• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંહ રાશિ જાન્યુઆરી 2022 (Leo Horoscope January): આ મહિને ઘણા શુભ યોગ બની રહ્યા છે

સિંહ રાશિના જાતકોનું ભવિષ્ય નોકરી, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.
By Desk
|
Google Oneindia Gujarati News

Leo Horoscope January 2022: જાન્યુઆરી 2022 માં સિંહ રાશિના લોકો માટે સૂર્ય પાંચમા અને છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. શિક્ષણ, સંતાન, પ્રેમ વગેરે માટે આ મહિનો અદ્ભુત રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. વિદ્યાર્થી વર્ગ ખુશ રહેશે. શિક્ષકો અને પ્રોફેસર્સને પ્રમોશન મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધો મજબૂત રહેશે. લાભ ગૃહ પર સૂર્યની દૃષ્ટિ હોવાથી સરકારી સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. મોટા પ્રોજેક્ટ, કોન્ટ્રાક્ટ વગેરે મળશે. છઠ્ઠા ભાવમાં સૂર્યના આગમનને કારણે 15 જાન્યુઆરીથી રોગો દૂર થશે. માનસિક સ્થિરતા આવશે, જેના કારણે તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. કાર્ય વિસ્તરણની યોજનાઓ સાકાર થશે. કોર્ટના મામલાઓનું સમાધાન થશે. આ મહિને જૂનું રોકાણ તમને લાભ આપશે. પ્રોપર્ટીમાં રોકાણ નફાકારક સોદો સાબિત થશે. પારિવારિક જીવનની વાત કરીએ તો તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારના વડીલો સાથે સારો સમય પસાર થશે. પારિવારિક જરૂરિયાતો પર ખર્ચ થશે. તમે બાળકો સાથે આનંદપ્રદ પ્રવાસ પર જઈ શકો છો. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. અપરિણીત લોકો માટે લગ્નની વાત આગળ વધી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. અસ્થમાના દર્દીઓએ સાવધાન રહેવું.

ઉપાય: નિત્ય આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન કરવું.

મહિલાઓ

મહિલાઓ

સિંહ રાશિની મહિલાઓ પોતાના મિત્રો વિશે જરૂરતથી વધુ વિચારે છે, જરૂરતથી વધુ સામાજિક પણ હોય છે. આ દોસ્તો માટે કંઈક કરવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે.

છોકરીઓ સ્માર્ટ અને આસ્થવાન

છોકરીઓ સ્માર્ટ અને આસ્થવાન

સિંહ રાશિની છોકરીઓ સ્માર્ટ અને આસ્થાવાન હોય છે. તેમના જીવનમાં પૈસા અને કરિયર મહત્વપૂર્ણ હોય છે. તેમની માંગણી ક્યારેય પૂરી નથી થતી. જલદી સાચા પ્રેમમાં પડતી નથી અને કોઈથી લગાવ થઈ જાય તો તેમના માટે બધું જ કુરબાન કરી દે છે.

પુરુષ શરૂઆતમાં આક્રમક નથી થતા

પુરુષ શરૂઆતમાં આક્રમક નથી થતા

સિંહ રાશિવાળી મહિલાઓ માટે સેક્સ ઘણું મહત્વપૂર્ણ છે. સેક્સમાં એડવંચર ઘણું હોય છે. જ્યારે પુરુષોને જંગલી થવું વધુ પસંદ હોય છે.જો કે સિંહ રાશઇના પુરુષો સૂઆતમાં આક્રમક નથી થતા.

ટિપ્સ

ટિપ્સ

આ રાશિવાળાઓ માટે સૂતરના કપડાં સારાં છે. લાલ, પીળા, નારંગી રંગ તમારા માટે શુભ છે. નીલા, કાળા અને ભૂરા રંગથી બચો. આઉટફિટ્સમાં ઘણા બધા કટ્સનો પ્રયોગ કરો, પરંતુ ચાંબડાના બનેલા વસ્ત્રો ના પહેરો.

વ્યવહાર

વ્યવહાર

સિંહ રાશિવાળા વ્યક્તિ આત્મનિર્ભર, ઉદાર, લોકોનો સત્કાર કરનારા, રચનાત્મક અને કલાત્મક સોચ વાળા, વૈભવશાળી અને તત્પરતા સાથે કામ કરનારા હોય છે.

{promotion-urls}

English summary
Monthly Horoscope of Leo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X