For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી સ્થૂળ કાયાનો ગ્રહો સાથે શું સંબંધ છે ?

ગ્રહોની ચાલ તેમની દશા અને દિશા આપમા જીવનમાં ઘણી બાબતો નક્કી કરે છે. આપણી સાથે સારુ કે ખરાબ જે બને છે, તે આપણા ગ્રહોની સ્થિતિને કારણે નક્કી થાય છે.

|
Google Oneindia Gujarati News

ગ્રહોની ચાલ તેમની દશા અને દિશા આપમા જીવનમાં ઘણી બાબતો નક્કી કરે છે. આપણી સાથે સારુ કે ખરાબ જે બને છે, તે આપણા ગ્રહોની સ્થિતિને કારણે નક્કી થાય છે. પરંતુ શું તમે એ જાણો છો કે આપણું શરીર કેવું છે તેની સાથે પણ ગ્રહનો સંબંધ છે.

આજે આ લેખમાં અમે તમને વ્યક્તિના શરીરની બનાવટ એટલે પાતળા શરીર કે સ્થૂળ શરીર અને ગ્રહો સાથે તેના સંબંધ વિશે જણાવીશું.

શરીરની બનાવટ અને ગ્રહોનો સંબંધ

શરીરની બનાવટ અને ગ્રહોનો સંબંધ

ગુરુ

ગુરુ વ્યક્તિને જાડા કરે છે, જેની કુંડળીમાં ગુરુ શરીરને પ્રભાવિત કરતો હો, તેમનું શરીર ફેલાવા લાગે છે. આ ઉપરાંત જળતત્વ પ્રધાન રાશિના લોકો પણ જાડા હોય છે.

શનિ

શનિ વ્યક્તિને જાડા નથી થવા દેતો. આ ગ્રહ તમને પાતળા રાખે છે.

ચંદ્ર

ચંદ્ર પણ વ્યક્તિને ગોળમટોળ કે જાડા બનાવવા માટે જવાબદાર છે.

મંગળ અને સૂર્ય

મંગળ અને સૂર્ય વ્યક્તિને ક્યારેક જાડા બનાવી દે છે, પરંતુ આવું ઓછુ થાય છે.

શુક્ર અને બુધ

શુક્ર કે બુધની પ્રધાનતા હોય તે વ્યક્તિની પર્સનાલિટી આકર્ષક હોય છે. આવા લોકો સુંદર અને સ્માર્ટ દેખાય છે.

જાડાપણું અને રાશિ પર તેનો પ્રભાવ

જાડાપણું અને રાશિ પર તેનો પ્રભાવ

મેષ, સિંહ અને ધન

આ ત્રણ રાશિનું તત્વ અગ્નિ હોય છે. આ રાશિના જાતકો મોટા ભાગે જાડા નથી હોતા, પરંતુ દૂબળા હોય છે. 30 વર્ષ બાદ તેમનું શરીર ફૂલવા લાગે છે.

વૃષભ, કન્યા અને મકર

પૃથ્વી તત્વ ધરાવતી આ રાશિના લોકો શરૂઆતથી જ જાડા હોય છે. અથવા તો આખી જિંદગી તેમનું શરીર પાતળું જ રહે છે. આ રાશિના જાતકો માટે જાડાપણું સ્હેજ પણ બરાબર નથી કારણ કે જાડાપણું તેમની માટે બીમારી લઈને આવે છે.

મિથુન, તુલા અને કુંભ

આ ત્રણ રાશિનું તત્વ વાયુ છે જો કે આ ત્રણેય રાશિના લોકો વધુ જાડા નથી હોતા. તેઓ ખાવા પીવાના શોખની હોય છે. આ જ શોખ તેમના શરીરની બનાવટ બગાડે છે. એટલે કે વધુ ખાવાને કારણે તેમું પેટ ફૂલી જાય છે.

કર્ક, વૃશ્વિક અને મીન

આ રાશિનું તત્વ જળ હોય છે. આ રિશાના લોકો સારાએવા જાડા હોય છે. જો કે આ રાશિના લોકો જાડા થવા નથી માગતા એટલે તેઓ ઉપાય પણ કર્યા કરે છે. તેમની નાની અમથી લાપરવાહી મુસીબત લાવે છે, અને તેઓ જાડા થવા લાગે છે.

જ્યોતિષ મુજબ જાડાપણું રોકવાના ઉપાય

જ્યોતિષ મુજબ જાડાપણું રોકવાના ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય છે, જેની મદદથી તમે વધતું વજન નિયંત્રિત કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાય.

1. રોજ સવારે પપૈયું જરૂર ખાવ. તમારા રૂટિનનો હિસ્સો બનાવી દો.

2. જો તમે જાડા થઈ રહ્યા હો તો શરીર જાળવી રાખવા માટે પીળો પોખરાજ પહેરી શકો છો.

3. રોજેરોજ સૂર્યદેવને જળ અર્પણ કરો.

4. સૂર્યાસ્ય સમયે વધુ પડતું ભોજન ન કરો. રાત્રે હળવું ભોજન કરો.

5. હંમેશા પદ્માસન વાળીને બેસવાની કોશિશ કરો.

English summary
How obesity is connectoed with astrology
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X