For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્ર ગ્રહણ અને ગર્ભવતી મહિલા પર થતી તેની અસર વચ્ચે સચ્ચાઇ શું?

આજે છે ચંદ્ર ગ્રહણ. ત્યારે ચંદ્રગ્રહણ, સ્વાસ્થાય અને ગર્ભાવસ્થા સાથે જાડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો અને અફવાઓ વિષે જાણો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

શનિવાર એટલે કે આજે છે વર્ષ 2017નું પહેલું ચંદ્ર ગ્રહણય આ ચંદ્રગ્રહણ 10/11 ફેબ્રઆરીએ જોવા મળશે. જ્યારે પણ ગ્રહણની વાત થતી હોય ત્યારે ઘરના વડીલોના બનાવેલા નિયમોનું સખ્તાઈથી પાલન શરૂ થઈ જાય છે. જે ઘરમાં કોઈ સ્ત્રી માં બનવાની હોય તેવા ઘરોમાં તો આવા નિયમો ખાસ અનુસરાય છે. હંમેશા આવા મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ જતી હોય છે કે ચંદ્રગ્રહણની આવી વાતો તેને માનવી કે નહીં માનવી.

Read also: શનિવારે થશે ચંદ્રગ્રહણ, જાણો તમારી રાશિ પર તેનો પ્રભાવRead also: શનિવારે થશે ચંદ્રગ્રહણ, જાણો તમારી રાશિ પર તેનો પ્રભાવ

વૈજ્ઞાનિકો મુજબ આ એક ખગોળીય ઘટના છે, જે ત્યારે થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સરળ રેખામાં હોય. વૈજ્ઞાનિક તથ્યો તેને કંઈક જુદી રીતે જુએ છે અને લોકવાયકા તેને કંઈક જુદી રીતે રજૂ કરે છે. ત્યારે આજે ચંદ્રગ્રહણને લઇને કેટલીક અંધશ્રદ્ધા અને કેટલાક વૈજ્ઞાનિક તથ્યા વિષે જાણાવીશું.

પૂજા-અર્ચના કરવી

પૂજા-અર્ચના કરવી

આ ખગોળીય ઘટનાને ધર્મ સાથે જોડી દેવામાં આવી છે. પરિણામે ગ્રહણ વખતે લોકો જમવાનું ટાળે છે, અને અન્ય કોઈ શુભ કામ કરવાનું પણ ટાળે છે. આ સમયે એવું કહેવાય છે કે, બને તેટલો પૂજા પાઠ કરવો. ઘરને સાફ સુથરું રાખવુ અને ઈશ્વરનું ધ્યાન કરવું.

ચપ્પુ, કાતરનો ઉપયોગ ટાળવો

ચપ્પુ, કાતરનો ઉપયોગ ટાળવો

ગર્ભવતી સ્ત્રીઓને એવું કહેવામાં આવે છે કે, ગ્રહણ દરમિયાન કોઈ વસ્તુ કાપવી નહિં અને સોય-દોરાનો ઉપયોગ કે કાતરનો ઉપયોગ કરવો નહિં. એવું મનાય છે કે, ગ્રહણ દરમિયાન આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી પેટમાં ઉછરનારા બાળક પર ખરાબ અસર પડે છે. આ સમયે ચપ્પુ કે કાતરનો ઉપયોગ કરો તો આવનાર બાળકના હોઠ કે કાન કપાયેલા હોય છે.

ગ્રહણ વખતે બહાર ન નીકળવું

ગ્રહણ વખતે બહાર ન નીકળવું

ગર્ભવતી સ્ત્રીઓ અને કુંવારી છોકરીઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવું. કારણ કે એવું મનાય છે કે, ગ્રહણ દરમિયાન જે નકારાત્મક ઉર્જા ફેંકાય છે તે બંને માટે હિતકારી મનાતી નથી.

ઊંચા સ્વરમાં મંત્ર જાપ

ઊંચા સ્વરમાં મંત્ર જાપ

ગ્રહણ દરમિયાન કહેવાય છે કે બધાએ ઉંચા અવાજે મંત્રોચ્ચારણ કરવું જોઈએ. જેની પાછળના ધાર્મિક કારણો પણ હોય છે. વૈજ્ઞાનિક તથ્યોનું કહેવું છે કે, ગ્રહણ વખતે પૃથ્વી પર નકારાત્મક ઉર્જા પડે છે. મંત્રોના ઉચ્ચારણથી ઉઠનારી તરંગો ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ફરતો કરે છે. ઉંચો સ્વર હોવાને કારણે માણસનું મગજ માત્ર મંત્રોને જ સમજે અને સાંભળે છે, જેનાથી આસપાસની નકારાત્મક ઉર્જા તેને અસર કરતી નથી.

ખુલ્લી આંખે જોઈ શકાય

ખુલ્લી આંખે જોઈ શકાય

ચંદ્ર ગ્રહણને તમે કોઈ સ્પેશ્યલ ચશ્મા વિના ખુલ્લી આંખે જોઈ શકો છો, કારણ કે તેનાથી આંખોને નુકસાન થવાનું નથી. જોકે લોકો આમ કરવાથી પણ રોકતા હોય છે. પુરાણોમાં કહેવાયું છે કે, ચંદ્રને નગ્ન આંખોએ નિહાળવું નહિં કારણકે તેને શ્રાપ મળેલ છે, જે પણ તેને સીધી રીતે જુએ છે તે પણ કલંકનો શિકાર બની જાય છે. વૈજ્ઞાનિકો પણ આ વાતને સાચી માને છે.

Must Read :

Must Read :

વર્ષ 2017માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, કેવી રીતે બચશો દોષથી, જાણોવર્ષ 2017માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, કેવી રીતે બચશો દોષથી, જાણો

English summary
A penumbral lunar eclipse will take place on February 10/11, 2017, Here we are talking about some scientific reasons and myths.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X