને પહેલા ધ્યાન દ્વારા પોતાના વિચારોને શુદ્ધ કરવાનું જણાવવામાં આવે છે.

શામ્ભવી દીક્ષા: આ એક એવી દીક્ષા છે, જેમાં સાધના દરમિયાન આવનારી દરેક બાધાઓ દૂર કરી ગુરૂ સ્વયં શિષ્યની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે.

ચક્ર જાગરણ દીક્ષા: આ દીક્ષામાં ગુરૂ શિષ્યના શરીરમાં સ્થિત મૂળાધાર ચક્રને જાગૃત કરવાની વિધિ જણાવી હંમેશા મદદ કરે છે.

વિદ્યા દીક્ષા: આ દીક્ષામાં ગુરૂ પોતાના પ્રિય શિષ્યને પોતાના દ્વારા પ્રાપ્ત જ્ઞાનની સિદ્ધિઓ આપે છે, એટલે કે ગુરૂ પોતાના જ્ઞાનના પ્રકાશની જ્યોતિ શિષ્યના મસ્તિષ્કમાં પ્રવેશ કરાવે છે.

શિષ્યાભિષેક દીક્ષા: આ દીક્ષામાં ભૌતિક જગતમાં રમનારા મનને એકાગ્ર કરી આધ્યાત્મિકતા તરફે લઈ જવાય છે, જેનાથી મનને શાંતિ અને શક્તિ મળે છે.

પૂર્ણાભિષેક દીક્ષા: આ એક પૂર્ણ દીક્ષા છે. જેમાં ગુરૂ પોતાના શિષ્યને સર્વસ્વ આપી દે છે. દીર્ઘ તપ બાદ ગુરૂએ જે પણ જ્ઞાન, સિદ્ધિઓ અને આધ્યાત્મિક ઊર્જા મેળવી હોય છે તે બધું તે પોતાના શિષ્યને સોંપી દે છે.

English summary
Guru Purnima Special: Importance of guru in Indian culture.
Please Wait while comments are loading...