તમારી હથેળીમાં બનેલ ક્રોસના નિશાનનો અર્થ શું?

Posted By:
Subscribe to Oneindia News

જ્યોતિષ શાસ્ત્ર દરેક વ્યક્તિની હથેળીમાં બનેલા નાનામાં નાના ચિહ્ન, નિશાન વગેરેનું સુક્ષ્મ અને વિસ્તૃત અધ્યયન કરે છે. આ પહેલાના લેખમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે, વ્યક્તિની હથેળી પર 8 પ્રકારના ચિહ્નો હોય છે, જેમાં સૌથી પહેલા ત્રિકોણના ચિહ્ન વિશે આપણે જાણ્યું. આજે આપણે હથેળીમાં રહેલા બીજા ચિહ્ન ક્રોસ વિશે વાત કરીશું અને જાણીશું કે વ્યક્તિની હથેળીમાં રહેલો આ ક્રોસ તેના જીવનને કઈ રીતે અસર કરે છે.

palmistry

પહેલા એ જાણી લો કે, ક્રોસનું ચિહ્ન કોને કહેવાય? ગણિતમાં જે રીતે ધનનું ચિહ્ન હોય છે અથવા એક આડી રેખા પર બીજી ઉભી રેખા રહે છે તેને ક્રોસ કહે છે. આ ચિહ્નને હથેળીમાં ક્રોસ ચિહ્ન કહે છે. જ્યોતિષ ગણનામાં આ ક્રોસને અત્યંત અશુભ ગણવામાં આવે છે. એવું મનાય છે કે માત્ર ગુરૂ પર્વત પર ક્રોસ શુભકારી છે. તે ઉપરાંત દરેક ભાગમાં કે રેખા કે પર્વત પર જો આ ચિહ્ન આવલું હોય તો, તે દુર્ભાગ્ય સુચવે છે.

  • ગુરૂ ક્ષેત્ર અથવા પર્વત પર બનેલા ક્રોસનું ચિહ્ન જીવનમાં શુભનું સૂચક હોય છે. જે વ્યક્તિની હથેળી પર ક્રોસનું ચિહ્ન આ સ્થાને હોય, તે સુખમય જીવન પસાર કરે છે. આવો વ્યક્તિ હંમેશા સમજી-વિચારીને કામ કરે છે. તેની પત્ની શિક્ષિત હોય છે. તેને સાસરા પક્ષ તરફથી ખૂબ ધન મળે છે અને તેનું ગૃહસ્થ જીવન અત્યંત સુખદ રહે છે.
  • જો હથેળીના શનિ પર્વત પર ક્રોસનું ચિહ્ન બનેલું હોય તો આવી વ્યક્તિને અનેક વાર હિંસક અથડામણો થાય છે અને તેના શરીર પર ઘાના નિશાન જોવા મળે છે. આવી વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે.
  • બુધ પર્વત પર બનેલા ક્રોસનું ચિહ્ન વ્યક્તિના ધૂર્ત અને દગાબાજ હોવાની ભવિષ્યવાણી કરે છે. એવી વ્યક્તિ ઉચ્ચ દરજ્જાની ઠગ હોય છે અને તેના પર ક્યારેય વિશ્વાસ કરી શકાતો નથી.
  • ચંદ્ર પર્વત પર ક્રોસનું ચિહ્ન હોય તો આ વ્યક્તિ જીવનભર માનસિક રોગોથી પીડાય છે. આવી વ્યક્તિનું મૃત્યુ પાણીમાં ડુબવાથી થાય છે.
  • શુક્ર પર્વત પર ક્રોસનું ચિહ્ન હોય તો વ્યક્તિ પ્રેમમાં અસફળ રહે છે. આ વ્યક્તિ જીવનભર નિંદનીય કાર્યોમાં સંલગ્ન રહે છે અને હંમેશા તેની બદનામી થતી રહે છે.
  • મંગળ પર્વત પર બનેલા ક્રોસનું ચિહ્ન દર્શાવે છે કે, વ્યક્તિનો રસ હંમેશા લડાઈ-ઝગડામાં જ રહે છે. આવો વ્યક્તિ પોતાના જીવનમાં જેલ જાય છે અને આત્મહત્યા કરી લે છે.
  • જો લગ્ન રેખા પર ક્રોસનું ચિહ્ન હોય તો વ્યક્તિના લગ્ન ક્યારેય થતા નથી. જો લગ્ન થઈ પણ જાય તો તેનું ગૃહસ્થ જીવન અત્યંત દુઃખમાં વીતે છે.
  • જો હૃદય રેખા પર ક્રોસનું ચિહ્ન હોય તો આવી વ્યક્તિનું હૃદય નબળું હોય છે. તે શારીરિક રીતે જીવનભર નબળો રહે છે અને તેને હાર્ટ-એટેક આવવાની આશંકા રહે છે.
  • જો મસ્તિષ્ક રેખા પર ક્રોસનું ચિહ્ન હોય તો વ્યક્તિ જીવનભર મગજને લગતી બિમારીઓથી હેરાન થાય છે અને અંતે ગાંડો થઈ જાય છે.

ગુરૂ પર્વત એકમાત્ર અપવાદ

આમ તો હથેળી પર બનેલ દરેક ચિહ્ન કેટલાક સારા કે કેટલાક ખરાબ પરિણામોની ભવિષ્યવાણી કરે છે, પણ ક્રોસ એવું ચિહ્ન છે જે દુઃખદાયી વધારે હોય છે. હથેળીમાં કોઈ પણ ભાગમાં ક્રોસનું ચિહ્ન વિપરિત ફળ જ આપે છે. એક માત્ર ગુરૂ પર્વત જ અપવાદ છે, નહિંતર ક્રોસવાળી હથેળીને જ્યોતિષના અધ્યયનમાં હંમેશા દુઃખોથી ભરેલી જ મનાય છે.

English summary
Palmistry: What is The meaing of Sun Lines.
Please Wait while comments are loading...