શિવરાત્રીએ આ ખાસ મંત્ર દ્વારા કરો શિવની પૂજા, શિવની રહેશે સદૈવ કૃપા!

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

શિવરાત્રી પર તમામ શિવભક્તો ભોળાનાથને ખુશ કરવા માટે દરેક પ્રકારના જતન કરતા જોવા મળે છે. ભોળા તો ભોળા જ છે. તેઓ તો એક ધતૂરાનાં ફૂલથી પણ ખુશ થઈ જાય છે. 13 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો પર્વ ઉજવાશે. શાસ્ત્રો પ્રમાણે શિવ હંમેશા શિવલિંગમાં વિરાજમાન રહે છે. આ મહાશિવરાત્રીએ શિવલિંગની પૂજા કરતી વખતે તમારી રાશિ પ્રમાણે શિવ મંત્રનો જાપ જરૂર કરજો. રાશિ અનુસાર શિવમંત્રનો જાપ કરવાથી વ્યકિતની કુંડળીના ગ્રહોનો કુપ્રભાવ ખતમ થઈ જાય છે. આવો જાણો તમારી રાશિ પ્રમાણે કયો મંત્ર તમને લાભ કરાવી શકે છે.

shiva

મેષ

મેષ રાશિના જાતકો આ મહાશિવરાત્રીઓ ભગવાન શિવની પૂજા બાદ 'ह्रीं ओम नम: शिवाय ह्रीं' મંત્રના 108 વખત જાપ કરે.

વૃષભ

વૃષભ રાશિના જાતકો ओम नम: शिवाय मंत्र નો જાપ કરે. શિવરાત્રીએ ભગવાન શિવની આ પ્રકારે પૂજા કરવાથી ઉર્જાનો વિકાસ થાય છે અને કાર્ય ક્ષમતા વધે છે. તેની સાથે જ કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે.

મિથુન

મિથુન રાશિના જાતકોએ આ શિવરાત્રીએ મહાકાલેશ્વરનું ધ્યાન કરતા ओम नमो भगवते रूद्राय મંત્રનો જાપ કરવો.

કર્ક

શિવ પૂજા બાદ ભક્તો ओम हौ जूं स: મંત્રનો જાપ કરે. આ મંત્રનો જાપ કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

સિંહ

સિંહ રાશિના જાતકોએ આ મહાશિવરાત્રીએ ह्रीं ओम नम: शिवाय ह्रीं નો ઓછામાં ઓછો 51 વખત જાપ કરવો.

કન્યા

કન્યા રાશિના જાતકો ओम नमो भगवते रूद्राय મંત્રનો જાપ કરે. આ મંત્રના જાપથી કન્યા રાશિના જાતકોનો આત્મ-વિશ્વાસ વધે છે.

તુલા

તુલા રાશિના જાતકો આ શિવરાત્રીએ શિવ પંચાક્ષરી મંત્ર ओम नम: शिवाय નો 108 વખત જાપ કરો.

વૃશ્ચિક

આ રાશિના જાતકો શિવરાત્રીના દિવસે ह्रीं ओम नम: शिवाय ह्रीं મંત્રનો જાપ કરે. ધન રાશિને શિવરાત્રીના દિવસે ચંદ્ર નબળો હોય છે. જેના પ્રભાવમાં આ મંત્ર દ્વારા રાહત મળે છે.

ધન

આ રાશિના જાતકો આ દિવસે ओम तत्पुरूषाय विध्म्ये महादेवाय धीमाह। तन्नो रूद: प्रचोदयात ના મંત્રનો જાપ કરી ચંદ્રને મજબૂત કરે. આ મંત્ર દ્વારા શિવની કૃપા તેમના પર રહેશે.

મકર

મકર રાશિના જાતકો ભગવાન શિવની કૃપા મેળવવા ओम नम: शिवाय મંત્રનો જાપ કરે.

કુંભ

કુંભ રાશિના જાતકોનો સ્વામી પણ શનિદેવ જ છે. જેથી મકર રાશિની જેમ કુંભ રાશિના જાતકો ओम नम: शिवाय મંત્રનો જાપ કરે.

મીન

મીન રાશિના જાતકો બને તેટલી વખત ओम तत्पुरूषाय विघ्म्हे महादेवाय धीमहि तन्नो रूद्र प्रचोदयात् મંત્રનો જાપ કરે. શિવ જરૂર તેમનાથી પ્રસન્ન થશે.

English summary
Mantras for Maha Shivaratri according to zodiac signs. Read here in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.