નકારાત્મક ઊર્જાથી બચવા ધારણ કરો 'સુલેમાની અકીક'

Posted By:
Subscribe to Oneindia News

મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં વિના કારણે નિરાશાનો અનુભવ કર્યો હશે. એું ગણીવાર બે છે જ્યારે વિના કોઈ કારણે મનમાં ગભરાટ અને ડર અુભવાય છે. કેટલાક દિવસોએ કોઈ કામમાં મન નથી લાગતું અથવા બિમારીઓ કે માનસિક ચિંતાઓ તમને ઘેરી વળે છે. આવી સ્થિતિ માનસિક અને શારીરિક આરોગ્ય માટે સારી નથી, કોઇ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે મજબૂત ઇચ્છાશક્તિની જરૂર પડે છે, જેના માટે સ્વસ્થ મન ખૂબ જરૂરી છે.

નકારાત્મક ઊર્જાનો પ્રભાવ

નકારાત્મક ઊર્જાનો પ્રભાવ

જો તમને પણ આવું અનુભવાતું હોય તો તે માત્ર નકારાત્મક ઊર્જા છે, જે તમારી માનસિક સ્વસ્થતા માટે હાનિકારક છે. દરેક વ્યક્તિની પોતાની એક ઓરા હોય છે, જેમાં સકારાત્મક અને નકારાત્મક બંન્ને ઊર્જા હોય છે. જે વ્યક્તિની ઓરામાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે, તેને પોતાના જીવનમાં વધુ મુશ્કેલીઓ હોવાનું અનુભવાય છે. નકારાત્મક ઊર્જાને જ ખરાબ નજર લાગવી કહેવાય છે. ખાસ કરીને બાળકોને નજર લાગવાની સમસ્યા વધારે હોય છે. કેટલાક લોકો તેને ભૂત-પ્રેતનો પડછાયો છે, એમ પણ કહે છે.

બચવાનો ઉપાય

બચવાનો ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં આવી મુશ્કેલીથી બચવા માટે અનેક પ્રકારના રત્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રત્નોમાં સુલેમાની અકીક નામના પથ્થરનો પણ સમાવેશ થાય છે. આ કાળા રંગનો અપારદર્શી પથ્થર છે, જેની અંદર સફેદ રંગની હલ્કી ધારીઓ હોય છે. આ પથ્થર પહેરવાથી કોઈની નકારાત્મક ઊર્જા કે નજરની ખરાબ અસર થતી નથી. તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી.

વાદળી રંગના દોરામાં બાંધીને પહેરો

વાદળી રંગના દોરામાં બાંધીને પહેરો

સુલેમાની અકીક કોઈ પણ ઉંમરની વ્યક્તિ કોઈ પણ દિવસે પહેરી શકે છે. તે ખરાબ નજરને દૂર કરી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ કરે છે. સુલેમાની પથ્થરને ચાંદીના લોકેટમાં મુકી વાદળી દોરામાં બાંધી ગળામાં અથવા આંગળીમાં ધારણ કરી શકાય છે.

સુલેમાની અકીક ધારણ કરવાથી થતા લાભ

સુલેમાની અકીક ધારણ કરવાથી થતા લાભ

  • જે લોકો હંમેશા બિમાર રહેતા હોય તેમણે આ રત્ન પહેરવો જોઈએ. આ પથ્થર શારીરિક નિર્બળતા દૂર કરી શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે અને વ્યક્તિનું આરોગ્ય સુધારે છે.
  • જેની કુંડળીમાં શનિ, રાહુ કે કેતુ ખરાબ પ્રભાવ આપી રહ્યાં હોય, તેમના માટે સુલેમાની કમાલનો પથ્થર છે.
  • ખરાબ દ્રષ્ટિને દૂર કરવાનો આ પથ્થર અકસીર ઉપાય છે. કહેવાય છે કે, જે વ્યક્તિ પર ટોટકા કે ભૂત-પ્રેતની અસર હોય તેમણે આ પથ્થર ધારણ કરવો જોઈએ.
  • સુલેમાની એકીક પહેરવાથી વેપારના કામમાં આવતી અડચણો દૂર થાય છે.
  • બચત ન થતી હોય, આવક કરતાં વધુ ખર્ચ થતો હોય તો આ પથ્થર ઘણો ફાયદાકારક સાબિત છે.
  • ઘરમાં અજીબ અનુભવો થતા હોય, કોઈ બહારની હવાનો અનુભવ થતો હોય તેમણે આ પથ્થર પોતાના ઘરમાં રાખવો જોઈએ.
  • આ પથ્થર વ્યક્તિની અંદરની સકારાત્મક ઊર્જાનો વધારો કરે છે, જેનાથી તેનો આકર્ષણ પ્રભાવ વધે છે.
  • સુલેમાની પથ્થર હૃદય, કિડની અને આંખોને મજબૂત કરે છે. તેને લગતા રોગો દૂર થાય છે.
  • ઉંઘ ન આવતી હોય તેવા લોકો આ પથ્થરને ધારણ કરી શકે છે.
  • માનસિક તાણ દૂર કરવા અને મગજને લગતા રોગોમાં સુલેમાની પથ્થર કારગર સાબિત થયો છે.
English summary
Sulemani Akik is a Semi Precious Gemstone used by many astrologers to nullify the evil effects of Rahu and Ketu.
Please Wait while comments are loading...