દિવાળીની રાત્રે આ પ્રાણીઓ દેખાય તો થાય છે મા લક્ષ્મીની કૃપા!

Posted By:
Subscribe to Oneindia News

દિવાળીનો તહેવાર આવતાની સાથે બધે જ ધુમ મચી જાય છે. દિવાળીએ હિંદુઓનો મુખ્ય તહેવાર છે, પણ આપણા દેશમાં તમામ ધર્મના લોકો તેને ઉજવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. બાળકો ફટાકડા ફોડી તહેવારને માણે છે. એવું કહેવાય છે કે દિવાળી વખતે કેટલાક એવા સંકેતો મળે છે જેનાથી જાણી શકાય છે કે માતા લક્ષ્મીનો આશિર્વાદ ભક્ત પર છે. જો આ દિવાળી રાત્રે આવા કોઈ સંકેતો મળે તો તેનો કોઈ અર્થ કાઢવો જોઈએ, કારણ કે એવું મનાય છે કે આ દિવસ તમને જણાવશે કે લક્ષ્મીનો આશિર્વાદ તમારા પર છે કે નહિં? આ દિવસે તમને આ ત્રણ જનાવરો દેખાય તો સમજી લેવું કે તમારી પાસે માતા લક્ષ્મી આવવાની છે. પણ શું તમે જાણો છો કે આ ત્રણ જનાવર કયા છે? જો નહિં તો આજે અમે તમને જણાવિશું આ ત્રણ જનાવરો વિશે. દિવાળીના દિવસે તમને તે દેખાય તો સમજી લેજો કે તમને લાભ થવાનો છે.

ગરોળી

ગરોળી

તમે કહેશો કે ગરોળીતો સામાન્ય દિવસોમાં પણ તમારા ઘરમાં દેખાય છે તો દિવાળ પર ખાસ શું છે? સામાન્ય દિવસોમાં જોવા મળતી ગરોળી દિવાળીના સમયે ભાગ્યે જ તમને દિવાલ પર જોવા મળશે. માન્યતા છે કે, દિવાળીના દિવસે તમને દિવાલ પર ફરતી ગરોળી જોવા મળે તો માની લેજો કે તમને ધનલાભ થવાનો છે અને લક્ષ્મીનું તમારા ઘરમાં આવવું પાક્કુ છે.

છછુંદર

છછુંદર

લોકોના ઘરોમાં છછુંદર હોવું એ સામાન્ય વાત છે. છછુંદર દેખાવમાં ઉંદર જેવા જ હોય છે. એવું કહેવાય છે કે, તેનું ઘરમાં દેખાવું ખૂબ જ શુભ સંકેત છે. એવા અનેક ઘરો છે જ્યાં છછુંદરોએ હેરાન કરી મુક્યા હોય. પણ જો દિવાળીના દિવસે કે રાત્રે છછુંદર દેખાય તો માની લેવું કે તમને આર્થિક લાભ થશે અને બધુ જ સારુ થશે.

બિલાડી

બિલાડી

અન્ય દિવસોમાં બિલાડી તમારા ઘરમાંથી દૂધ પીને જતી રહે તો તમે તેને ઘરમાં ઘુસવા દેતા નથી. પણ દિવાળીમાં જો બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરે અને તમારા ઘરમાં મુકેલુ દૂધ પી જાય તો માતા લક્ષ્મીના આવવાનો આ સંકેત છે. દિવાળીના દિવસે બિલાડીનું દેખાવુ શુભ છે.

ઘુવડ

ઘુવડ

નવરાત્રીના દિવસોમાં ધુવડનું દેખાવું શુભ સંકેત છે. તે જ રીતે દિવાળીની રાત્રે પણ દેખાવું શુભ છે. ધુવડ હંમેશા રાત્રે જ નીકળે છે અને દિવાળીના દિવસે તમને ક્યાંય પણ અંધારુ જોવા નહિં મળે. જેથી ઘુવડ પણ દેખાતા નથી. તેમ છતાં તમને ઘુવડ દેખાઈ જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં લક્ષ્મીની કૃપા થવાની છે.

English summary
Although, its mostly seen on walls of a house in diwali, Do you know there are many good associated with lizards seen at the diwali in a house wall.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.