આ સુરીલા સાધનો તમારા જીવનને ભરી દેશે સકારાત્મકતાથી !

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સંગીતનું આપણા જીવનમાં મહત્વનું સ્થાન છે. પ્રાચિન કાળથી જ આપણી પૂજા પધ્ધતિમાં ઘંટડી, ઘડિયાળ, ખંજરી, મંજીરા જેવા અનેક પ્રકારના વાદ્ય યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તો વૈજ્ઞાનિક શોધથી આ સાબિત થઈ ચૂક્યુ છે કે પૂજા સમયે ઉપયોગમાં લેનારા વાદ્ય યંત્રોથી નીકળતો ધ્વનિ વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જાને વધારે છે. ભારતીય સાથે પાશ્ચાત વાસ્તુ અને ફેંગશુઈમાં વિવિધ પ્રકારના વાદ્ય યંત્રોનો ઉપયોગ ઘરની સકારાત્મકતાને વધારવા માટે કરવામાં આવે છે. આવો જાણીએ એવા કયા કયા વાદ્ય યંત્રો છે જે સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.

વાંસળી

વાંસળી

ભગવાન કૃષ્ણ પ્રિય વાંસળી આધુનિક વાસ્તુ અને ફેંગશુઈનું એક અગત્યનું પાસુ છે. ઘરમાં નિયમિત વાંસળી વગાડવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું જરૂરી નથી કે આ માટે તમને વાંસળી વગાડતા આવડવું જોઈએ. તમને આવડે તે રીતે વગાડી શકાય છે. જો વાંસળી વગાડવી ન હોય તો ઘરમાં ડ્રોઈંગ રૂમમાં પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવો. તેનાથી ઘરના સભ્યો વચ્ચે સંબંધો મધૂર રહે છે.

વિંડ ચાર્મ

વિંડ ચાર્મ

ફેંગશુઈ અનુસાર વિંડ ચાર્મથી નીકળનારો મધુર અવાજ શાંતિ પ્રદાન કરે છે. તેમાં લાગેલી નાની નાની ઘંટડીઓ જ્યારે હવા સાથે હલી સોફ્ટ મધુર અવાજ આપે છે ત્યારે આ ધ્વનિ ઘરમાં સકારાત્મક ઉર્જાનો ફ્લો વધારે છે. કર્કશ અવાજ વાળા વિંડ ચાર્મ કે મોટી મોટી ઘંટડી વાળા વિંડ ચાર્મનો ઉપયોગ કરવો નહિં. તેને પૂર્વ અને ઉત્તર તરફની બારી બાજુએ લગાવવું.

શંખ

શંખ

શંખ હિંદુ પૂજાના પ્રમુખ અંગ છે. ઘરમાં નિયમિત રીતે શંખ વગાડવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે, તેની સાથે જ શંખના અવાજથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે. ભૂત, પ્રેત, ખરાબ આત્માની નજર ઘર પર પડતી નથી. શંખ વગાડવાથી શત્રુઓનો નાશ થાય છે. શંખ વગાડનારા અને તેને સાંભળનારા અનેક રોગોથી મુક્તિ મેળવે છે.

English summary
Wind Chimes, flute and shell, These Magical musical tool for good for Life, this is Harmonic remedy

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.