આ વખતની રામનવમીમાં શું છે ખાસ, જાણો!

Posted By:
Subscribe to Oneindia News

જ્યોતિષ માં 30 તિથિઓનો ઉલ્લેખ છે. 15 તિથિઓ કૃષ્ણ પક્ષમાં અને 15 તિથિઓ શુક્લ પક્ષમાં હોય છે. પ્રત્યેક માસમાં નવમી તિથિ આવે છે, પણ ચૈત્ર માસમાં આવનારી નવમી તિથિનું વિશેષ મહત્વ છે. આ વખતે 5 એપ્રિલે આવનારી રામનવમી અત્યંત શુભ અને કલ્યાણકારી રહેશે. શ્રી રામનો જન્મ પુષ્ય નક્ષત્રમાં થયો હતો. આ વખતે 5 એપ્રિલે પણ પુષ્ય નક્ષત્ર રહેશે અને રાશિ કર્કમાં ચંદ્ર ગોચર કરશે. આ અત્યંત શુભ યોગ છે, જેને કારણે આ વખતની રામનવમી પર વિશેષ પુણ્યની વર્ષા થશે. આવો જાણીએ આ અક્ષય પુણ્ય વર્ષાનો વધુમાં વધુ લાભ કેવી રીતે ઉઠાવી શકશો.

Read also : આખરે શું છે નવરાત્રી અને રામનવમીનું કનેક્શન ?

ઈચ્છા પૂર્તિ માટે

ઈચ્છા પૂર્તિ માટે

આ રામનવમી પર તારક મંત્ર એટલે કે રામ નામની પાંચ માળા કરવાથી તમારા મનોરથ સિધ્ધ કરી શકશો. શ્રી રામનો ફોટો મુકી તેનું વિધિ પ્રમાણે પૂજન કરો અને ''ऊॅ रामभद्राय नमः'' મંત્રની ઓછામાં ઓછી 4 માળાનો જાપ કરવાથી તમારા કામમાં આવનારી તમામ અડચણોમાંથી મુક્તિ મેળવી શકશો.

માન-સન્માન મેળવવા

માન-સન્માન મેળવવા

આ દિવસે ''ऊॅ जानकी वल्लभाय स्वाहा'' મંત્રની 10 માળાનો જાપ કરવાથી માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેની સાથે ઘરનો કંકાશ પણ દૂર કરી શકાય છે.

આર્થિક મજબૂતાઈ

આર્થિક મજબૂતાઈ

રામનવમીના દિવસે '' ऊॅ नमो भगवते रामचन्द्राय'' મંત્રની ઓછામાં ઓછી 5 માળાના જાપ કરવાથી આર્થિક મજબૂતાઈ આવે છે. અને સામાજીક પ્રતિષ્ઠામાં અનેક ગણો વધારો થાય છે.

દુશ્મનોનો નાશ

દુશ્મનોનો નાશ

આ દિવસે '' ऊॅ रामाय धनुष्पाणये स्वाहा'' મંત્રની 7 માળાનો જાપ કરવાથી તમારા દુશ્મનોનો નાશ થાય છે. જે લોકોને કોર્ટ-કચેરીના મુદ્દા ચાલી રહ્યા હોય તેમને વિજય
પ્રાપ્તિ થાય છે. રામનવમીના દિવસે રામરક્ષા સ્ત્રોતનો વિધિવત પાઠ કરવાથી ભગવાન રામ તમારા માન-સન્માન અને શત્રુ સામે રક્ષણ થાય છે.

રામ સાથે હનુમાનની પણ આરાધના

રામ સાથે હનુમાનની પણ આરાધના

આ દિવસે રામની સાથે હનુમાન ચાલીસાનો પાઠ, બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો. શ્રી રામ અને હનુમાન બંનેને ખુશ કરવાથી તમારી તમામ મુશ્કેલીઓને દૂર કરી યશ અને કીર્તિમાં વધારો કરી શકાય છે.

English summary
5th April 2017, the day of Ram Navami is celebrated as the birthday of the Lord Rama,this day is very auspicious.
Please Wait while comments are loading...