ગ્રહપિડામાંથી છૂટકારો અપાવી શકે છે વિવિધ સુગંધની ધૂપબત્તી, જાણો કેવી રીતે?

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સુગંધિત વાતાવરણ કોને પસંદ ન હોય. જુદી જુદી સુગંધ વ્યકિતના મનને મોહિત કરી દે છે. માત્ર માણસને જ નહિં પણ દેવો અને ગ્રહને પણ સુગંધ પ્રિય છે. જેથી દરેક ધર્મમાં પૂજા પધ્ધતિમાં સુગંધિત ફૂલો, ઈત્ર અને મહેકની અગરબત્તી કે ધૂપ બત્તીને શામેલ કરવામાં આવે છે. આજે તમને જણાવિશું કે કયા ગ્રહને કઈ સુગંધ પસંદ હોય છે. જો આ તમે જાણી જશો તો તમારા રિસાયેલા ગ્રહોને તેમની મનપસંદ સુગંધિત અગરબત્તી કે ધૂપબત્તી દ્વારા ખુશ કરી શકશો. ગ્રહોને તેમની પસંદની ધૂપબત્તી લગાવાથી કુંડળીમાં રહેલા અનેક દોષ-પ્રભાવ દૂર કરી શકાય છે.

સૂર્ય

સૂર્ય

સૂર્ય આત્માનો કારક ગ્રહ છે. જન્મ કુંડળીમાં સૂર્ય ખરાબ હોય તો અનેક પ્રકારના રોગ થાય છે. સૂર્યને ખુશ કરવા માટે કેસરની સુગંધ વાળી અગરબત્તી કે ધૂપબત્તી નિયમિત ઘરના પૂર્વભાગમાં જલાવો. કેસરની મહેકથી સૂર્ય દેવ તો ખુશ થશે સાથે જ તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

ચંદ્ર

ચંદ્ર

ચંદ્ર મનનો કારક છે. જન્મ કુડળીમાં ચંદ્ર ખરાબ હોય તો માનસિક અસ્થિરતા, મનમાં ઉદાસીનતા રહે છે. ચંદ્ર ખરાબ રહેવાથી મસ્તિષ્કને લગતા રોગો થાય છે. ચંદ્રને ખુશ કરવા માટે ચમેલીની સુગંધ વાળી ધૂપબત્તી નિયમિત જલાવો.

મંગળ

મંગળ

મંગળ ગ્રહ ખરાબ હોય તો વ્યકિતનું જીવવું મુશ્કેલ બની જાય છે. વ્યકિત હંમેશા આર્થિક રીતે હેરાન રહે છે. મંગળની પીડાને શાંત કરવા અને મંગળને ખુશ કરવા ગુલાબની અગરબત્તી કે ધૂપબત્તી લગાવો. લાલ ચંદનની અગરબત્તી પણ વાપરી શકો છો.

બુધ

બુધ

જન્મ કુંડળીમાં બુધ ગ્રહની પીડા હોય તો કેવડાની સુગંધ વાળી ધૂપબત્તી નિયમિત સવાર સાંજ કરો. તેનાથી બુધ ગ્રહના દુષ્પ્રભાવથી છૂટકારો મળે છે.

ગુરુ

ગુરુ

બૃહસ્પતિને ચંદનની સુગંધ વધુ પસંદ છે. ગુરુને ખુશ કરવા નિયમિત પૂજા સ્થાને ચંદનની સુગંધ વાળી ધૂપ જલાવો. તેનાથી તમારી આત્માને પણ શાંતિ મળશે. કેરિયરમાં સફળતા મળશે અને ધનનો સંચય થશે.

શુક્ર

શુક્ર

મોગરો, ચમેલી અને ગુલાબની સુગંધ વાળી અગરબત્તી લગાવી શુક્ર ગ્રહને ખુશ કરી શકાય છે. તેનાથી ભૌતિક સુખોની પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે. આ સુગંધ દાંપત્યજીવનમાં મધૂરતા લાવે છે. પ્રેમ સંબંધો મજબૂત બને છે.

શનિ

શનિ

શનિ ગ્રહને ખુશ કરવું સરળ નથી, પણ તેમને ખાસ પ્રકારની સુગંધો પસંદ છે. શનિને ખુશ કરવા ઈચ્છો છો તો લોહબાનની અગરબત્તી કે ધૂપબત્તી નિયમિત રીતે જલાવાનું શરૂ કરો.

રાહુ-કેતુ

રાહુ-કેતુ

કહેવાય છે કે રાહુ-કેતુની જ્યારે ખરાબ દશા હોય તો વ્યકિત ચેનથી બેસી શકતા નથી. રાહુ-કેતુને ખુશ કરવા માટે ગુગલ અને લોબાનની અગરબત્તી લગાવો. તેનાથી આ ગ્રહોની પીડામાંથી છૂટકારો મળશે.

English summary
Dhoop Batti plays very important part of Hindu puja, here are reasons, Please Have a Look.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.