જાણો શુક્ર ગ્રહ તમારા જીવન પર કઈ રીતે પ્રભાવ પાડે છે?

Posted By:
Subscribe to Oneindia News

યજૂર્વેદનો અઘિપતિ અને શરીરના વીર્ય સ્થાનનો સ્વામી શુક્ર છે. તેની બે રાશિ છે વૃષભ અને તુલા આ ગ્રહ સૂર્યોદયના પૂર્વે અને પશ્ચાત જોઈ શકાય છે. શુક્ર વાસનાનો આશક્ત અને બીજી બાજૂ માતાના નિઃસ્વાર્થ પ્રેમનો સૂચક છે. શુક્ર પત્ની, ભૌતિક સુખ, કામશાસ્ત્ર, સંગીત, આભૂષણ વાહન, વૈભવ, કવિતા રસ અને સંસારની તમામ સુખ આપનારી ચીજોનો કારક છે.

venus

શુક્રનું મહત્વ
શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો અને કન્યા રાશિમાં રહેતા નીચનો હોય છે. શુક્ર ગ્રહનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે. જો શુક્ર બળવાન છે તો લગભગ દરેક સુખની પ્રાપ્તિ થાય છે.અને જો નીચનો કે કમજોર હોય તો શારીરિક દૂર્બળતા, લગ્નમાં મોડું, ગુપ્ત સંબંધોથી બદનામી, મૂત્રને લગતી બિમારીઓ અને પ્રેમમાં નિષ્ફળતા આપે છે.

શુક્રનો પ્રભાવ
શુક્રની દશા મેષ રાશિ વાળા માટે સારી હોતી નથી. જો કુંડળીમાં શુક્ર છઠ્ઠા, આઠમાં, બારમાં અને પાપ ગ્રહોથી યુક્ત અને હોય તો તે વ્યકિતને શુક્ર સાથે સંબંધિત અનેક રોગોનો સામનો કરવો પડે છે. જો સપ્તમ ભાવમાં બુધ અને શુક્ર હોય તો જીવનમાં એક સ્ત્રી હોય છે અને સપ્તમેશ અને દ્રિતિયેશ શુક્રની સાથે અથવા પાપ ગ્રહોની સાથે થઈ છઠ્ઠા, આઠમાં અને બારમાં ભાવમાં સ્થિતહોય તો એક સ્ત્રી મરી જાય છે અને બીજા લગ્ન થાય છે. મિથુન લગ્ન હોય, લગ્નમાં બુધ, શુક્ર, કેતુ અને રાહુ હોય તથા સપ્તમેશ ગુરુ બીજા સ્થાનમાં પાપ ગ્રહો સાથે થઈ શનિ સાતમાં ભાવને જોઈ રહ્યો હોય તો બે લગ્ન થાય છે પણ બને સ્ત્રીઓ મરી જાય છે.

શુક્રનો લગ્ન સાથે સંબંધ
કન્યા લગ્ન હોય લગ્નમાં શુક્ર નીચનો હોય તો તે સ્ત્રી પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે સંસર્ગ કરે છે. શુક્ર ધનભાવમાં હોય અને સપ્તમેશ અગિયારમાં ભાવમાં હોય તો જાતકના લગ્ન 19 થી 22 વર્ષની આયુમાં થઈ જાય છે. શુક્ર પંચમભાવમાં અને રાહુ ચતુર્થ ભાવમાં હોય તો જાતકના લગ્ન 31 થી 33 વર્ષની ઉંમરમાં થાય છે. લગ્નેશથી શુક્ર જેટલો નજીક હોય છે લગ્ન તેટલા જ જલ્દી થાય છે. શુક્ર અને મંગળ લગ્ન, ચતુર્થ, છઠ્ઠા, સાતમાં, આઠમાં અને બારમાં હોય તો જાતકના પ્રેમ લગ્ન થાય છે. શુક્ર મંગળની સાથે છઠ્ઠા ભાવમાં હોય તો મનુષ્ય કામી હોય છે. શુક્ર મિથુન અથવા તુલા રાશિમાં હોય તો સ્ત્રી-પુરુષ બંને કામી હોય છે.

શુક્ર ગ્રહથી થનારા રોગ
છઠ્ઠા ભાવનો માલિક શુક્રની સાથે લગ્ન કે અષ્ટમ ભાવમાં હોય તો આંખના રોગ થાય છે. સિંહ રાશિમાં સૂર્યને શુક્ર જોઈ રહ્યો હોય તો પાઈલ્સનો રોગ થાય છે. શુક્ર અસ્ત થઈ છઠ્ઠા, આઠમાં, બારમાં ભાવમાં હોય તો મૂત્ર, પથરી, વીર્યની કમી, કાનનો રોગ, શીધ્ર પતન, સ્વપ્ન દોષ અને ક્ષય રોગ થાય છે. શુક્ર અને ચંદ્ર પોતાના શત્રુની સાથે હોય તો વ્યકિતને ઓછું સંભળાય છે.

મંગળ તથા સપ્તમમાં ગુરુ
લગ્નમાં મંગળ તથા સપ્તમમાં ગુરુ અને મંગળ હોય તો માથામાં વાગી શકે છે. અષ્ટમેશ પર શુક્રની દ્રષ્ટિ તથા સૂર્યની સાથે શનિ અને રાહુ હોય તો માથાનું મોટું ઓપરેશન થવાની શક્યતા છે. મેષ કે કર્ક રાશિમાં રહેવાને કારણે દાંતમા પાયરિયાનો રોગ થાય છે.

પાપ ગ્રહોની અસર હેઠળ
શુક્ર ષષ્ઠેશ થઈ લગ્નમાં હોય અને પાપ ગ્રહોથી ગ્રસ્ત હોય તો જાતકે મોઢામાં સોજો થઈ શકે છે.આ સ્થાનમાં શુક્ર, પંચમ, નવમમાં શનિ અને સપ્તમમાં સૂર્ય હોય તો દાંતનો રોગ થાય છે. નીચ રાશિમાં શુક્રની સાથે રાહુ હોય તો કાનમાં વાગી શકે છે અને તૃતિયેશ શુક્રની સાથે હોય તો ઓછું સંભળાય છે. દશમ ભાવમાં શુક્ર અને રાહુ એક સાથે હોય તો સાપથી ડર રહે છે, પ્રાણીઓથી હાની થાય છે.

English summary
According to Vedic astrology the planet Venus is measured the most distinguished planet in all the planets.Venus is given the name Shukra.
Please Wait while comments are loading...