For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુનર્જન્મની આ અદભૂત કહાનીઓ વિશે જાણીને ચોંકી જશો

પુનર્જન્મ એટલે બીજાના શરીરમાં આત્માનું પૃથ્વી પર પરત આવવુ. ઘણા ધર્મોમાં આ ધારણાને સ્થાન આપવામાં આવ્યુ છે પરંતુ ઘણા લોકો તેને અંધશ્રદ્ધા માને છે. ચાલો તમને કેટલાક અદ્ભુત અનુભવોથી પરિચિત કરાવીએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પુનર્જન્મ એટલે બીજાના શરીરમાં આત્માનું પૃથ્વી પર પરત આવવુ. ઘણા ધર્મોમાં આ ધારણાને સ્થાન આપવામાં આવ્યુ છે પરંતુ ઘણા લોકો તેને અંધશ્રદ્ધા માને છે. જો વિજ્ઞાનની વાત કરીએ તો ઘણા મનોવૈજ્ઞાનિકોની મદદથી જાણવા મળ્યુ છે કે પુનર્જન્મનો ખ્યાલ માત્ર એક સંયોગ કે અંધશ્રદ્ધા નથી પરંતુ તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ તથ્યો છુપાયેલા છે. ઘણા મનોચિકિત્સકોએ સંમોહનની મદદથી વિશ્વભરના ઘણા લોકો પર પુનર્જન્મના રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.

પુનર્જન્મના ઉદાહરણ

પુનર્જન્મના ઉદાહરણ

વિશ્વભરના 3 થી 6 વર્ષના બાળકોએ પુનર્જન્મના ઘણા અદ્ભુત અનુભવો શેર કર્યા છે. આમાંના ઘણા બાળકોને તે તમામ વિષયોનુ જ્ઞાન હતુ જે તેમની ઉંમરે મેળવવુ શક્ય નથી. આ બાળકોને ક્યારેય એવી માહિતી પણ આપવામાં આવી ન હતી કે આપણને એવુ લાગે કે આ જન્મમાં જ તેમના મને તેને ગ્રહણ કરી છે. જેને દસ્તાવેજો તરીકે રાખવામાં આવ્યા છે. આ બાળકોના પુનર્જન્મ વિશે માહિતી આપે છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયા અને મનોવિજ્ઞાની જિન ટકર દ્વારા પણ કેટલાક કેસોની તપાસ કરવામાં આવી છે. આ અનુભવોને તપાસમાં સાચા ગણવામાં આવ્યા છે. ચાલો તમને કેટલાક અદ્ભુત અનુભવોથી પરિચિત કરાવીએ.

4 વર્ષની બાળકીને તેનો પતિ યાદ છે

4 વર્ષની બાળકીને તેનો પતિ યાદ છે

1930માં દિલ્હીમાં જન્મેલી શાંતિ દેવી તેનુ ઉત્તમ ઉદાહરણ છે. તેના જન્મ પછી 4 વર્ષ સુધી તે ખૂબ ઓછી બોલતી હતી પરંતુ જ્યારે તેણે બોલવાનુ શરૂ કર્યુ ત્યારે તેણે પ્રથમ મથુરામાં તેના પરિવાર પાસે પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેણે તેના પતિ અને બાળક વિશે પણ જણાવ્યુ. 6 વર્ષની ઉંમરે તેના શિક્ષકે આ માહિતી મથુરામાં રહેતા તેના પતિને આપી હતી. શાંતિ દેવીના પાછલા જન્મના પતિ કેદારનાથે જણાવ્યુ કે બાળકને જન્મ આપતી વખતે તેમની પત્નીનુ મૃત્યુ થયુ હતુ. શાંતિદેવીની દરેક વસ્તુ પર મહોર લાગી ચૂકી હતી.

જોડિયા બહેનોની કહાની

જોડિયા બહેનોની કહાની

ઈંગ્લેન્ડની આ જોડિયા બહેનો પુનર્જન્મનું સૌથી મોટુ ઉદાહરણ છે. 1957માં ઈંગ્લેન્ડમાં રહેતા જ્હોન અને ફ્લૉરેન્સ પોલોકે એક અકસ્માતમાં તેમની બે દીકરીઓ ગુમાવી હતી. એક 6 વર્ષની અને બીજી 11 વર્ષની હતી. આ અકસ્માતના 1 વર્ષ બાદ તે દંપતિને બે જોડિયા છોકરીઓનો જન્મ થયો હતો. આ છોકરીઓ અકસ્માતમાં મૃત્યુ પામેલી તેમની બહેનો જેવી જ હતી. એક બાળકીના શરીર પર પણ તેની મૃત બહેનની જેમ નિશાન હતા. 3 મહિના પછી દંપતીએ તેમનુ જૂનુ ઘર છોડી દીધુ પરંતુ જોડિયા બહેનોને બધુ યાદ હતુ. બધા રમકડાં અને રમવાની જગ્યાઓ જ્યાં તેમની મૃત બહેનો રમતી હતી.

3 વર્ષના બાળકે તેનો પરિવાર શોધ્યો

3 વર્ષના બાળકે તેનો પરિવાર શોધ્યો

થાઈલેન્ડમાં રહેતા ચનાઈએ જ્યારે તે 3 વર્ષનો હતો ત્યારે તેના અગાઉના જન્મના માતા-પિતાને શોધવાનુ શરૂ કર્યુ હતુ. ચનાઈએ જણાવ્યુ કે તે તેના પાછલા જીવનમાં શિક્ષક હતો અને તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ જન્મમાં તેમના શરીર પર ગોળીઓના નિશાન પણ હતા. આ બધુ તેની દાદીને કહીને તેણે તેને તેના આગલા જન્મના પરિવારમાં લઈ જવા કહ્યુ. જ્યારે તે તેના ગામ પહોંચ્યો ત્યારે તેણે ત્યાં એક વૃદ્ધ દંપતીને જોયુ અને ઓળખી લીધુ કે તે તેના આગલા જન્મના માતાપિતા છે.

English summary
Reincarnation stories happened in the world, You will be amazed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X