શું તમારો જન્મ માર્ચમાં મહિનામાં થયો છે? જાણો તમારા વ્યકિતત્વની વિશેષતાઓ..

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

માર્ચ રાશિમાં જન્મેલા જાતકોમાં આશ્ચર્યજનક ગુણોનું મિશ્રણ હોય છે. માર્ચમાં જન્મેલા લોકો પાસે અનોખું વ્યકિતત્વ અને પ્રતિભા હોય છે જે તમને ભીડમાંથી જુદા તારે છે. કોઈ પણ સ્થિતિને સર્વશ્રેષ્ઠ કેવી રીતે બનાવવી તે તેમને ખૂબ સારી રીતે આવડે છે. સફળતા મેળવવા તેઓ તમામ ચેલેન્જો લેવા હંમેશા તૈયાર રહે છે. આવો વિસ્તારથી જાણીએ માર્ચમાં જન્મેલા લોકોની કેટલીક ખાસ લાક્ષણિકતાઓ વિશે..

સાહજીક સ્વભાવ

સાહજીક સ્વભાવ

માર્ચ મહિનામાં જન્મેલા લોકોને કોઈ છેતરી શકતું નથી કારણ કે તેઓ અત્યંત સહજ સ્વભાવના હોય છે. કોઈ તેમને છેતરી શકતુ નથી. તેમની વિરુદ્ધ કોઈ યોજના બનાવામાં આવી રહી હોય તો તેની ગંધ તેમને તરત જ આવી જાય છે. વધારાનું દગો કે છેતરપિંડી તેમને વધુ મજબૂત બનાવે છે, કારણ કે તેમનો અંદાજ જ શ્રેષ્ઠ હોય છે.

ઉદાર સ્વભાવ

ઉદાર સ્વભાવ

માર્ચમાં જન્મેલા જાતકો ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે. તેમની પ્રકૃતિ અત્યંત લાગણીશીલ અને ઉદાર હોય છે. તેમના આ ગુણને લીધે તેમના સાથીદારો હંમેશા તેમની પ્રશંસા કરે છે. આ ગુણને કારણે હંમેશા તેમનો આદર થાય છે. લોકો તેમનાથી પ્રેરાય છે અને હંમેશા તેઓ લોકની મદદ કરવા તૈયાર રહે છે.

નિષ્ઠાવાન

નિષ્ઠાવાન

આ લોકો મિત્રો, પ્રેમ જીવન, લગ્ન જીવન તેમજ પોતાના કુટુંબીજનોને સમર્પિત અને તેમને પ્રતિબદ્ધ રહે છે. જીવનમાં ગમે તે થાય તેમ છતાં તેઓ હાર માની સંબંધો તોડતા નથી. વ્યભિચારી વ્યકિતઓ પાછળ તેઓ પોતાનો સમય વેડફતા નથી. તેઓ ખૂબ સારી રીતે જાણે છે કે તમને જીવનથી શું જોઈએ છે.

શાંતિપ્રેમી

શાંતિપ્રેમી

માર્ચમાં જન્મેલા જાતકો જન્મજાત શાંત અને ચૂપ રહેનારા હોય છે. તેમના જીવનની રોજીંદી ધક્કા-મુક્કી પછી દિવસના અંતે તેઓ પોતાના કવચમાં ઘુસી શાંતિથી રહેવું પસંદ કરે છે. મોટેથી બોલનારા, અનાડી કે આડંબરી લોકો તેમને પસંદ નથી. તેઓ સ્વભાવે અંતર્મુખી હોય છે.

English summary
March Born People Personality and Characteristic - You can’t deceive a March born as they are highly intuitive. They will sense or smell out any schemes being planned against them.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.