For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાછલો જન્મઃ પૂર્વ જન્મમાં શું હતા તમે, આંકડા કરશે ખુલાસો

પાછલો જન્મઃ પૂર્વ જન્મમાં શું હતા તમે, આંકડા કરશે ખુલાસો

|
Google Oneindia Gujarati News

જ્યોતિષિઓ પાસે હંમેશા લોકો પોતાનું ભવિષ્ય જાણવા ઈચ્છે છે. જ્યોતિશી વૈદિક જ્યોતિષ, હસ્તરેખા, અંક શાસ્ત્ર જેવી જુદી જુદી વિદ્યાઓ દ્વારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તેનાથી તમારો ભૂતકાળ પણ જાણી શકો છો ? જી હાં, અંક જ્યોતિષની મદદથી તમે જાણી શકો છો કે પાછલા જન્મમાં તમે શું હતા.

આ રીતે કાઢો જીવન માર્ગ નંબર

આ રીતે કાઢો જીવન માર્ગ નંબર

અંક જ્યોતિષ દ્વારા તમે પાછલા જન્મની માહિતી મેળવવા તમારે બે પ્રકારના અંકની જરૂર પડશે. તમારો જીવન માર્ગ નંબર અને આંતરિક નંબર. જીવન માર્ગ નંબર કાઢવા માટે તમારે તમારા જન્મની તારીખ, મહિનો અને વર્ષના આંકડાનો સરવાળો કરવો પડશે. દાખલા તરીકે જો તમારી જન્મ તારીખ 11-09-1976 છે તો તમારે તમારો જીવન માર્ગ નંબર શોધવા માટે આ બધા જ આંકડાનો સરવાળો કરવો પડશે. આ તમામ આંકડાનો સરવાળો થાય છે 34 એટલે કે 7.

આ રીતે કાઢો આંતરિક નંબર

આ રીતે કાઢો આંતરિક નંબર

બાદમાં તમારે આંતરિક નંબર શોધવો પડશે. આ માટે તમારે તમારા નામમાં જેટલા સ્વર આવે છે, તેનો સરવાળો કરવો પડશે. પ્રત્યેક સ્વરનો એક અંક છે, જેમ કે એનો અઁક છે 1, ઈનો અંક છે 5 આઈનો અંક છે 9, ઓનો 6 અને યુનો 3. જો કોઈનું નામ લીના હોય તો તેના નામમાં બે વાર ઈ અને એકવાર એ આવશે. બે ઈનો સરવાળો 10 અને એનો 1 થયો. એટલે કુલ 11નો સરવાળો થાય છે 2. આ જ થયો લીનાનો આંતરિક અંક.

એક સિંગલ આંકડો કાઢો

એક સિંગલ આંકડો કાઢો

હવે જીવન માર્ગ નંબર અને આંતરિક નંબર જોડીને એક સિંગલ અંક બનાવો. એટલે કે 7 અને 2 નો સરવાળો કરશો તો 9 આવશે. 9ના આંકડા પ્રમાણે તમારે ભૂતકાળ શોધવાનો રહેશે. આ જ રીતે તમે તમારો અંક શોધીને ભૂતકાળ જાણી શકો છો.

