For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mahashivratri 2021: ક્યારે છે મહાશિવરાત્રિનો તહેવાર? જાણો તિથિ અને પૂજાનુ શુભ મુહૂર્ત

મહાશિવરાત્રિનો પર્વ આ વખતે 11 માર્ચે છે. જાણો પૂજાનુ મુહૂર્ત અને મહત્વ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહાશિવરાત્રિનો પર્વ આ વખતે 11 માર્ચે છે. આમ તો દર મહિનાની કૃષ્ણપક્ષ ચતુર્દશીએ માસ શિવરાત્રિ મનાવવામાં આવે છે પરંતુ ફાગણ કૃષ્ણ ચતુર્દશીએ આવતી મહાશિવરાત્રિ ઘણી મહત્વપૂર્ણ છે. આ દિવસે લોકો આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન ભોલેનાથની ઉપાસના કરે છે. ભગવાન શિવ તો આમ પણ તંત્રના મહાદેવ છે જે પોતાના ભક્તોની દરેક પોકારને સાંભળે છે અને તેમની દરેક પ્રકારે રક્ષા કરે છે. એવુ માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે જ શિવજ્યોતિ પ્રગટ થઈ હતી અને શિવ-પાર્વતીના વિવાહ થયા હતા માટે આ દિવસ ખૂબ વધુ પવિત્ર છે.

આ છે વ્રતનુ શુભ મુહૂર્ત

આ છે વ્રતનુ શુભ મુહૂર્ત

દિવસ અને તિથિઃ મહાશિવરાત્રિનો પર્વ 11 માર્ચ 2021, કૃષ્ણપક્ષની ત્રયોદશીની તિથિ
મુહૂર્તઃ બપોરે 12 વાગીને 08 મિનિટથી 12 વાગીને 55 સુધી રહેશે(અભિજિત મુહૂર્ત)
મહાશિવરાત્રિનો પર્વ શિવ યોગમાં મનાવવામાં આવશે.
પહેલો પ્રહરઃ 11 માર્ચ, સાંજે 06 વાગીને 27 મિનિટથી 09 વાગીને 29 મિનિટ સુધી
બીજો પ્રહરઃ રાતે 9 વાગીને 29 મિનિટથી 12 વાગીને 31 મિનિટ સુધી
ત્રીજો પ્રહરઃ રાતે 12 વાગીને 31 મિનિટથી 03 વાગીને 32 મિનિટ સુધી
ચોથો પ્રહરઃ 12 માર્ચ સવારે 03 વાગીને 32 મિનિટથી સવારે 06 વાગીને 34 મિનિટ સુધી
પારણનો સમયઃ 12 માર્ચ સવારે 06.36 મિનિટ

મહાશિવરાત્રિ વ્રત સામગ્રી અને વ્રતની વિધિ

મહાશિવરાત્રિ વ્રત સામગ્રી અને વ્રતની વિધિ

ગંગા જળ, દૂધ, દહી, ઘી, મધ, ચોખા, રોલી, કલાવા, જનોઈની જોડી, અક્ષત, બિલીપત્ર, ધતૂરો, શમીપત્ર, આકનુ ફૂલ, દૂર્વા, ધૂપ, દીપ, ચંદન, નૈવેધ વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. મહાશિવરાત્રિની વ્રત વિધિ આ મુજબ કરવામાં આવે છે.

  • પ્રાતઃ કાળ સ્નાન-ધ્યાન કરીને મનમાં ભગવાન શંકરનુ નામ લઈને વ્રતનો સંકલ્પ કરો.
  • ભગવાન શિવની વિધિવત પૂજા કરીને ભસ્મનુ તિલક લગાવવુ.
  • આ વ્રતમાં ચારે પહેર પૂજન કરવામાં આવે છે.
  • દરેક પહેરમાં આરતી અને ऊं નમઃ શિવાય અથવા શિવાય નમઃનો જાપ કરવો જોઈએ.
  • શક્ય હોય તો શિવરાત્રિના દિવસે રૂદ્રાભિષેક જરૂર કરવો.
  • શિવલિંગ પર જળ ચડાવવુ.
બ્રહ્માથી રૂદ્ર રીપે અવતરણ થયુ હતુ

બ્રહ્માથી રૂદ્ર રીપે અવતરણ થયુ હતુ

માનવામાં એ પણ આવે છે કે સૃષ્ટિના આરંભમાં મહાશિવરાત્રને ભગવાન શંકરના બ્રહ્માથી રુદ્ર રૂપમાં અવતરણ થયુ હતુ. મહાશિવરાત્રિ અથવા કાલરાત્રિ પ્રલયની બેલામાં આ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરીને બ્રહ્માંડના ત્રીજા નેત્રની જ્વાલાથી સમાપ્ત કરી દે છે માટે આને મહાશિવરાત્રિ અથવા કાલરાત્રિ પણ કહેવામાં આવે છે.

Mahashivratri 2021: ભગવાન શિવને પ્રિય છે આ 11 વસ્તુઓ, જે અર્પણ કરવાથી થાય છે દરેક કામના પૂરીMahashivratri 2021: ભગવાન શિવને પ્રિય છે આ 11 વસ્તુઓ, જે અર્પણ કરવાથી થાય છે દરેક કામના પૂરી

English summary
Mahashivratri 2021 is on 11th March this year, Know the puja vidhi, muhurut and importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X