ગુરુની સ્થિતિ દર્શાવે છે કે વ્યક્તિના કેટલા લગ્ન થશે?

Posted By:
Subscribe to Oneindia News

આજના યુગમાં જે રીતે લોકોમાં ભોગ-વિલાસ વધતો જઈ રહ્યો છે, તેવી જ રીતે વ્યકિતના અનૈતિક સંબંધો પણ વધતા જઈ રહ્યા છે. કેટલાક પુરુષને એકથી વધુ સ્ત્રી મિત્રો હોય છે તો કેટલીક વાર મહિલાઓને પણ એક વધુ પુરુષ મિત્રો સાથે સંબંધ હોય છે. વળી આવા બનાવ અવાર નવાર સાંભળવા મળે છે. તેવી જ રીતે સ્ત્રીઓને પણ અનેક પુરૂષો સાથે સંબંધ હોય છે. હિંદુ ધર્મમાં એક પતિ કે એક પત્નીના રહેતા બીજા લગ્ન કરવાની મંજૂરી અપાતી નથી. પરિણામે લોકો છૂપાઈને બીજા સંબંધો બનાવે છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો જાતકની જન્મકુંડળીનું વિશ્લેષણ કરવામાં આવે તો સરળતાથી જાણી શકાય છે કે તે સ્ત્રી કે પુરુષને કેટલા પતિ કે પત્ની હશે. શું વ્યકિતના એકથી વધારે લગ્ન થશે?, આ લગ્ન કઈ પરિસ્થિતિમાં થશે? આ તમામ વિશે જાણકારી મેળવી શકાય છે. કઈ ગ્રહ દશાને કારણે વ્યકિતના એકથી વધારે લગ્ન થાય છે તે અંગે આજે આપણે જાણીશું.

લગ્નનો કારક ગ્રહ બૃહસ્પતિ

લગ્નનો કારક ગ્રહ બૃહસ્પતિ

લગ્ન અને સંબંધોનો કારક ગ્રહ છે બૃહસ્પતિ. લગ્ન સંબંધોની જાણકારી મેળવવા માટે કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ જોવામાં આવે છે. તેની સાથે અન્ય ગ્રહોની યુતિ દ્વારા સ્ત્રી કે પુરુષની સંખ્યા વિશે જાણી શકાય છે.

કુંડળીનું સપ્તમ સ્થાન

કુંડળીનું સપ્તમ સ્થાન

સપ્તમ સ્થાન જીવનસાથીનો ભાવ દર્શાવે છે. આ સ્થાનમાં જો ગુરુ અને બુધ સાથે બેઠા હોય તો વ્યકિતને એક સ્ત્રી હોય છે. જો સપ્તમમાં મંગળ કે સૂર્ય હોય તો પણ એક સ્ત્રી રહે છે. લગ્નનો સ્વામી અને સપ્તમ સ્થાનનો સ્વામી બંને જો એક સાથે પહેલા કે સપ્તમ સ્થાનમાં હોય તો વ્યકિતની બે પત્નીઓ હોય છે. જેમકે, જો લગ્ન સિંહ હોય તો તેનો સ્વામી સૂર્ય થયો અને સપ્તમ સ્થાન શનિ થયો. જો સૂર્ય અને શનિ બંને પ્રથમ કે સપ્તમ સ્થાનમાં હોય તો બે સ્ત્રીઓ સાથે લગ્ન થાય છે. જો સ્ત્રીની કુંડળી હોય તો બે લગ્ન થાય છે.

પહેલા જીવનસાથીનું મૃત્યુ

પહેલા જીવનસાથીનું મૃત્યુ

સપ્તમ સ્થાનનો સ્વામીની સાથે મંગળ, રાહુ, કેતુ, શનિ છઠ્ઠા, આઠમાં કે 12માં ભાવમાં હોય તો એક સ્ત્રીની મૃત્યુ બાદ વ્યકિત બીજા લગ્ન કરે છે. જો સપ્તમ કે અષ્ટમ સ્થાનમાં પાપગ્રહ શનિ, રાહુ, કેતુ, સૂર્ય હોય અને મંગળ 12માં ઘરમાં બેઠો હોય તો વ્યકિતના બે લગ્ન થાય છે. લગ્ન, સપ્તમ સ્થાન અને ચંદ્રલગ્ન આ ત્રણેમાં દ્વિસ્વભાવ રાશિ એટલે કે મિથુન, કન્યા, ધન કે મીન હોય તો જાતકના બે લગ્ન થાય છે.

બે કે તેથી વધારે જીવનસાથી

બે કે તેથી વધારે જીવનસાથી

લગ્નનો સ્વામી 12માં ઘરમાં અને દ્રિતિય ઘરનો સ્વામી મંગળ, શનિ, રાહુ, કેતુની સાથે ક્યાંય પણ હોય અને સપ્તમ સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠો હોય તો જાતકની બે સ્ત્રીઓ હોય છે. સ્ત્રીની કુંડળીમાં આ ફળ પુરુષની સંખ્યા વધારે છે. શુક્ર કે પાપ ગ્રહ સાથે હોય તો જાતકના બે લગ્ન થાય છે. ધન સ્થાન એટલે કે બીજા ભાવમાં અનેક પાપગ્રહ હોય અને દ્રિતિય ભાવનો સ્વામી પણ પાપગ્રહોથી ઘેરાયેલો હોય તો ત્રણ લગ્ન થાય છે.

English summary
According to Hindu Vedic Astrology, a Kundli has 8 Kutas , which in turn have 36 Guns. Most astrologers use the 8 Kuta Horoscope matching system to check whether a girl and a boy are a good match for marriage.
Please Wait while comments are loading...