આ છે અંકોનો અર્થ

આ છે અંકોનો અર્થ

  • અંક 1: અંક 1નો સંબંધ નેતૃત્વ સાથે છે. શક્ય છે કે તમે ગત જન્મમાં કોઈ નેતા, રાજા-રાણી કે કોઈ સમાજના વડા હતા. આ અંક વાળા વ્યક્તિઓ આલિશાન જીવન જીવી ચૂક્યા હોય તેવી શક્યતા ચે. તેમની સામાજિક પ્રતિષ્ઠા અને સન્માન ખૂબ જ રહ્યું હશે. જો કે એક શક્યતા એ પણ છે કે તમને કોઈ ગુનામાં ગંભીર સજા મળી હશે.
  • અંક 2: અંક 2નો સંબંધ પ્રેમ અને સંબંધો સાથે છે. અંક 2ને યુગ્મ અંક તરીકે ઓળખવામાં આવે છે. શક્ય છે કે તમારા કોઈ જૂડવા ભાઈ અને બહેન હોય. અંક 2 ધરાવતા લોકોએ ગત જન્મમાં ઘણા કષ્ટનો સામનો કરવો પડ્યો હોય તેવી પણ શક્યતા છે. તમને પ્રેમ સંબંધમાં જબરજસ્ત દગો મળ્યો હોઈ શકે છે. એટલે તમને આ જન્મમાં એટલો જ વધુ પ્રેમ મળી શકે છે.
  • અંક 3: અંક 3 ક્રિએટિવિટી, કલાત્મક્તા, કલ્પનાશીલતાનો પરિચારક છે. જે વ્યક્તિનો અંક 3 આવ્યો હોય તે પોતાના પરિવારનો સૌથી પ્રિય રહ્યો હશે. તમે કોઈ મોટી જીમનના માલિક, ખેડૂત કે જાગીરદાર રહ્યા હશો. તમે કોઈ મોટા લેખક, ચિત્રકાર કે શૃંગારિક સાહિત્યના લેખક રહ્યા હશે. આ અંકે જાદુ ટોણા સાથે સંબંધ ધરાવે છે.
  • અંક 4: અંક 4 જે લોકોને આવ્યો હોય, તે પાછલા જન્મમાં કાં તો બહુ જ ખરાબ અથવા બહુ જ સારા વ્યક્તિ રહ્યા હશે. તમારા પૂર્વ જીવનના રહસ્ય અને રોમાંચ રહ્યા હશે. તમે જાસૂસ પ્રકારના વ્યક્તિ રહ્યા હશો. તમે સૈન્યના જવાન, કે કેદી અથવા કોઈ સમાજના ખૂંખાર લડવૈયા રહ્યા હશો. શક્ય છે કે તમે ખરાબ કામ પણ ગરીબીને કારણે કર્યા હશે.
  • અંક 5: અંક 5ના જાતકો પૂર્વ જન્મમાં કોઈ દેશના સૈન્યના વીર યોદ્ધા રહ્યા હસે અને તેમને ઘણા પ્રકારના મેડલ મળ્યા હશે. તમે કોઈ એવા વ્યક્તિ પણ રહ્યા હોઈ શકો છો જેની મહાનતાની ચર્ચા આજે પણ થતી હોય. પ્રેમ સંબંધ મામલે તમારી સાથે ઘણું ખરાબ થયું હશે. તમારા કોઈ મિત્રએ જ તમારી સાથે દગો કર્યો હશે.
  • અંક 6: અંક 6નો સંબંધ પોરાણિક સમય અને આદ્યાત્મિક્તા સાથે છે. આ અંકના જાતકો ગત જન્મમાં સત્સંગી, ધર્મના માર્ગે ચાલનારા, આદ્યાત્મિક ગુરુ રહ્યા હશે. તમે પ્રેમ અને ત્યાગનો સંદેશ આખા વિશ્વમાં ફએલાવ્યો હશે. પરંતુ તમારું નિધન ખૂબ જ ખરાબ સ્થિતિમાં થુયં હશે.
  • અંક 7: અંક 7નો સંબંધ સદાચાર, પરોપકાર સાથે છે. તમે પૂર્વ જન્મમાં પરોપકારી વ્યક્તિ રહ્યા હશો. જેના શુભ કામ આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તમે તમારા સમુદાય કે પરિવારના સન્માનનીય વ્યક્તિ રહ્યા હશો. તમારું મોત કોઈ ધાર્મિક ઉન્માદી વ્યક્તિને કારણે થયું હશે. અથવા તો સારું કામ કરવા બદલે કેટલાક અશાંતિપ્રિય લોકોએ તમારી હત્યા કરી હશે.
  • અંક 8: અંક 8 રહસ્યમય હોય છે. જે લોકોને અંક 8 આવ્યો છે, તે તંત્ર-મંત્ર, ગુપ્ત વિદ્યાઓના જાણકાર રહ્યા હશો. આવા લોકો પાસે ધન સંપત્તિની કમી નહીં રહી હોય. તમે એક ચર્ચિત વ્યક્તિ રહ્યા હશો. પરંતુ અંત સમયમાં તમારી પાસો કોઈ નહીં હોય એટલે કે તમારું મોત પણ રહસ્યમય હશે.
  • અંક 9: જે લોકોને અંક 9 આવ્યો હશે, તે પોતાના સમાજના અગ્રણી વ્યક્તિ રહ્યા હશે. તેમનું જીવન ખૂબ જ સામાન્ય રહ્યું હશે. ઘરે આવેલા દરેક વ્યક્તિનો આદર કરવો તમારું કર્તવ્ય રહ્યું હશે. તમને પરિવારનો સારો સહયોગ મળ્યો હશે. જીવનના અંત સુધી જીવનસાથી સાથેના સંબંધો સારા રહ્યા હશે.

Importance of Gemstone: વિવિધ આકારના રત્ન કેમ પહેરવામાં આવે છે?Importance of Gemstone: વિવિધ આકારના રત્ન કેમ પહેરવામાં આવે છે?

English summary
know about your past life and previous birth from numerics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X