For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોળિકા દહનનું મહાત્મ્ય અને મુહૂર્ત

12 માર્ચે પૂર્ણિમા ઉદય છે. આ દિવસે હોળિકા દહન સાજે 6 વાગ્યાને 30 મિનિટથી 8 વાગ્યાને 35 મિનિટ સુધી કરી શકાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હોળિકા દહન અને પૂજન ભદ્ર મુખનો ત્યાગ કરવો ફળદાયી મનાય છે. ફાગણ માસની પૂર્ણિમાએ પ્રદોષ કાળમાં હોળિકા દહન કરવાનું વિધાન છે. 12 માર્ચે પૂર્ણિમા ઉદય વ્યાપિની છે. આ દિવસે ભદ્રાનું મુખ 5 વાગ્યાને 35 મિનિટથી 7 વાગ્યાને 33 મિનિટ સુધી છે.

હોળિકા દહનનું શુભ મુહૂર્ત

હોળિકા દહન સાજે 6 વાગ્યાને 30 મિનિટથી 8 વાગ્યાને 35 મિનિટ સુધી કરી શકાય છે.

holi

પૂજા વિધિ

હોળી પ્રગટાવ્યા પહેલા હોળીનું પૂજન કરવાનું હોય છે. જાતકોએ પૂજા કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મોઢું રાખીને બેસવું. પૂજા કરવા માટે માળા, રોલી, ગંધ, ફૂલો, કાચુ સુતર, ગોળ, આખી હળદર, મગ, પતાશા, ગુલાલ, નાળિયેર, પાંચ પ્રકારના અનાજમાં ઘઉંના ફાડા અને સાથે એક લોટો જળ રાખવું જોઈએ.

હોળિકા દહન

હોળિકાની ચારેબાજુ પ્રદક્ષિણા કરી સુતરને હોળિકાની ચારે તરફ સાત પરિક્રમા કરતા લપેટી દેવું. હોળિકા પ્રગટાવ્યા પહેલા પૂજાવિધિ કરી જળ અર્પણ કરવું જોઈએ. હોળીકાને ધાણી, હાયડા અને ખજૂરનું અર્પણ કરવામાં આવે છે. જેની સાથે કંકુ, અબીલ અને ગુલાલ પણ ધરાવવામાં આવે છે. નાળિયેર પધરાવવામાં આવે છે. સૂર્યાસ્ત બાદ પ્રદોષ કાળમાં હોળિકામાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે, અંતે બધા જ પુરુષોને તિલક લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે હોળીના અગ્નિનો શેક લેવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે. હોળીનો અગ્નિ શાંત થયા બાદ ઠંડી પડેલી રાખને બીજા દિવસે ઘરમાં લાવવું શુભ મનાય છે. હોળીની રાખનો શરીર પર લેપ કરવો જોઈએ.

English summary
According to Hindu scriptures Holika Dahan, which is also known as Chhoti Holi, should be done during Pradosh Kaal while Purnimasi Tithi is prevailing. here is Muhurat and Timings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X