મહાશિવરાત્રી 2018: આ વર્ષે શિવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ કામ!

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

આ વર્ષે 13 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. મહાશિવરાત્રી હિંદુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે ફાલ્ગુન માસમાં 13મી અને 14મી એ આ તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત 13 ફેબ્રુઆરીની અડધી રાતથી શરૂ થઈ 14 ફેબ્રુઆરી સુધી રહેશે. આ વર્ષે મંગળવારની રાત્રે 10 વાગ્યાને 35 મિનિટે ચતુર્દશી તિથિનો પ્રારંભ થઈ જશે. 14 ફેબ્રુઆરીની રાતે 12 વાગ્યાને 46 મિનિટ સુધી ચતુર્દશી રહેશે. જેથી મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત 13 ફેબ્રુઆરીની અડધી રાતથી શરૂ થઈ 14 ફેબ્રુઆરી સુધી રહેશે. જેમાં રાતના ચારે પહોર શિવની આરાધના કરી શકાશે. જો કે અગત્યની વાત એ છે કે આ આરાધના કરતી વખતે ભૂલથી આ કામ ન કરવા જેને કારણે સૌભાગ્યને બદલે તમને મુશ્કેલીનો સામનો કરવો પડે.  મહાદેવને પસંદ છે સફેદ ફૂલ એવું મનાય છે કે ભગવાન શંકરને સફેદ ફૂલ ખૂબ પસંદ છે. જેથી પૂજામાં લોકો તેમને ધતૂરાનું ફૂલ ચઢાવે છે. જો કે કેતકીના ફૂલ ભૂલથી પણ ન ચઢાવા જોઈએ.

shivling

શિવને તુલસી ન ચઢાવો
તુલસી એક એવો છોડ છે જેનો ઉપયોગ દરેક પૂજામાં અને તમામ દેવોને ચઢાવામાં આવે છે. જો કે ભગવાન શિવની પૂજામાં તુલસીનો પ્રયોગ વર્જિત છે. ખાસ કરીને શિવલિંગ પર તુલસી ન ચઢાવી જોઈએ. તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય છે.

આખા ચોખા જ ચઢાવો

શિવલિંગનો અભિષેક કરવા માટે જળમાં ચોખાના થોડા દાણા નાખવા શુભ મનાય છે. જો કે ધ્યાન રાખવું કે તુટેલા ચોખા ભૂલથી પણ ન ચઢાવો. જળાભિષેકમાં તૂટલા ચોખા ચઢાવાથી અશુભ ફળ મળે છે.

ખંડિત બિલીપત્ર ન ચઢાવો

ભગવાન શિવને કોઈ વસ્તુ અત્યંત પ્રિય હોય તો તે છે બિલીપત્ર. ભગવાન શિવને બિલીપત્ર ચઢાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તે ત્રણ પાંદડા કે તેથી વધુ પાંદડાના જ હોય. ખંડિત બિલીપત્ર કે કીડાએ ખાધેલા પાન ભૂલથી પણ ન ચઢાવવા.

English summary
Check out more interesting information about Maha Shivaratri vrat (fast) in the article.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.