હનુમાન જયંતિએ કરો લાલ ચંદનનો આ પ્રયોગ, ધન-ધાન્યની નહિં વર્તાય ખોટ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

લાલ રંગનો હનુમાનજી સાથે ખાસ સંબંધ છે. મંગળવારે હનુમાનજીનો જન્મ થયો હતો અને આ દિવસ મંગળ ગ્રહનો છે, જેનો રંગ પણ લાલ છે. જેથી હનુમાનને પણ આ લાલ રંગ અતિપ્રિય છે. લાલ ચંદનમાં પણ મંગળનો વાસ મનાય છે અને આ હનુમાનને પ્રિય છે. જેથી હનુમાન જંયતિના ખાસ અવસરે લાલ ચંદનનો ઉપયોગ કરી ધન-સંપદાની પ્રાપ્તિ કરી શકાય છે. આ વર્ષે હનુમાન જયંતિ 31 માર્ચે આવી રહી છે.

હનુમાન જયંતિ

હનુમાન જયંતિ

હનુમાન જયંતિના દિવસે સૂર્યોદયના સમયે સવારે સ્નાન પતાવી લાલ કપડાના આસન પર બેસી જાવ. સામે બાજોઠ પાથરી તેના પર લાલ કપડુ પાથરી હનુમાનજીનું ચિત્ર સ્થાપિત કરો. તેમને લાલ ફૂલોની માળા ચઢાવો. હવે લાલ ચંદનની માળાથી ऊं हं हनुमते नमः મંત્રની પાંચ માળાનો જાપ કરો. જાપ શરૂ કરતા પહેલા ધન પ્રાપ્તિની કામનાનો સંકલ્પ કરો. પાંચ માળા પૂરીં થયા પછી બેસનની મિઠાઈનો ભોગ લગાવો. હનુમાનજીને અર્પિત કરેલા લાલ ફૂલોને એક લાલ કપડામાં બાંધી તમારી તિજોરીમાં રાખો. તેનાથી જલ્દી જ આવકમાં વધારો થવા લાગશે.

પીપળાના 21 પાનનો ઉપાય

પીપળાના 21 પાનનો ઉપાય

હનુમાન જયંતિના દિવસે પીપળાના 21 પાન લો. તેને શુદ્ધ જળ અને ગંગાજળથી ધોઈ તમારા પૂજા સ્થાને બેસો. લાલ ચંદન ઘસી પ્રત્યેક પાન પર રામ લખો. આ પાનની વિધિવત પૂજા કરતી વખતે સ્થાયી સંપતિની કામના કરો. હનુમાન જયંતીના સાંજે તેને નદીમાં પ્રવાહિત કરો. તેનાથી વેપારીઓને વેપારમાં લાભ થાય છે. જમીન, મકાન અને સ્થાયી સંપતિમાં લાભ થાય છે. જેમનું પોતાનું મકાન નથી તેઓ જલ્દી જ પોતાના નવા ઘરમાં જશે.

લાલ ચંદનનો ઉપાય

લાલ ચંદનનો ઉપાય

હનુમાન જયંતિના દિવસે લાલ ચંદનને ઘસી પાતળું કરી લો. તેનાથી હનુમાનજીની પ્રતિમાને સ્નાન કરાવો. ત્યારબાદ પ્રતિમા પરથી થોડુ લાલ ચંદન લઈ તમારા મસ્તિષ્ક પર તિલક કરો. તેનાથી હનુમાનજી પ્રસન્ન થઈ તમારી તમામ મનોકામના પૂરીં કરશે. જે લોકો વાહન, મશીનરી કે લોખંડની ચીજોના વેપારી સાથે જોડાયેલા છે તેમના વેપારમાં અચાનક મોટો ઉછાળો જોવા મળશે.

શિવલિંગની પૂજા

શિવલિંગની પૂજા

હનુમાન જયંતિના દિવસે લાલ ચંદનનો લેપ શિવલિંગ પર લગાવી હનુમાન અને શિવ બંનેને ખુશ કરી શકો છો. આ ઉપાયથી તમે જલ્દી જ દેવામાંથી મુક્તિ મેળવી શકો છો.

English summary
Hanuman Jayanti celebreted Saturday 31st March 2018, Here is some Tips for Pooja

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.