જો તમને વધુ ગુસ્સો આવે છે તો તેને કંટ્રોલ કરવા કરો આ ઉપાય

Posted By:
Subscribe to Oneindia News

ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે. જ્યારે કોઈ તમારી વાત નથી માનતુ ત્યારે તમને વધુ ગુસ્સો આવે છે, જ્યારે તમારી મરજી પ્રમાણે કામ નથી થતુ ત્યારે તમને ગુસ્સો આવે છે અથવા જ્યારે કોઈ નુકશાન થઈ જાય છે ત્યારે તમને ગુસ્સો આવે છે. આવા અનેક કારણોથી તમને દિવસ દરમિયાન ગુસ્સો આવ્યા કરે છે. પણ શું તમે જાણો છો આ ગુસ્સાને કારણે તમે ઘણી વાર પોતાનું જ નુકશાન કરી બેસો છો. શાસ્ત્રોમાં પણ કામ, ક્રોધ, મદ, લોભની સાથે ક્રોધથી દૂર કરવાનું કહેવામાં આવ્યુ છે. વાજબી કારણ હોયને ગુસ્સો આવે ત્યાં સુધી બરાબર છે પણ જો તમને નાની-નાની વાતો પર ગુસ્સો આવતો હોય તો સારી વાત નથી. જો તમને પણ વિના કારણે ગુસ્સો આવતો હોય અને તેના પર તમે કોઈ નિયંત્રણ કરી શકતા નથી તો કેટલાક ઉપાયો મેળવી તમે તમારા ગુસ્સાને કાબૂમાં કરી શકો છો. યાદ રાખજો ગુસ્સો તમારુ ઘણું નુકશાન કરે છે. જે કામ ગુસ્સાથી નથી કરાવી શકાતા તે કામ મૃદુ વ્યવહાર અને મીઠુ બોલી કરાવી શકાય છે.

મોતી પહેરો

મોતી પહેરો

જો તમને વાતે વાતે ગુસ્સો આવે છે અને તમે ગુસ્સામાં પોતાનું ભાન ખોઈ બેસો છો તે તમે ચાંદીની વિંટી કે પેંન્ડન્ટમાં મોટી સાઈઝનો અસલી મોતી પહેરો. ઓછામાં ઓછી 8 થી 12 કેરેટનો મોતી ધારણ કરો. તેનાથી તમારો ચંદ્ર ઠીક થશે અને ગુસ્સો આવવાથી તમે જાત પર નિયંત્રણ લાવી શકશો.

ચાંદીનું કડુ

ચાંદીનું કડુ

જો કુટુંબમાં કોઈ તમારી વાત માનતુ નથી અને તમને ગુસ્સો આવી જાય છે કે તમે અધિકારી છો અને ઓફિસમાં લોકો તમારી વાત સાંભળતા નથી તો તમે ચાંદીનું કડુ હાથમાં પહેરી શકો છો. તમારા પર્સમાં ચાંદી પર ચંદ્ર યંત્ર બનાવી રાખી શકો છો. જેથી લોકો તમારા આધિન થઈ જશે અને તમારી વાત સાંભળશે. તેનાથી તમને ગુસ્સો પણ નહિં આવે.

લાલ મુંગાના ગણપતિનું પેંડન્ટ

લાલ મુંગાના ગણપતિનું પેંડન્ટ

વ્યક્તિ વધુ ગુસ્સો ત્યારે કરે છે જ્યારે તેની કુંડળીમાં મંગળ અને ચંદ્રનો તાળમેળ બરાબર ન હોય. જો કુંડળીમાં કોઈ પણ સ્થાનમાં મંગળ ઉગ્ર છે તો વ્યક્તિ ક્રોધી સ્વભાવ ધરાવે છે. જો લગ્ન સ્થાનમાં મંગળ છે તો વ્યક્તિ ગુસ્સાથી આવતા પરિણામની પરવાહ કરતો નથી. જેથી મંગળને શાંત કરવો પડે છે. તે માટે ગળામાં લાલ મુંગાની ગણપતિનું પેંડન્ટ ધારણ કરો. જેનાથી મંગળ સંતુલિત રહેશે અને ગુસ્સાને કારણે તમને હાની થશે નહિં.

સ્ફટિકની માળા

સ્ફટિકની માળા

ક્રોધી સ્વભાવને ઠીક કરવા માટે ગણપતિની નિયમિત પૂજા કરો. શક્ય હોય તો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ નિયમિત કરો. નિયમિત સ્ફટિકની માળાથી ऊं गं गणपतयै नमः મંત્રની એક માળા જાપ કરવાથી માનસિક સ્થિરતા વધે છે અને વિના કારણે ગુસ્સો આવશે નહિં.

નિયમિત દહીંનું સેવન

નિયમિત દહીંનું સેવન

દહીને તમારા ભોજનમાં રાખો. ખાંડ નાખી દહીં ખાવાથી અથવા સમયે સમયે માવાની મિઠાઈ ખાવાથી ચંદ્રને લગતા દોષોમાં ઘટાડો થાય છે. તેનાથી માનસિક સ્થિતિ મજબૂત બને છે અને વિના કારણના ગુસ્સા પર લગામ લાગે છે.

English summary
Anger should be avoided by everyone. There are two parts of mind, hypothalamus and amygdale. Astrology Tips to Control Anger.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.