For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુ પુષ્પ અને સર્વાર્થસિદ્ધિ યોગ સાથે વિદાય લેશે વર્ષ 2020

ગુરુ પુષ્પ અને સર્વાર્થસિદ્ધિ યોગ સાથે વિદાય લેશે વર્ષ 2020

By Staff
|
Google Oneindia Gujarati News

Pushya Nakshatra Effect: વર્ષ 2020 આખી દુનિયામાં કોરોના મહામારી માટે હંમેશા યાદ રખાશે. આખું વર્ષ આ મહામારીએ દુનિયામાં ઉથલ પાથલ મચાવી રાખી દીધી. ભારતમાં પણ લાખો નોકરીઓ ચાલી ગઈ, લાખો કરોડો નાના-મોટા બિઝનેસ બંધ થઈ ગયા. લાખો લોકોના જીવ ચાલ્યા ગયા. પરંતુ સુખદ એ છે કે અનેક દેશોએ આ મહામારીની વેક્સીન તલાશી લીધી છે અને ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે જલદી જ આ બીમારીને રોકવાની દિશામાં પગલું માંડવામાં આવી શકે છે. ઉથલ પાથલ ભરેલા વર્ષના અંતિમ દિવસે અનેક શુભ સંયોગથી ભરેલું છે.

moon

પૌષ કૃષ્ણ પ્રતિપદા 31 ડિસેમ્બરે ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુ પુષ્યનો શુભ યોગ બન્યો છે. આ દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. જો કે પુષ્ય નક્ષત્ર 31 ડિસેમ્બરે સાંજે 7.47 વાગ્યેથી પ્રારંભ થશે અને આગલા દિવસે 1 જાન્યુઆરી 2021ની રાત્રીએ 8.14 વાગ્યા સુધી રહેશે.

ગુરુ પુષ્યના સંયોગમાં શું કરવું

  • ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરાયેલા કાર્યો સ્થાયી હોય છે. ખરીદી કરવા માટે આ નક્ષત્ર સર્વોત્તમ માનવામાં આવ્યું છે. જેમાં કરેલી ખરીદી પણ સ્થાયી હોય છે.
  • ગુરુ પુષ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સમસ્ત ભોગ-સુખ પ્રાપ્ત થાય છે.
  • આ નક્ષત્ર ગુરુ અને શનિનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ગ્રહોની પીડા આ દિવસે દૂર કરી શકાય છે.
  • અવિવાહિત યુવક-યુવતીઓ જેમના વિવાહમાં સમસ્યા આવી રહી છે, તેઓ આ દિવસે કેળના વૃક્ષની પૂજા કરે. કેળની જળ કાઢી તેને ગંગાજળ અને કાચાં દૂધથી ધોઈ હળદરમાં લપેટી પીળા કપડામાં બાંધી તમારી પાસે રાખો. જેનાથી વિવાહની બાધા દૂર થાય.
  • આ દિવસે હળદરની કાચી ગાંઠને પીળા કપડામાં બાંધી તિજોરીમાં રાખવાથી ધન-સુખની પ્રાપ્તિ થાય છે.
  • ગુરુ ગ્રહની પીડા દૂર કરવા અને ગૂરૂને મજબૂત બનાવવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુનો શ્રૃંગાર પીળા રંગે કરો.
English summary
Important fact about pushya nakshatras starting from 31st december
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X