દિવાળીમાં 'રંગોળી'ની પ્રથા પાછળનું રહસ્ય જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

19 ઓક્ટોબરે હિંદુઓનો પ્રમુખ તહેવાર દિવાળી ઉજવવામાં આવશે. દિવાળીનો અર્થ છે 'દિપોત્સવ'. આ સમયે દરેક ઘરોમાં દિવા ઝળહળી ઉઠે છે. આ દિવાના અજવાળાથી લોકોના જીવનનું અંધારુ દૂર થઈ જાય છે. તે જ રીતે હિંદુ તહેવારોમાં આપણે ત્યાં ઘર આંગણે રંગોળી કરવાની પ્રથા છે. રંગોળીના આ વિવિધ સુંદર રંગો ઘરની શોભા વધારે છે. રંગએ વ્યક્તિના મનને આકર્ષિત કરે છે. સામાન્ય રીતે વર્ષોથી તહેવાર, વ્રત, પૂજા, ઉત્સવ, લગ્ન વગેરે શુભ અવસરો પર સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવવામાં આવે છે, જેમાં મોટા ભાગે દેવી-દેવતાઓની આકૃતિઓ હોય છે. જ્યારે આજે રંગોળી બનાવવાનો હેતુ ઘરની સજાવટ અને સુમંગળ છે. જેને ઘરની સ્ત્રીઓ ઘર આંગણે, પૂજા સ્થાને બનાવે છે.

રંગોળી' કરવાની પ્રથા

રંગોળી' કરવાની પ્રથા

એવું માનવામાં આવે છે કે, રાવણને માર્યા બાદ જ્યારે ભગવાન રામ પોતાની પત્ની સીતા સાથે 14 વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યુ હતુ. લોકોએ પોતાના ઘરોની સાફ-સફાઈ કરી, તેમ જ સ્વચ્છ રંગો તથા ફૂલોથી રંગોળી બનાવી હતી અને ઘરને દિવાથી સજાવ્યા હતા. પરિણામે ત્યારથી જ દિવાળી પર રંગોળી અને દિવા પ્રગટાવાની પ્રથા શરૂ થઈ છે.

ઈતિહાસ

ઈતિહાસ

રંગોળીનું એક નામ 'અલ્પના' પણ છે. મોહેન્જો દડો અને હડપ્પામાં પણ 'અલ્પના'ના ચિન્હો જોવા મળે છે. 'અલ્પના' વાત્સ્યાયનના કામ-સૂત્રમાં વર્ણિત ચોસઠ કળાઓમાંની એક છે. 'અલ્પના' શબ્દ સંસ્કૃતના 'ઓલંપેન' શબ્દથી આવ્યો છે, 'ઓલંપેન'નો અર્થ છે 'લેપ' કરવો. પ્રાચીન કાળમાં લોકોનો વિશ્વાસ હતો કે કલાત્મક ચિત્ર શહેર અને ગામને ધન-ધાન્યથી પરિપૂર્ણ રાખવામાં સમર્થ હોય છે અને પોતાના જાદુઈ પ્રભાવથી સંપતિને સુરક્ષિત રાખે છે. આ કારણે લોકો રંગોળીને મહત્વ આપે છે.

શુભ સંદેશનું પ્રતિક છે 'રંગોળી'

શુભ સંદેશનું પ્રતિક છે 'રંગોળી'

તહેવારમાં ઘર આંગણે નાની-મોટી રંગોળી પૂરવામાં આવે છે. હિંદુઓના મોટાભાગના તહેવારમાં ઘર આંગણે રંગબેરંગી રંગોળી જોવા મળે જ છે. પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં દરેક ઘરના આંગણે વિવિધ રંગોની રંગોળી જોવા મળે છે, જે હર્ષોલ્લાસ અને શુભ સંકેત દર્શાવે છે. જ્યારે જ્યારે ઘરમાં તહેવાર કે ખુશીઓ આવે છે ત્યારે ત્યારે આ ખુશીઓને દર્શાવવા માટે આપણે ત્યાં ઘર આંગણે રંગોળી પૂરી ખુશીઓને વ્યક્ત કરવામાં આવે છે.

રંગોળીનો ઉદેશ્ય

રંગોળીનો ઉદેશ્ય

રંગોળી ધાર્મિક, સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક છે. તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે. તેથી જ હવન અને યજ્ઞો કરતી વખતે પણ તેને બનાવવામાં આવે છે. જમીન શુદ્ધિકરણની ભાવના અને સમૃદ્ધિનું આહવાન પણ તેની પાછળ જવાબદાર છે. હર્ષ અને પ્રસન્નતાનું પ્રતિક છે રંગોળી.

English summary
Diwali or Deepavali is the Hindu festival of lights celebrated every year in autumn in the northern hemisphere..Rangoli is very important part of this Festival.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.